Abtak Media Google News
  • નીતાબેન, અનંત અને રાધિકાએ રિલાયન્સ પરિવારના કર્મચારીઓને કર્યા જય શ્રી કૃષ્ણ: અનંતે કહ્યું કે મેં સ્વર્ગ જોઈ નથી પરંતુ જામનગર મારા માટે સ્વર્ગ છે અને  તેની રચના (તમે) રિલાયન્સ કર્મચારી પરિવારે કરી છે

રિલાયન્સ પરિવારના મુકેશ અંબાણી અને નીતાબેન અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન અવસરે જામનગરના આંગણે સમગ્ર દુનિયાના મહાનુભાવો મહેમાન બન્યા હતા અને અમારી પરિવારનો અવસર જળહળી ઉઠ્યો હતો પ્રિ વેડિંગ લગ્ન સમારંભ ના સમાપન બાદ જામનગરના રિલાયન્સ કંપની પરિસરમાં અંબાણી પરિવાર દ્વારા કર્મચારીઓ ની ફેરવેલ પાર્ટી યોજી હતી તેમાં કંપનીના તમામ કર્મચારીઓને સહપરિવાર નિમંત્રિત કર્યા હતા..

અંબાણી પરિવારના મોભી નીતાબેન અંબાણીએ સૌપ્રથમ કર્મચારીઓને સંબોધન કર્યું હતું તેમણે ભાવુક થઈને જણાવ્યું હતું કે આજે આપણા આંગણે રૂડો અવસર આવ્યો છે. રિલાયન્સ પરિવારના અવસરે આપણે સૌ ભેગા થયા છીએ તમે બધા વરરાજા ના પરિવારના છો તમે બધાએ પ્રસંગમાં મહેમાનોને જે રીતે આદર સત્કાર આપ્યો છે તે બદલ હું તમારી આભારી છું તમે અમને અને અમારા મહેમાનોને દિલમાં જગા આપી છે હું તમારા સૌ વતી રિલાયન્સ પરિવારના નવા સભ્ય અને આપણી પુત્રવધુ રાધિકાને ખુલ્લા હાથે રિલાયન્સ પરિવારમાં આવકારું છું અવસર ઉજળો કરી દેવા બદલ હું તમારો સૌનો આભાર માનું છું…

રિલાયન્સ પરિવારને આવકારતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે હું તમને સૌને નમન કરીને આવકારું છું તમારો આભાર માનું છું  તમે છો તો જામનગર છે, તમે છો તો યિહશફક્ષભય ની શાન છે, અને આવનાર પેઢી તમારામાંથી ઘણું શીખશે, મુકેશ અંબાણી કર્મચારીઓ સમક્ષ ભાવુક થયા બાદ ,વરરાજા અનંત અંબાણીએ સૌને સંબોધતા જણાવ્યું હતું કે આ મારો પોતાનો પરિવાર છે મેં ક્યારેય સ્વર્ગ જોઈ નથી.. પરંતુ એટલું કહી શકીશ કે જામનગર મારા માટે સ્વર્ગ છે ,અને આ સ્વર્ગની રચના તમે કરી છે હું તમારો સૌનો આભાર માનું છું..

કર્મચારીઓ વચ્ચે આવીને નવી દુલ્હન અને  અંબાણી પરિવાર ની કુળ વધુ રાધિકા મર્ચન્ટે સૌને પ્રણામ કરતાં કહ્યું હતું કે” જય શ્રી કૃષ્ણ” સૌનો ખુબ ખુબ ધન્યવાદ જામનગર નો આપણો પરિવાર સ્વર્ગની અનુભૂતિ કરાવે છે રિલાયન્સ પરિવારમાં કર્મચારીઓ સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને અમારી પરિવારને અવસરની શુભકામના પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.