Abtak Media Google News

પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખો-હોદ્દેદારો સાથે પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા રાજયપાલ દ્વારા પરામર્શ કરાયો

રાજયમાં પ્રાકૃતિક કૃષિ થકી કેમીકલ મુકત ખોરાકનું ઉત્પાદન થાય અને દરેક ખેડૂતો દેશી ગાય આધારિક ખેતી કરતા થાય તે ઉદ્દેશને ધ્યાને રાખી રાજયમાં છેલ્લા એક વર્ષથી માન. રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગ અને આત્મા યોજનાના સંયુકત પ્રયાસથી પ્રાકૃતિક કૃષિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ‘સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ’ વિષય પર તા.૧૩ જુલાઇના રોજ ૧૧ કલાકે માન. રાજયપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને રાજભવન ખાતેથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખે સાથે વેબીનાર યોજવામાં આવેલ. જેમાં પૂનમચંદ પરમાર, અધિક મુખ્ય સચિવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અને કે.ડી. પંચાલ, નિયામક સમેતિ અને સ્ટેટ નોડલ ઓફિસર, આત્મા તથા સંલગ્ન વિભાગના વડાઓ તેમજ પ્રાકૃતિક કૃષિના નોડલ ઓફિસર્સ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓએ ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમ ફેસબુક અને ટયુટબના માધ્યમથી લાઇવ પણ કરવામાં આવેલ કે જનો લાભ રાજયના અન્ય શિક્ષકો અને ખેડૂતોએ લાભ લીધેલ હતો.

આ કાર્યક્રમની શરૂ આતમાં નિયામક, સમેતિ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ. ત્યારે બાદ અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર દ્વારા રાજયમાં ચાલી રહેલ પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃતિઓ અંગે જાણકારી આપવામાં આવેલ તેમજ રાજયના શિક્ષકો પણ પોતાની ખેતીમાં રાસાયાણિક કૃષિ છોડી પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેમ આહવાન કરેલ હતુ.

આ પ્રસંગે રાજયપાલ દ્વારા રાજયના શિક્ષકોને સંબોધતાં જણાવાયું હતુ કે દેશ અને દુનિયામા કોરોના મહામારીએ સામાજિક, આર્થિક અને સમગ્ર માનવજાતને તેના ભરડામાં લીધી છે. પરંતુ આપણે જાણીએ છીએ કે કોરોના સામે લડવા માટે આપણી રોગ પ્રતિકારક શકિત ખૂબ જ બળવાન હોવી જરૂ રી છે. જેથી આપણો ખોરાકએ રાસાયણિક દવાઓથી મુકત હોવો ખૂબ જ જરૂ રી છે અને એનો વિકલ્પ ‘સુભાષ પાલેકર પાકૃતિક કૃષિ છે તેમ જણાવતાં તેમણે તેના ચાર આધાર સ્તંભ. ફાયદા અને જરૂ રીયાત અંગે વાકેફ કરેલા હતા. આ ઉપરાંત પ્રાકૃતિ કૃષિમાં રાજયમાં કુલ ૨૧,૮૬૧ માસ્ટર ટ્રેનર તરીકે તૈયાર થયા છે અને તેઓ આજે ગામના બીજા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી બીજા નવા ખેડૂતો તૈયાર થઇ રહ્યા છે. તેની વિગતો આપી હતી.

વડાપ્રધાનએ વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ત જોયું છે તે પણ આ પ્રાકૃતિક કૃષિ થકીજ સાકાર થશે તેમ લાગે છે. અંતે તેમણે રાજયના તમામ શિક્ષણ સંઘના પ્રમુખઓ અને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગામના ખેડૂતોને આ ભગીરથ કાર્ય સર્વેએ સાથે મળી પાર પાડવા આહવાન આપ્યું હતું. ત્યાર બાદ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખઓએ નીચે મુજબના પ્રતિભાવો આપ્યા હતા.

ભરતભાઇ પટેલ, આણંદ સુનિલભાઇ જોષી, અમદાવાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ જણાવ્યુ કે કૃષિ વિભાગ અને આત્મા યોજના થકી રાજયપાલ અને પૂનમચંદ પરમાર, માન. અધિક મુખ્ય સચિવ કૃષિના પ્રયત્નો સરાહનીય છે અને તે પણ આ ઝુબેશમાં ભાગ લઇ તેને વિદ્યાર્થીઓ અને ગામના ખેડૂતો સુધી પહોંચાડશે. તથા મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજથી વિકાસ અભિગમને આગળ વધારશે. હસમુખભાઇ પટેલ, સાબરકાંઠા અને અરવિંદભાઇ દરજી, પંચમહાલ માધ્યમિક શિક્ષણ સંઘે જણાવ્યુ કે રાજયપાલના આહવાહનને ખેડૂતો, ગ્રામજનો અને પોતાની સમુધ્ધિ વધારવામાં મદદરૂપ થશે અને આ ઝુંબેશને ખેડૂતો સુધી પહોંચાડશે.

દિગ્વિજયસિંહ જાડેજા, જામનગર અને સતીષભાઇ પટેલ, અરવલ્લી પ્રાથમિક શિક્ષણ સંઘે જણાવ્યુ કે રાજયપાલના આહવાહનને સહર્ષ સ્વીકારી તેઓ પણ ખેડૂતો અને ગ્રામજનો સુધી આ ખેતી પધ્ધતિને પહોંચાડવામાં મદદરૂ પ થશે.અંતમાં અધિક મુખ્ય સચિવ કૃષિ દ્વારા આ ઝુબેશમાં જોડાવા આહવાહન કરી સર્વનો આભાર માની વેબિનાર પૂર્ણ જાહેર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.