Abtak Media Google News

રાજકોટ શહેર તેમજ તેમની આસપાસનાં વિસ્તાર ખાતે અનેકવિધ ઔધોગિક ઝોન આવેલા છે કે જેમાં અનેક પ્રકારનાં ઉધોગો હાલ ધમધમી રહ્યા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રનાં પ્રજા કહેવાય છે કે, તેઓ વેપારી માનસિકતા ધરાવતા હોય છે જેના કારણે દિન-પ્રતિદિન ઔધોગિક ઝોન ખાતે જમીનનાં ભાવ આસમાને પહોંચી રહ્યા છે તેવા સંજોગોમાં રાજકોટ શહેરની ભાગોળે આવેલું કુવાડવા ઔધોગિક ઝોન ઉધોગ સાહસિકોને સોનેરી તક આપી રહ્યું છે તેવું કહેવું અતિશ્યોકિત નહીં થાય. કુવાડવા જીઆઈડીસી તેમજ ઔધોગિક ઝોન રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે ખાતે આવેલું છે જેના કારણે ટ્રાન્સપોર્ટેશનની વિપુલ તકો અહીં રહેલી છે. સાથે સાથે અગાઉ જે પ્રકારે શ્રમિક અને કર્મચારી વર્ગની અછતની વાતો વહેતી થઈ હતી તેની સરખામણીએ આજુબાજુનાં અનેકવિધ ગામડાઓમાંથી હાલ શ્રમિક વર્ગ રોજગારી અર્થે ઔધોગિક ઝોન ખાતે આવી રહ્યા છે. ટુંક સમયમાં રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે સીકસ લેન્ડ થવા જઈ રહ્યો છે તેમજ ઈન્ટરનેશનલ એરપોર્ટની ભેટ પણ ટુંક સમયમાં મળવા જઈ રહી છે જેથી આગામી દિવસોમાં આ ઔધોગિક ઝોન વિરાટ કદમો ભરી વિકાસની હરણફાળ ભરશે તેવું મનાઈ રહ્યું છે. હાલ સુધી ઉપેક્ષાનાં કારણે આ ઔધોગિક ઝોન વિકાસથી વંચિત રહ્યું હતું પરંતુ હવે ફરીવાર સૌ કોઈનું ધ્યાન કુવાડવા ઔધોગિક ઝોન તરફ ખેંચાઈ રહ્યું છે જેના કારણે ફરીવાર આ ઔધોગિક ઝોનનો વિકાસ પુરપાટ ઝડપે થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અન્ય ઔધોગિક ઝોનની સરખામણીએ અહીં ફકત ૨૫ ટકા કિંમતમાં જમીનની ઉપલબ્ધતા છે જેના કારણે સુક્ષ્મ અને નાના ઉધોગકારો અહીં ઓછા રોકાણમાં પોતાનો પ્રોજેકટ શરૂ કરી શકે છે.

આવનારા સમયમાં કુવાડવા રોડ પર ઉદ્યોગો સ્થાપવા આશિર્વાદરૂપ: પીન્ટુભાઈ પટેલ

Vlcsnap 2020 05 12 09H17M59S352

અબતક સાથેની વાતચીત દરમિયાન બોમ્બે સુપર હાઈબ્રીડ સીડસ લીમીટેડ એમ.ડી. પીન્ટુભાઈ પટેલએ જણાવ્યું હતુકે અમારી કંપની મગફળી બિયારણ, ડુંગળી બિયારણ સહિત ૧૩૦ જેટલી આઈટમોમાં અમે કામ કરી રહ્યા છીએ. અમારૂં યુનિટ કુવાડવા જીઆઈડીસીની બાજુમાં રોડ પર આવેલ છે. અમે અમારી કંપનીમાં સેનીટાઈઝરનો ઉપયોગ માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સથી જ કામ કરીએ છીએ. આવનારા સમયમાં બિયારણની અછત ન સર્જાય અને એક સાથે વરસાદ પડે અને ખેડૂતોને બિયારણની જરૂરત પડે ત્યારે અમે ખેડુતોને સીડની જરૂરત પડે તો તે મુજબનું સીડ અમે પૂરૂ પાડી અમે બાર કલાક ૧૪ કલાક કામ ઉપલબ્ધ કરી રહ્યા છીએ.

