Abtak Media Google News

ચડત હપ્તા ભરવા સાત દિવસનું અલ્ટીમેટમ આપતા મ્યુનિ. કમિશનર

નશાખોર સિક્યુરીટી ગાર્ડને પાણીચું

રાજકોટ મહાનગરપાલિકાના સુરક્ષા અધિકારી દ્વારા સિક્યુરિટી ગાર્ડ (એક્સ સર્વિસમેન) તરીકે નિમણુંક યેલ નરશીભાઈ પાલાભાઈ પડાયાને કચેરીના ઝુ ખાતેની ફરજ દરમ્યાન નશીલી હાલતમાં મળતા નોકરીમાંથી બરતરફ કરવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ હુકમ કર્યો છે.

ઝૂ ખાતે સિક્યુરિટી ગાર્ડની ફરજ બજાવતા નરશીભાઈ પડાયા ફરજ દરમ્યાન નશીલી હાલતમાં મળી આવેલ હતા. પડાયાને કારણદર્શક નોટીસ આપવામાં આવેલ જેનો પ્રત્યુત્તર સમય મર્યાદામાં ન આપતા તેને તાત્કાલિક ફરજ પર હાજર વા તેમજ નોટીસનો પ્રત્યુત્તર પાઠવવા નોટીસ આપવામાં આવેલ હતી. નોટીસનો પણ પડાયા દ્વારા જવાબ ન આવતા નાયબ પોલીસ અધિક્ષક તેમજ સુરક્ષા અધિકારીએ આ અંગે જરૂરી રીપોર્ટ કર્યો હતો. નરશીભાઈ પડાયા મહાનગરપાલિકાની કોઈ પણ પૂર્વ મંજૂરી વગર ગેર હાજર રહી મહાનગરપાલિકાના શિસ્ત પાલનના નિયમોનો ભંગ કરેલ છે.

જાહેર આરોગ્યલક્ષી આવશ્યક સેવાઓમા મજકુરની આવી ફરજ પ્રત્યેની બેદરકારી, નિષ્કાળજી, તેમજ દુર્લક્ષ કોઇપણ સંજોગોમા ચલાવી શકાય તેમ ન હોય, તેમજ લાંબી ગેરહાજરીી સંસના સરળ વહિવટમા વિક્ષેપ તો હોઈ, સિક્યુરિટી ગાર્ડ (એક્સ સર્વિસમેન) તરીકે ફરજ બજાવતા નરશીભાઈ પાલાભાઈ પડાયાને તેમને સોંપેલ સિક્યુરિટી ગાર્ડની કામગીરીમાંી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ બરતરફ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.