Abtak Media Google News

૧૫૦ લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યકરો-હોદ્દેદારોને માર્ગદર્શન આપશે

ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ આગામી તા.૪ નવેમ્બરથી વિધાનસભા ચૂંટણીનો પ્રચારનો કચ્છથી પ્રારંભ કરશે. તેઓ તા.૪ના રોજ ગાંધીધામમાં જાહેરસભા સંબોધશે. ત્યારબાદ તેઓ મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી અને અમદાવાદ સહિતના સ્થળોને ધમરોળશે.

વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસની તૈયારીમાં છે ત્યારે આવતીકાલે વડાપ્રધાન મોદી તેમજ ત્યારબાદ અમીત શાહ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે. તા.૫ નવેમ્બરે અમીત શાહ વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ તા.૭ના રોજ રાજકોટ શહેર અને ગ્રામ્ય અને સુરતમાં કાર્યકરો હોદ્દેદારોને સંબોધશે.

આગામી ૪ થી પ નવેમ્બર તથા ૭,૮, અને ૯ નવેમ્બર રાષ્ટ્રીય અઘ્ય અમીતભાઇ શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાજવ્યાપી સંગઠનને ભાજપાના ૧૫૦+ ના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા રાષ્ટ્રીય અઘ્યક્ષશ્રીના પ્રેરણા અને માર્ગદર્શન આપશે. પ્રદેશ પ્રવકતા જગદીશ ભાવસારના જણાવ્યા અનુસાર આગામી તા. ૪ અને પ નવેમ્બર તથા ૭,૮, અને ૯ નવેમ્બર દરમ્યાન રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિતભાઇ શાહ ગુજરાતના વિસ્તૃત પ્રવાસે આવનાર છે. આગામી વિધાનસભાની ચુંટણીઓને અનુલક્ષીને ભાજપાના પ્રદેશ સંગઠનના કાર્યકરો તથા હોદેદારો સાથે જીવંત સંપર્ક અને વૈચારિક આદાન-પ્રદાન દ્વારા ૧૫૦+ ના લક્ષ્યાંકને સિઘ્ધ કરવા સૌની ઉત્સાહપૂર્વક વધુ તાકાતથી કામે લાગી જવા રાષ્ટ્રીય અઘ્યક્ષનું પ્રેરણા અને માર્ગદર્શન આ પ્રવાસ થકી પ્રાપ્ત થશે.

આગામી શનિવારે અમિતભાઇ શાહ ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર શહેર, ભાવનગર જીલ્લો, બોટાદ, અમરેલી કર્ણાવતી મહાનગર તથા રવિવારના રોજ વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લલી, ૭મી નવેમ્બરના રોજ રાજકોટ શહેર, રાજકોટ જીલ્લો, સુરત મહાનગર, ૮મીના રોજ જુનાગઢ શહેર, જુનાગઢ જીલ્લો, પોરબંદર અને ગીસસોમનાથ ભરૂચ, નર્મદા, આણંદ, ખેડા,

મહિસાગર, અને ૯ મીના રોજ સુરત જીલ્લો, તાપી, જામનગર શહેર, જામનગર જીલ્લો, દેવભૂમિ દ્વારકા તથા વડોદરા શહેરછોટાઉદેપુર, વડોદરા જીલ્લો નો પ્રવાસ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.