Vlcsnap 2020 05 11 09H23M36S180

આવનારા સમયમાં પણ સીડની જરૂરીયાત સંપૂર્ણ પણે વિસ્તાર વધશે ગુજરાતભરમાં ગયું ચોમાસુ સારૂ રહ્યુ હતુ. અત્યારથી સીંગદાણાનું વાવેતર ચાલુ થયું છે. સોયાબીનનું વાવેતર શરૂ થયું છે. આ વર્ષે વરસાદ સારો થાય તો વિસ્તાર પણ વધશે ઉત્પાદન વધશે અને સારૂ ઉત્પાદન આવી શકે તે માટે ખેડુતોની જરૂરત મુજબની સીડ પૂરૂ પાડી શકીએ બોમ્બે સુપર ૧૯૮૩થી કાર્યરત છે. પરંતુ ૨૦૦૫થી કુવાડવા જી.આઈ.ડી.સી.માં યુનીટ બનાવેલ છે. ત્યારે અહીયા કોઈ નહતુ પરંતુ આવનારા સમયમાં ટ્રાન્સપોર્ટેશન મહત્વનો કિસ્સો રહેશે. સરકારે ભવિષ્યમાં અહી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ. નાના-નાના વાહનો મળવાની મુશ્કેલી છે.કુવાડવા સેન્ટર, શાપર, મેટોડા, કરતા લેન્ડની દ્રષ્ટિએ સસ્તો છે. હાઈવે ટચ છે. આજે સરકાર તરફથી સીકસ લેન રોડ બનાવવામાં આવ્યો છે. બોમ્બે સુપરસીડથી એક કીલોમીટર આગળ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. જે ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. આ બધી સુવિધાથી અહીયાનું ભવિષ્ય ખૂબજ ઉજજળું છે તેવું લાગી ર્હયું છે. કુવાડવામાં અંદાજે ૩૦૦ જેટલી નાની મોટી ઈન્ડસ્ટ્રીઝ હશે જેમાં એગ્રો લાઈનની ઈન્ડસ્ટ્રીઝ પલસીસ, કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ વગેરે છે. આવનારા સમયમાં ઘણી ઈન્ડસ્ટ્રીઝની ઈન્કવાયરી આવે છે.

પેકેજીંગ ઉદ્યોગને વેગવંતુ બનાવવા સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે: વિન્ટેક પ્રાઈવેટ લી.

Vlcsnap 2020 06 05 10H08M28S250

વિન્ટેક પ્રા.લી.ના જય પટેલએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે. લોકડાઉન પહેલા અમારી પ્રોડકટની સારી માંગ હતી. અત્યારે અમારા માટે ખૂબજ ગંભીર રહી છે. કારણ કે પેકેજીંગ ઉદ્યોગની માંગ બંધ થઈ ગઈ છે. માટે ડોમેસ્ટીક એકસપોર્ટમાં અમારે રજીસ્ટ્રેશનની જરૂર હતી જે ખૂબ મહેનત બાદ મળી હતી.

Vlcsnap 2020 06 05 10H08M34S47

અમારી પ્રોડકટ પર ગવરમેન્ટે બેન મૂકેલ છે. જેનાથી અમારી મેન્યુફેકચરીંગની સંપૂર્ણ સક્ષમતા હોવા છતાં પ્રોડકટ બહાર મોકલી શકતા નથી જેનાથી અમને અને દેશ બંનેને નુકશાન થશે. સરકારે એચ.એસ.એલ. પ્રોડકટનું એકસપોર્ટ બેન્ડ છે. તે ઘટાડવું જોઈએ તેમજ પોર્ટ પરની પ્રોસેશ ઝડપી કરવી જોઈએ.

