Abtak Media Google News

રાજકોટ –જામનગર હાઇવે પર આવેલું પડધરી રાજકોટ જિલ્લાનું એક પ્રગતિશીલ અને આર્થિક પ્રવૃતિથી ધમધમતું તાલુકા મથક છે. અહીં મુખ્યત્વે રજપુત અને ભરવાડ સહિત પટેલ લોહાણા જેવી અનેક જ્ઞાતીઓની વસ્તી છે.Padadhari Story Dt.12 07 2019 Rajkot 4

અહી રજપૂતવાસમાં સવારે ૧૦ના ટકોરે માહોલ કંઇક અનોખો  જ જોવા મળે છે. મોટેભાગે ગ્રામ્ય કક્ષાની મહિલાઓ ચર્ચાના ચોરા માંડી સુખદૂઃખની વાતો કરતી હોય તેવા સમયે આ બહેનો એક રૂમમાં ઉત્સાહભેર કામ કરતી જોવા મળે છે. આ વાત છે પડધરી ગામે રજપૂતવાસમાં રહેતી રજપુત બહેનોની જેઓએ ૧૧ જણાનું જુથ બનાવી શ્રી સખીમંડળની રચના થકી આર્થિક પ્રવૃતિ કરી સ્વબળે કુટુંબનો આર્થિક અને સામજિક ઉત્કર્ષ સાધ્યો છે.

Advertisement

Padadhari Story Dt.12 07 2019 Rajkot 10 1માહિતીખાતાની ટીમે આ સખીમંડળની મુલાકાત લેતા મંડળના પ્રમુખ એવા ભારતીબેન દિલિપભાઇ ગોહિલ તેમની આ સફળ યાત્રાની સંધર્ષમય સફરને વર્ણવતા કહે છે કે પડધરી તાલુકા પંચાયતના મિશનમંગલમ યોજનાના ટી.એલ.એમ. શ્રી મિનાક્ષીબહેન બારમેડાએ  અમારા રજપુતવાસમાં આવી બહેનોની એમ મીટીંગ બોલાવી તેમાં અમારા એરીયાના બહેનોને રાજય સરકારની મિશનમંગલમ યોજનાની માહિતી આપી તેના ફાયદાઓ વિશે જણાવેલ જિજ્ઞાક્ષાવશ હું પણ ત્યાં હાજર હતી. Padadhari Story Dt.12 07 2019 Rajkot 1આ યોજનામાં રસ પડતાં અમે પ્રથમ તો ૪ થી પ બહેનોએ આ યોજના હેઠળ જૂથ બનાવી કામ કરવાની યોજના બનાવી. આમેય અમારી પાસે કોઇ જ કામ ન હતું. અમારી પાસે કોઇ જ દિશા કે નિશ્ચિત નહતું કે શું કરવું હતી તો માત્ર હિંમત અને કંઇક કરી છુટવાની અને આત્મનિર્ભર બનવાની ઇચ્છાશક્તિ.Padadhari Story Dt.12 07 2019 Rajkot 8

શરૂઆતમાં ૧૧ બહેનોને સભ્ય બનાવી સૌ બહેનોએ પચાસ પચાસ રૂપીયાની બચત જમા કરાવી. તા.૧૫-૦૩-૨૦૧૪માં શ્રી સખીમંડળની સ્થાપના કરી. પંચસુત્રના પાલન થકી અમને રૂા. ૧૦,૦૦૦નું રિવોલ્વીંગ ફંડ મળતાં અમો બહેનોએ સીવણ, ચણીયાચોળી, મોતીકામ, પશુપાલન જેવી વિવિધ પ્રવૃતી કરતા હતાં.  Padadhari Story Dt.12 07 2019 Rajkot 5

સારા વિચાર સાથે કરેલ શરૂઆતને માર્ગ મળી જ રહે છે તેમ જણાવતાં જુથના મંત્રી દક્ષા  બહેને ઉમેર્યું હતું કે આર.સી.ટી તાલીમ યોજના હેઠળ જિજ્ઞેશભાઇએ અમને ઇમીટેશન જવેલરી બનાવવાની તાલીમ આપાવી. અમારી ઇચ્છાશક્તિને દિશાસુચન મળતાં અમારો ઉત્સાહ વધ્યો. પરંતુ આ કામ દ્વારા ઉત્પાદન અને માર્કેટીંગ  મુશ્કેલ બનતાં અમોએ ચોખાની ખીચીના પાપડ બનાવવાનો પ્રારંભ કર્યો.Padadhari Story Dt.12 07 2019 Rajkot 3

