Abtak Media Google News

ન્યૂઝીલેન્ડની ૧૭ વર્ષીય મહિલા ક્રિકેટર એમેલિયા કેર (અણનમ ૨૩૨ રન)એ આયર્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી ફટકારતા ઈતિહાસ રચી દીધો છે. તે વનડેમાં બેવડી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરની ક્રિકેટર (પુરૂષ કે મહિલા) છે. બેવડી સદી ફટકારનાર બેલિંડા ક્લાર્ક બાદ બીજી મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેણે ઓસ્ટ્રેલિયાની બેટ્સમેન બેલિંડા ક્લાર્કનો ૨૧ વર્ષ પહેલા બનાવેલો અણનમ ૨૨૯ રનનો વર્લ્ડ રેકોર્ડ (મહિલા ક્રિકેટ)ને પણ તોડી દીધો છે. ૧૬ ડિસેમ્બર, ૧૯૯૭ના ક્લાર્ડે ડેનમાર્ક વિરુદ્ધ ૧૫૫ બોલમાં અણનમ ૨૨૯ રન ફટકાર્યા હતા.

ઓપનર એમેલિયાએ આયર્લેન્ડ વિરુદ્ધ તોફાની બેટિંગ કરતા માત્ર ૧૪૫ બોલમાં અણનમ ૨૩૨ રન ફટકાર્યા. આ દરમિયાન તેણે ૩૧ ફોર અને ૨ સિક્સ ફટકારી. તેની સ્ટ્રાઇક રેટ ૧૬૦ની રહી હતી. તેની સાથે કાસ્પરેક (૧૧૩)ની સદીની મદદથી ન્યૂઝીલેન્ડે આયર્લેન્ડ વિરુદ્ધ નિર્ધારિત ૫૦ ઓવરમાં માત્ર ૩ વિકેટે ૪૪૦ રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ ટીમે સતત ત્રણ મેચમાં ૪૦૦થી વધુ રન ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ બંન્ને સિવાય કીવી ટીમની ઓપનર એમી સ્ટેર્થવેટે ૪૫ બોલમાં ૬૧ રન ફટકાર્યા હતા.

ડબલિનમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. કેરિયરનો માત્ર ૨૦મો મેચ રમી રહેલી કેરના મેચની શરૂઆત ખૂબ ધીમે કરી. તેને અડધી સદી સુધી પહોંચવા માટે ૪૫ બોલનો સામનો કર્યો હતો. ત્યારબાદ તે વધુ આક્રમક બની અને આગામી ૫૦ રન માત્ર ૩૨ બોલમાં પુરા કર્યા. ૭૭ બોલમાં તેણે સદી પુરી કરી તો ૧૦૨ બોલમાં તેણે ૧૫૦ રન ફટકારી દીધા. ૧૩૪માં બોલ પરબાઉન્ટ્રી ફટકારીને ૨૦૦નો આંકડો પાર કર્યો. આ દરમિયાન તેને બે જીવનદાન પણ મળ્યા. કેરના વનડે કેરિયરની આ પ્રથમ સદી છે. આ પહેલા તેનો બેસ્ટ સ્કોર ૮૧ રન અણનમ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.