ઉદ્યોગ સાહસિકો માટે કુવાડવા જીઆઈડીસી સોનેરી તક સમાન: ભગવતી ટ્રેડીંગ

Alpeshbhai Kesariya

ભગવતિ ટ્રેડિંગના અલ્પેશભાઈ કેસરીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે કોરોના વાયરસની જે મહામારી છે તેમાં ઉદ્યોગો બંધ છે. પરંતુ અમા એસેન્સીયલ પ્રોડકટ હોવાથી અમને પહેલા દિવસથી જ ઉદ્યોગ ચાલુ રાખવાની છૂટ મળી હતી. અમારી ફેકટરી ફુલી ઓટોમેટીક હોવાથી અમારે મેન પાવરની ઓછી જરૂર પડે છે. પરપ્રાંતીય મજૂરોની જો વાત કરવામાં આવે તો એ મજુરો પણ પોતાની ફેકટરીમાં કામ મળી રહેતું હોવાથી વતન જવા માટે તૈયાર નથી તે અહીં રહીને જ કામ કરવા માંગે છે. અમારી એસેન્સીયલ પ્રોડકટમાં રો મટીરીયલ ન મળે તો અમારી ઈન્ડસ્ટ્રી સંપૂર્ણ બંધ થઈ જશે. અમારે મુખ્ય બે પ્રશ્ર્નો છે. એક પરપ્રાંતિય મજૂરો અને રો મટીરીયલ સરકાર દ્વારા જે નાફેડમાં અમરી રો મટીરીયલ છે તે મળી જાય તો અમારી ફેકટરી

Vlcsnap 2020 05 12 15H09M38S027

આરામથી ચાલી શકશે. સૌથી વધુ ડેવલોપમેન્ટ હોય ઈન્ડસ્ટ્રીયલ બાબતે તો એ કુવાડવા જી.આઈ.ડી.સી. અહી કોઈ ઉદ્યોગપતિ અહીં ફેકટરી બનાવે છે તેમને ફાયદા ઘણા છે. હા થોડી તકલીફો છે કે ટ્રાન્સપોર્ટેશન રાજકોટથી કુવાડવા વચ્ચે નથી. આ ટ્રાન્સપોર્ટેશનના અભાવે શ્રમિકોને તકલીફ પડે છે. અહી પાણીનો પણ પ્રશ્ર્ન છે. અહી પાણીના તળ નીચા છે. ઉદ્યોગોમાં પાણીનો વપરાશ મોટા પ્રમાણમાં થતો હોયતો પાણીની વ્યવસ્થા કરવાથી એમા પણ ફાયદો થશે. બીજી સમસ્યા એ છેકે રાજકોટની ભાગોળે આવેલી ઘણી ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં ગેસની વ્યવસ્થા છે. જયારે હાલ અહીંથી ગેસની પાઈપ પસારથતી હોવા છતાં અહી ગેસની વ્યવસ્થા છે નહી ટ્રાન્સપોર્ટેશન રાજકોટમાં આવે કે બહાર જાય બધુ અહીના આ રોડ પરથી જ થાય છે. ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ થઈ રહ્યું છે. સીકસલેન રોડનું કામ થઈ રહ્યું છે. માટે ભવિષ્યમાં આ વિસ્તાર ખૂબજ ડેવલોપ થશે પહેલુ આ ત્રણથી ચાર વસ્તુ જે સરકાર તરફથી મળવી જોઈએ તેમ વ્યવસ્થા થઈ જાય તો આ વિસ્તારનાં ઉદ્યોગોનો વિકાસ ખૂબ થાય અમારે અહી જમીનના વ્યવસ્થા ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા છે જ બસ ફકત ગેસ, લોકલ ટ્રાન્સપોર્ટેશન જેવી પ્રાથમિક વ્યવસ્થા મળી જાયતો ખૂબ સારો ફાયદો થશે.

માર્કેટ બંધ હોવાના કારણે ઉત્પાદન ચાલુ હોવા છતાં અનેક મુશ્કેલી: યોગેશભાઈ કેસરીયા

Vlcsnap 2020 06 10 17H37M47S025

ભગવતી ઈન્ટરનેશનલનાં યોગેશભાઈ કેસરીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે કુવાડવા જીઆઈડીસીમાં માણસોને લાવવા મુકવાનો પ્રશ્ર્ન છે. હાલ અમે જેમબને તેમ ઓછા લોકોથી યુનિટ ચલવીએ છીએ અમારા ત્યાં કામ કરતા લોકો અહી રહેતા હોય હાલમાં કામકાજ ચાલુ છે. પરંતુ હાલ અમારા માટે ખૂબ કપરી પરિસ્થિતિ છે. કારણ કે માર્કેટ હાલ બંધ છે. માર્કેટ ખૂલશે નહી તો અમારી પ્રોડકટ બહાર જશે નહી આવનારા સમયમાં મંદીની સ્થિતિ જોવા મળશે. કારણ કે મધ્યમ વર્ગનાં લોકો પાસે પૈસા પૂરા થઈ જશે. કુવાડવા જીઆઈડીસીમાં કોમોડીટી પર આધારીત ઉદ્યોગો આવેલા છે.જેમાં ફૂડની પ્રોડકટ વધારે છે. આ જી.આઈ.ડી.સી.માં બેંકીંગ વ્યવસ્થા હાલ નથી જેનાથી અમારે બેંકીંગના કામ માટે રાજકોટ ધકકો થાય છે. કુવાડવા ગામમાં પણ કોઈ મોટી બેંક નથી. માસ ટ્રાન્સપોર્ટેશન મળવાથી શ્રમિકોની સેફટી રહે છે. હાલ મજૂરો જે વાહનોમાં ટ્રાન્સપોર્યેશન કરે છે તે સેફ નથી.