સૌ પ્રથમ એક કિલો ચોખાના પાપડ બનાવી. તેને વેંચાણ માટે અમે ગામમાં ફર્યા પણ પ્રતિભાવ નિરાશાજનક રહેતાં અમો નિરાશ થયા હતાં તેમ જણાવતા મંડળના જ એક બહેન પારૂલ બહેને ઉમેર્યુકે જિજ્ઞેશભાઇએ રાજકોટની પરાબજારમાં એક ડીલરની મુલાકાત કરાવી અને પાપડ તો વહેંચાયા પણ અમારા ઉત્પાદનને લેવાની ખાતરી મળતાં ઉત્સાહ વધ્યો અને અમે ચોખાના પાપડ, મમરી, ઘઉંના પાપડ, ઘઉંના મરીવાળા પાપડ, ચોખાની પટ્ટીસહિતની બીજી વસ્તુઓ બનાવી રાજકોટ ખાતે વેંચાણ કરવાનું શરૂ કર્યું.Padadhari Story Dt.12 07 2019 Rajkot 9

બસ ત્યાર પછી અમે બધાયે સતત પ્રગતિ જ કરી છે તેમ ઉત્સાહભેર જણાવતાં ભારતી બહેન કહે છેકે હાલ અમારી પાસે રૂા. ૫૦,૦૦૦ની કેશક્રેડીટ અને ર લાખની માતબર રકમનું બેંક લીંકેજ છે. અમે સૌ બહનોએ અમારા ફંડની મુડી માંથી જ સિઝનમાં બટેટાની વેફર, પતરી જેવી આઇટમ બનાવી વેંચાણ કરવા માટે વેફરના મશીનની ખરીદી કરી છે. સિઝન દરમિયાન બે થી ત્રણ લાખ રૂપીયાની વેફરનો ધંધો અમે સૌ બહેનો આસાનીથી કરી લઇએ છીએ.Padadhari Story Dt.12 07 2019 Rajkot 11

એટલું જ નહીં અમારી વેફર તો ગઇ સાલ અમેરીકામાં પણ વેંચાણ અર્થે ગઇ હતી. તેમની આ સંઘર્ષમય સફળગાથામાં મુશ્કેલી અને બાદમાં સફળતા બાબતે પ્રતિભાવ આપતા ભારતીબહેને જણાવ્યું હતું કે“હૈયે હામ તો ઘણી છે સાઇબ, બસ અમને એક તક મળવી જોંયે”શે.

આ જુથની સફળતા અને અન્ય જુથોની માહિતી આપતાં ટી.એલ.એમ. શ્રી મિનાક્ષી બહેન જણાવે કે છે પડધરી આવા ૩૭ જુથો તૈયાર થઇ ગયા છે. જે મોતીકામ, ભરતકામ, ઇમીટેશન જવેલરી, રાખડી બનાવવાના કામમાંપ્રવૃત છે. શ્રી જુથની બહેનોએ શૂન્યમાંથી સર્જન કરીને હાલ મહિને ચાર  હજારથી ૬ હજાર જેવી રકમ રળી લે છે. રાજય સરકાર અને સ્થાનિક વહિવટી તંત્રની સહાયથી મેળાઓ અને અન્ય બજારોમાં તેમના ઉત્પાદનને માર્કેટીંગની તક મળતાં જે બહેનો સામાજિક મર્યાદાને કારણે ઘરે કામ વગર બેસી રહેતી હતી તે હવે સ્વબળે કામ કરતી થતાં આત્મનિર્ભર બની છે.Padadhari Story Dt.12 07 2019 Rajkot 6

જુથના પ્રમુખ ભારતીબહેન તેમના જેવી અનેક ગ્રામ્ય મહિલાઓને પ્રોત્સાહન આપતાં જણાાવે છે કે ઘરે  કામ વગર સમયને વેડફવાને બદલે સમયનો સદઉપયોગ કરી મિશનમંગલમ જેવી રાજય સરકારની મહિલાઓને પ્રોત્સાહક યોજનાનો લાભ ઉઠાવી સમુહમાં આર્થિક પ્રવૃતિ કરવી જોઇએ જેથી ઘરમાં બે પૈસાની આવક થાય અને સામાજીક તથા આર્થિક સ્તરમાં વૃધ્ધિ થાય તેઓ આ તકે અનુરોધ કરતાં જણાવે છે કે અમારા જેવા જુથોને જો ઉત્પાદિત માલ સાચવવા અને પેકેજીંગ માટે અલાયદી જગ્યા ઉપલબ્ધ થાય તો અમારા જેવી અનેક બહેનોને આ આશિર્વાદરૂપ મદદ થઇ રહેશે.Padadhari Story Dt.12 07 2019 Rajkot 7

આખરે તો સંગઠન સમાન બળ નહીં તે ઉક્તિ “ શ્રી સખીમંડળ”જેવી સામુહિક પ્રવૃતિ કરતી બહેનો દ્વારા સાર્થક બની રહે છે.Padadhari Story Dt.12 07 2019 Rajkot 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.