Abtak Media Google News

NCERT દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૩, ૫ અને ૮ના વિદ્યાર્થીઓની ઓએમઆર પદ્ધતિની ૧૩મી નવેમ્બરે પરીક્ષા લેવાશે. ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ જીસીઈઆરટી હસ્તક સમગ્ર પરીક્ષાનું સંચાલન હાથ ધરાશે. જીસીઈઆરટી ઈન્ચાર્જ ડાયરેક્ટર ટી.કે. જોષીએ આ અંગે જણાવ્યું હતું કે વિદેશની શાળાઓમાં અભ્યાસની પદ્ધતિની સમીક્ષા અને મૂલ્યાંકન માટે હંમેશાં પ્રોગ્રામ ફોર ઈન્ટરનેશનલ એસેસમેન્ટ યોજાય છે. એવી જ પેટર્ન દ્વારા એનસીઆઈરટી (નેશનલ કાઉન્સિલઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) વિદ્યાર્થીઓના અભ્યાસની ગુણવત્તા તેના જરૂરી ફેરફાર માટે સર્વે હાથ ધરાયો છે.

૧૩મી નવેમ્બર પરીક્ષા એક જ સમયે એક સાથે લેવાશે. પરીક્ષા દ્વારા બાળકોનું પર્ફોર્મન્સ, પાઠ્ય પુસ્તકોમાં ફેરફાર કરવો કે નહીં, શિક્ષકોની અભ્યાસ કરાવવાની પદ્ધતિ બરાબર છે કે કેમ શિક્ષકોને ટ્રનિંગ આપવાની જરૂર છે કે કેમ તે તમામ બાબતો સમાવી લેવામાં આવશે. પેપરમાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણને લગતા પ્રશ્નો પૂછાશે. પરીક્ષા બાદ તમામ પેપર સ્કેન કરીને એનસીઈઆરટીને મોકલી અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.