Vlcsnap 2020 06 10 17H37M52S849

આ જીઆઈડીસીનું ભવિષ્ય ખૂબજ સારૂ છે.અહી જમીન પૂરતા પ્રમાણમાં છે. અમદાવાદ નેશનલ હાઈવે અહીંથી પસાર થાય છે. અહી કોમોડીટી ઝોન હોવાથી મગફળી,સીંગદાણા, મગ, ચણા, કઠોળ, જીરૂ, ધાણા, તલ, એવાજ અહીં યુનીટો આવેલા છે. એને લગતા જ ઉદ્યોગો વિકસશે તેવું મારૂ માનવું છે.

પરપ્રાંતીયોની ગેરહાજરીથી ઉત્પાદનમાં જોવા મળ્યો છે ઘટાડો: આટકોટીયા વર્કસ પ્રા.લી.

Vlcsnap 2020 06 05 10H10M37S1

આટકોટીયા વર્કસ પ્રા.લી.ના અજયભાઈ આટકોટીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન પૂર્વ વર્ષ ૨૦૧૯-૨૦ના અંતમાં વેદના હતી કે અમુક પ્રશ્ર્નો થશે પરંતુ અમારો આર્થિક ગ્રાફ અમે મેન્ટેન રાખેલો હતો જેથી અમને કોઈ તકલીફ ન હતી. સરકારની ગાઈડલાઈન પ્રમાણે લોકડાઉન દરમિયાન અમારી ફેકટરીમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોને બધી વ્યવસ્થા કરી આપી હતી. લોકડાઉન પૂર્ણ થતા બધા કામકાજ ફરીથી શરૂ થઈ ગયા શ્રમિકો પોતાના વતન જતા રહ્યા છે તેનાથી અમે હાલ ૬૦% શ્રમિકોથી કામકાજ ચલાવીએ છીએ. લોકડાઉન પછી ઉદ્યોગોને સ્ટ્રીટલાઈન કરવા માટે સરકારશ્રી તરફથી ૨૦ લાખ કરોડ રૂપીયાની આર્થિક પેકેજ ફાળવેલ છે. તેનાથી શકય તેટલા બધા લોકોને ફાયદો થશે ખાસ કરીને એમ.એલ.એમ.ઈ. સેકટરને બુસ્ટર મળે તેવા પ્રયાસ સરકાર કરે તો ફાયદો થશે. સરકાર દ્વારા ઉદ્યોગોને બેઠા કરવા માટે ઘણી બધી જાહેરાતો કરી ચૂકી છે. તે સરકારશ્રીના જે કોઈ નિર્ણય હોઈ તે યોગ્ય છે. બેંકએ લોન માટેની પ્રોસેશ ઝડપી કરવી જોઈએ જેથી ઝડપથી જરૂરીયાતમંદ લોકોને લોન મળી રહે. પરપ્રાંતીય શ્રમિકો મોટા પ્રમાણમાં વતનમાં જતા રહ્યા છે. જેનાથી પ્રોડકશનમાં અસર થાય જ છે. તો અત્યારે એ ના વિચારવું જોઈએ પરંતુ એમ વિચારવું જોઈએ કે સવારે ૮ થી ૭ ના સમયમાં કેવી રીતે કામ કરી શકાય તેમ વિચારવું જોઈએ.

Vlcsnap 2020 06 05 10H11M01S236

એકસપોર્ટની જે સરકારની સ્ક્રીમ હતી જે ૩૧ માર્ચે પૂર્ણ થવાની હતી તે વધારી છે. જે ખૂબ સારી બાબત છે. ડયુટીડીબ્રેકની સ્ક્રીમ પણ ચાલે જ છે. સરકારની એકસપોર્ટની સ્કીમો પણ યોગ્ય જ છે. આવનારા સમયમાં એકસપોર્ટ વધશે તેવું માનવું છે. પરિવહન ને અસર પહોચી હતી પરંતુ હવે એ રેગ્યુલર થવા લાગ્યું છે. થોડો સમય લાગે છે. પરંતુ આવનારા સમયમાં એ બધુ યોગ્ય થઈ જશે.

