Abtak Media Google News
  • પરષોતમ રૂપાલાએ માફી માંગી લીધી છે, ભાજપ હાઇકમાન્ડે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી લીધી છે: પ્રદેશ ભાજપ અધ્યક્ષની પત્રકારો સાથે વાતચીત
Amicable Reconciliation With Kshatriya Society Within 24 Hours: Cr Patil
Amicable reconciliation with Kshatriya society within 24 hours: CR Patil

લોકસભા બેઠકના રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે.આજે રાજકોટની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ સાથેનો વિવાદ આગામી 24 કલાકમાં ઉકેલાય જશે. પરસોતમભાઈએ માફી માંગી લીધી  છે.જ્યારે ભાજપ હાઇકમાન્દે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ લીધી હોય એકાદ દિવસમાં ઘીના થામમાં ઘી પડી જશે.

રાજકોટની મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપ સી.આર. પાટીલ દ્વારા શહેરની ઇમ્પીરીયલ પેલેસ ખાતે પત્રકાર મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ ખુબજ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે  તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસની તાકાત તોડવા માટે અમે પક્ષ પલટો કરાવતા નથી પણ ભાજપની વિચારધારાને મજબૂત કરવા માટે અમે અન્ય રાજકીય પક્ષોના આગેવાનો માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે. ભાજપ વધુ તાકાતવર બને તે માટે જન સંપર્ક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં 60 હજારથી વધુ કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા છે. ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે.જેમાં સંપૂર્ણપણે લોકશાહી ઢબે નિર્ણય લેવામાં આવે છે કોઈ દબાણથી નિર્ણય લેવામાં આવતા નથી.જો કોઈ વ્યક્તિને કે કાર્યકરને ઉમેદવાર સામે વાંધો હોય તો તે વિરોધ નોંધાવી શકે છે પરંતુ ગેરશિસ્ત ક્યારેય ચલાવી લેવાશે નહીં. કોંગ્રેસને ઉમેદવારો પણ મળતા નથી.  પક્ષમાં જે સક્ષમ નેતા છે તે પરાજયની બીકે ચૂંટણી જંગમાં ઉતરવા માંગતા નથી. તો બીજી તરફ ભાજપમાં એક એક બેઠક માટે 10 દાવેદાર છે.

સિનિયરોની ટિકિટ ક્યાં કારણોસર કાપવામાં આવી આવી.તેવા સવાલનો જવાબ આપતા સી.આર.પાટીલ જણાવ્યું હતું કે લોકોના મૂડ અને વાતાવરણના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હોય છે. આગામી ચાર દિવસમાં રાજકોટમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે મીડિયા સેન્ટર ઉભૂ કરી દેવામાં આવશે.વિસાવદર બેઠક ખાલી પડી હોવા છતાં શા માટે તેની ચૂંટણી જાહેર ન થઈ તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે આ બેઠકનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે છતાં ભાજપ દ્વારા ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે. જેનો ટૂંક સમયમાં નિર્ણય લેવાય જશે. પત્રકાર સાથેની વાતચીત દરમિયાન તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે,ભાજપ શિસ્તને વળેલી પાર્ટી છે. કાર્યકરોની ગેરશિસ્ત કોઈ કાળે ચલાવી લેવામાં આવશે નહીં. પક્ષની વિચારધારા સાથે સામેલ થવા ઈચ્છતા દરેક રાજકીય પક્ષોના નેતાઓ માટે ભાજપના દરવાજા કાયમી ખુલ્લા જ છે.આજે રાજકોટની મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપ સીઆર પાટીલે અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

વિકાસ કામો સોશિયલ મીડિયા પર ચમકાવો, સરકારી યોજનાઓનો પ્રચાર કરો:  પાટીલનું કાર્યકરોને હોમવર્ક

બિનજરૂરી ભાષણ કે પોસ્ટ ન કરવી, સોશિયલ મીડિયા ટીમ અપેક્ષા કરતા નિષ્ફળ: પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ શહેર જિલ્લાના બુથ પ્રમુખ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તેમજ મંડળના ઇન્ચાર્જ સાથે બેઠક યોજાઈ

Amicable Reconciliation With Kshatriya Society Within 24 Hours: Cr Patil
Amicable reconciliation with Kshatriya society within 24 hours: CR Patil

લોકસભાની ચૂંટણીને લઈને આગામી પહેલી એપ્રિલથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જી આર પાટીલ દ્વારા તમામ જિલ્લાના પ્રવાસ શરૂ કરવાના હતા જોકે તેઓએ આજથી જ આ પ્રવાસ શરૂ કરી દીધો છે અને આજે પાટીલે સૌરાષ્ટ્રના બે જિલ્લાના પ્રવાસે આવ્યા છે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે

