Abtak Media Google News

ઉપલેટાની નબળી નેતાગીરીને કારણે શહેરને સરકારી કોવિડ સેન્ટર મળતું નથી. લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકિય ‘ગીધડાઓ’ઘરમાં ભરાઇને બેઠાં છે. 

શહેર- તાલુકાની નબળી નેતા ગીરીને કારણે આજે શહેરમાં એક પણ સરકારી કોવિડ  સેન્ટર નહિ મળતા ગરીબ અને નબળા વર્ગના લોકોને ચામડા ચીરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબુર થવું પડયું છે.

હાલ કોરોના સમયને એક વર્ષ પુરુ થવા આવ્યું છે. અત્યારે કોરોનાની બીજી લહેર પૂર જોશમાં પ્રસરી ચુકી છે ત્યારે ચુંટણીમાં રાજકીય ગીધડાઓ પોતાના સ્વાર્થ માટે ભજીયા પાર્ટીઓ તથા રૂપિયાની કોથળીઓ ખુલ્લી મુકી પ્રજાને જાત જાતના વચનો આપી ગમે તેવા સાચા ખોટા કામો કરી દેવામાં પાવરધા હતા. છાશવારે વિરોધના વાવટા લઇ પોતાના સ્વાર્થ માટે જનતાને ઉલ્લુ બનાવનારા કોંગ્રેસ-ભાજપ, સીપીએમ, આપ સહીત ના રાજકીય ગીધડાઓ, પોતાનો જીવ બચાવવા ઘરમાં પુરાઇ ગયા છે. આજે ખરેખર પ્રજાને પોતાના નેતાઓની જરુર છે. ત્યારે કહેવાતા આ સફેદ કોલર વાળા નેતાઓ પ્રજાને રામ ભરોસે મુકી પોતાના ફાર્મ હાઉસમાં આરામ કરી રહ્યા છે. આજે એક પણ નેતા પ્રજાની સેવા માટે પોતાના કાર્યાલયે સંપર્ક કરતા નથી ત્યારે આવા રાજકીય ગીધડાઓ ને પ્રજાને ઓળખી લેવા જોઇએ, નબળી નેતાગીરીને કારણે આજે એક સરકારી કોવિડ સેન્ટરથી તાલુકાને વંચિત રહેવું પડયું છે.

જનતાએ પણ આવનારા દિવસોમાં કોઇપણ પક્ષના રાજકીય ગીધડાઓ જયારે પોતાની પાસે આવે ત્યારે તેને પૂછજો કે કોરોનામાં તમે કયા ગયા હતા. ત્યારે તમે કેમ ન દેખાયા?

શહેર તાલુકાની જનતાએ આવા રાજકીય ગીધડાઓ ને ઓળખી માત્ર પોતાના સ્વાર્થ માટે આંદોલનો કરી રોટલા શેકતા ગીધડાઓને ભાન કરાવવું જોઇએ, શહેર તાલુકામાં ઘણા વખતે ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષના આગેવાનો એક થઇ ઘણા પ્રશ્ર્નોને લડત આપી છે ત્યારે તાલુકાનું એક સરકારી કોરોના કેર સેન્ટર વેન્ટીલેટર વાળુ કેમ અપાવી શકતા નથી તેવો પ્રશ્ર્ન પ્રજામાંથી પુછાઇ રહ્યો છે.

આ સમય હતો જયારે શહેર તાલુકાનો પ્રશ્ર્ન હોય અને ગાંધીનગરમાં જઇ ગમે તેવા રાજકીય પક્ષોની સરકાર હોય કે સત્તાધારી પક્ષની સરકાર હોય તાલુકાના બે ધારાસભ્યો જયરામભાઇ પટેલ અને બળવંત મણવરના કામોને આજે પણ જનતા યાદ કરે છે. હાલના સમયમાં તમામ રાજકીય પક્ષો એક થઇ એકી અવાજે શહેરમાં સરકાર કોવિડ સેન્ટર મળે તેવી માંગ ઉઠાવવી જોઇએ.

ઉપલેટા નગરપાલિકા કચેરી કોરોનાની ઝપેટમાં આઠ કર્મચારીઓ સંક્રમિત

Photogrid 1618544062765

મુખ્ય બજારોમાં કરાઇ સેનેટાઇઝીંગની કામગીરી: પાલિકામાં મોટા ભાગના વિભાગોના કામ બંધ કરાયા

ઉપલેટા શહેરમાં કોરોમાં રાતે ન વધે એટલો દિવસે વધી રહ્યો છે. અને દિવસે વધે એટલો રાત્રે વધી રહ્યો છે. મોટાભાગની શહેરની જનતા કોરોનાના ભરડામાં આવી ચૂકી છે. ત્યારે ગઇકાલે નગરપાલિકાના આઠ કર્મચારીઓ પોઝિટીવ આવતા ભારે અફડા તફડી મચી ગઇ હતી. શહેરની મુખ્ય બજારને સેનીટાઇઝર કરવામાં આવી હતી. ગલકાલે નગરપાલિકાના આઠ કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવતા કચેરીના જન્મ-મરણ, લગ્ન નોંધણી, શોપ વિભાગ, લાયબ્રેરી, ટેકસ વિભાગ, વ્યવસાય વેરા વિભાગ ટાઉન પ્લાનીંગ અને આવકના દાખલા સહીતના મોટા ભાગના વિભાગો તાત્કાલીક ધોરણે બંધ કરી દેવામાં આવ્યા હતા.જયારે શહેર કોરોનાના ભરડામાં સપડાઇ ચુકયું છે ત્યારે શહેરની મુખય બજાર ગત રાત્રે નગરપાલિકા દ્વારા સેનીટાઇઝીંગ કામગીરી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.