Abtak Media Google News

રપ૦ થી વધુ કાર્યકર્તાઓની ટીમ દ્વારા ગોઠવાઇ રહેલી અદભુત વ્યવસ્થા

રાજકોટનું આંગણુ દીપી ઉઠે એવો અવસર એટલે પિતાની કે માતા-પિતાની છત્રવાયા ગુમાવી ચૂકેલ રર દીકરીઓ ‘વહાલુડીના વિવાહ’ નો અદભૂત પ્રસંગ આજે સમગ્ર રાજકોટમાં જે ચર્ચાનો વિષય બની ગયેલ છે અને સમગ્ર રાજકોટવાસીઓએ જેને જબરજસ્ત સમર્થન અને સ્વીકૃતિ આપી છે એવો રર દીકરીઓના લગ્નોત્સવો પ્રસંગ આગામી તા. ર૧,રર ડિસેમ્બર રાજકોટના આંગણે જબરજસ્ત આયોજનબઘ્ધ રીતે દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમની સમર્પણ ટીમ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે સમગ્ર આયોજનમાં દીકરાનું ઘર ના રપ૦ થી વધુ કાર્યકર્તાઓ છેલ્લા ર માસથી રાત દિવસ તડામાર તૈયારીઓ કરી રહી છે. જેમાં શહેરની સુખી સંપન્ન પરિવારની પ૦ થી સંસ્થાના સક્રિય બહેનોનો પણ સમાવેશ થાય છે.

Advertisement

‘દિકરાનું ઘર’ દ્વારા યોજાનાર ‘વહાલુડીના વિવાહ’નો પ્રસંગ દીકરીનું ઘરનો પ્રસંગ ન બની રહેતા આજે સમગ્ર સમાજનો પ્રસંગ બની ગયો છે. ચારે દિશાઓથી દીકરાનું ઘર ની ટીમે વ્યાપક સમર્થન મળી રહ્યું છે. બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાંથી આંસુનો દરીયો વહાલુડીના વિવાહમાં વહાલુડીનો વિવાહ એ સમર્પણ માટે પુરસ્કાર છે અને દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમ આ પુરસ્કારથી સમૃઘ્ધ બનશે.

‘વહાલુડીના વિવાહ’નો પ્રસંગ સમાજના આંતર મનને સ્પર્શશે એ કલ્પનાની બહાર છે. સમગ્ર આયોજનમાં પોતાની દીકરી કે નાની બહેન પરણતી હોય તેવા ઉત્સાહથી ભાવથી સમર્પિત રીતે સંસ્થાની સાથે વર્ષોથી જોડાયેલા બહેનો ચેતના પટેલ, નીશા મારુ, અલ્કા પારેખ, કાશ્મીરા દોશી, કલ્પનાબેન દોશી, પ્રીતી વોરા, પ્રિતી તન્ના, ડો. ભાવનાબેન મહેતા, વર્ષાબેન આદ્રોજા,  રંજનબેન આદ્રોજા, ગીતાબેન એ. પટેલ, રાધીબેન જીવાણી, કિરણબેન વડગામા, રુપા વોરા, અરુણાબેન વેકરીયા, અંજુબેન સુતરીયા, ગીતાબેન કે. પટેલ, સ્વાતિબેન જોશી, આશાબેન હરીયાણી, જયશ્રીબેન મોદી, સંઘ્યાબેન મોદી, દીનાબેન મોદી, ફાલ્ગુનીબેન કલ્યાણી, તૃપ્તિબેન પરસાણા, જયોત્સનાબેન ભટ્ટી, સોનલબેન જીવાણી, અલ્કાબેન કામદાર, નીનાબેન વજીર, વંદનાબેન સોની, હિરલબેન જાની, સંઘ્યાબેન કલ્યાણી, અમીબેન ભાડલીયા, અરુણાબેન પારેખ, છાયાબેન મહેતા, હેતલબેન માવાણી, આનંદીબેન પટેલ, મોનાબેન ગીણોયા, દેવાંગી મોદી, મૌસમી કલ્યાણી, બિંદીયાબેન અમલાણી, નીતાબેન પારેખ, રેખાબન ગાંગડીયા, સાધનાબેન દોશી, અવનીબેન મોદી, સંગીતાબેન નિમાવત, અંકિતાબેન આદ્રોજા, રુચીતાબેન રાઠોડ, ગીતાબેન વોરા, ડિમ્પલબેન કાનાણી, માનસીબેન ચૌહાણ, સવિતાબેન ઢોલરીયા, દક્ષાબેન હાપીલીયા, ડોલીબેન ભાલાળા, કૌશાબેન મહેતા, ગાર્ગીબેન ઠકકર, ચેતનાબેન રાચ્છ, શિલ્પાબેન સુરાણી, ભાવનાબેન ગદેશા સહીતના બહેનો સક્રિય રીતે ભુમિકા ભજવી રહ્યા છે.

રાજકોટના ઇતિહાસમાં અત્યંત ગરીમાપૂર્ણ રીતે વહાલુડીના વિવાહ યશસ્વી રીતે સંપન્ન થાય. સમગ્ર પ્રસંગ યાદગાર બનીરહે, વહાલી દીકરીઓ પોતાના જીવનની સંસારરુપી યાત્રામાં ખુશી ખુશી પગરવ માંડે એવી ભારોભાર લાગણીથી સમય્ર આયોજન દિકરાનું ઘર ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.