રાજકોટમાં તેઓ સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ, રાજકોટ શહેર જિલ્લાના બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તેમજ મંડલના ઇન્ચાર્જ સાત બેઠક યોજી બાદમાં પત્રકારો સાથે સંમેલનમાં ખાસ હાજરી આપશે. આ પછી તેઓ સુરેન્દ્રનગર ખાતે સાંજે 4 વાગ્યા આસપાસ બુથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ કાર્યક્રમમાં તેમણે સોશિયલ મીડિયાની ટીમથી નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તમે અપેક્ષા કરતા નિષ્ફળ રહ્યા છો, ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ બંધ કરો, આવા મેસેજના બદલે કેન્દ્ર સરકારની યોજનાઓ વિશેની ચર્ચા કરવી જોઇએ.

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થતાની સાથે જ પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ટેક્નોલોજીના યુગમાં ડિજિટલ પ્રચારને પણ વેગ આપવા ખાસ ભાર મુકાયો છે. આજે રાજકોટમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા હતું. શહેરના કાલાવડ રોડ પર આવેલ ટટઙ એન્જિનિયરીંગ કોલેજના હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર ભરમાંથી અપેક્ષિત કાર્યકર્તાઓને બોલાવી સોશિયલ મીડિયા પ્રચાર પ્રસાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બિનજરૂરી ભાષણબાજી કે ખોટા નિવેદનો સોશિયલ મીડિયામાં ન કરવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે આજની સોશિયલ મીડિયા મીટ કાર્યક્રમમાં ટકોર કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ કાર્યકર્તાએ સોશિયલ મીડિયામાં બિનજરૂરી મેસેજ મૂકી સમય વેડફાટ ન કરવો જોઈએ, પરંતુ હકારાત્મક રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્ર સરકારે કરેલા વિકાસ કામોની પોસ્ટ મુકવી તેમજ અલગ અલગ 100 જેટલી યોજનાઓનો પ્રચાર કરવો જોઈએ. કાર્યકર્તાઓને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજના સોશિયલ મીડિયા થકી લોકો સુધી પહોંચાડવા મારી અપીલ છે. ખાસ કોઈ પણ આગેવાન કે કાર્યકર બિનજરૂરી ભાષણબાજી કે ખોટા નિવેદનો સોશિયલ મીડિયામાં ન કરે તેની કાળજી રાખવી.

વધુમાં સોશિયલ મીડિયાની ટીમથી પાટીલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, ગુજરાત ભાજપ સોશિયલ મીડિયા ટીમ પાસેથી જે અપેક્ષા છે તેમાં તમે બિલકુલ નિષ્ફળ રહ્યા છો. ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ બંધ કરવા જોઇએ. આવા મેસેજના બદલે કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે અને તેની ચર્ચા કરવી જોઇએ. વડાપ્રધાન, મુખ્યમંત્રી, સાંસદ અને ધારાસભ્યોની પોસ્ટને વધુમાં વધુ વાઇરલ કરવાની સૂચના આપી. દરેક કાર્યકર્તાએ વિરોધીઓને જવાબ આપવાની જરૂર નથી. કાર્યકર્તાએ સરકારી યોજનાનો પ્રચાર કરવો. વિરોધ અંગેની પોસ્ટની નિતી પ્રદેશ નક્કી કરશે જે બાદ જવાબ આપવો.

પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિ કાર્યકરોમાં જોમ અને જુસ્સો વધારશે: ઉદય કાનગડ

ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની ઉપસ્થિતિ થી કાર્યકરોમાં જોમ અને જુસ્સો વધ્યો છે. વડાપ્રધાનને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા તથા લોકસભા ઉમેદવારોને જંગી લીડ થી જીતાડવા માટે પ્રદેશ પ્રમુખ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે હાલ જે લોકોને ઉપસ્થિતિ જોવા મળી રહી છે તેવું જ વાતાવરણ સુરેન્દ્રનગર ખાતે પણ છે જે એ વાત સૂચવે છે કે લોકોને વડાપ્રધાન અને તેમના વિચારો સાથે લોકો જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ દ્વારા જે બુથ લેવલ અને પેજ સમિતિની રચના કરી છે અને કાર્યકરોમાં જે જુસ્સો પૂરો પાડ્યો છે તે સૂચવે છે કે ભાજપ સમગ્ર દેશમાં 400 પ્લસ બેઠક સરળતાથી જીતી જશે. અંતમાં તેઓએ કોંગ્રેસ પક્ષ ઉપર શાબ્દિક પ્રહારો કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે તે પણ હવે ભાજપમાં જોડાઈ ગયા છે જે સૂચવે છે કે તેઓ વડાપ્રધાનના વિચારો સાથે સહમત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.