પબ્લીક ટ્રાન્સપોર્ટેશનની કુવાડવા જીઆઈડીસીને તાતી જરૂરીયાત: રામદેવ ટ્રેડીંગ

Vlcsnap 2020 05 12 15H13M09S322

રામદેવ ઈન્ડસ્ટીના માલિક અશ્ર્વિનભાઈ તન્ના એ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે… લોકડાઉન ખૂલ્યા પછી શ્રમિકોનાં ખૂબ પ્રશ્ર્નો થશે. હાલ અમારી જી.આઈ.ડી.સી.માં રોડ રસ્તાના પ્રશ્ર્નો છે. તેમજ પાણીની અવ્યવસ્થા છે. તેમજ અહીંના વિસ્તારમાં જમીનની કિમંત સાવ ઓછી છે. આજુબાજુનાં ૧૦ કિલોમીટરના વિસ્તારમાંથી મહિલાઓ કામ કરવા માટે આવે છે. લોકડાઉન પહેલા જીઆઈડીસીની તમામ ફેકટરીઓ ૨૪ કલાક ધમધમતી હતી હાલ ૫૦% ફેકટરીઓ ચાલે છે. અહી સીટી બસ ચાલુ કરવાથી શહેરમાંથી આવતા મજૂરોને ફાયદો થશે.

Vlcsnap 2020 05 12 15H12M27S457

પરિવહન અહીથી સારૂ છે. તેમજ બીજી એકસપોર્ટ કરતી ઈન્ડસ્ટ્રીઓ અહી આવી છે. જે ફાયદાકારક છે. મુખ્ય ડ્રેનેજ વ્યવસ્થા યોગ્ય કરવી જોઈએ સફાઈ સંપૂર્ણ થતી નથી. જો એ હલ થશે તો ખૂબ ફાયદો થશે એશોસીએશન પણ ખૂબ સહકાર આપે છે. આવનારા સમયમાં અમદાવાદ હાઈવે પર ખૂબ વિકાસ થશે.

ઉદ્યોગોને સતાવી રહી છે  તરલતાની સમસ્યા: આઈડોલ પોલી પ્લાસ્ટ

Vlcsnap 2020 06 05 10H07M56S176

આઈડેલ પ્રોલીટેક પ્રા.લી.ના જીતુભાઈ પટેલએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે. લોકડાઉન પહેલા અમારા ઉદ્યોગોમાં બધુ ચાલતું હતુ આર્થિક ટ્રાન્જેકશન પણ થતા જ હતા. લોકડાઉન દરમિયાન કેવી રીતે ફેકટરી ચલાવશું માણસો કેવી રીતે લાવશું તેમજ ધંધા બંધ હોવાથી પગાર કેવી રીતે કરશુ આ પ્રકારની સમસ્યાઓ હતી લોકડાઉન ખૂલ્યાબાદ ઉદ્યોગો શરૂ થયા છે.ત્યારેઅમારી સમક્ષ મુખ્ય સમસ્યાઓ લીકવીડીટીની અને લેબરથી થશે. અત્યારે લેબરો મળે છે. પરંતુ તેઓ પાસે સ્ટ્રીટ નથી તેમને તૈયાર કરવા પડશે. સરકારે અમારી એગ્રીકલ્ચર લાઈન છે તેમાં સબસીડી આપી પ્રોત્સાહીત કરવા જોઈએ તેમજ ખેતીવાડીના સાધનોમાં જીએસટીમાં રાહત આપવી જોઈએ જો વાત કરીએ તો હાલ રોમટીરીયલ પૂરેપૂરૂ હાજર નથી. કામ ચલાઉ મટીરીયલ મળે છે.

Vlcsnap 2020 06 05 10H08M18S140

પરિવહન પણ બંધ હોવાથી પ્રશ્ર્નો થાય છે. સરકારે નિકાસ માટે સહાય આપવી જોઈએ એમને કલીયરન્સ પ્રોસીઝરના ચાર્જીસ ઓછા કરવા જોઈએ તેમજ વધુને વધુ ચાન્સ મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. બેંક ઓછુ વ્યાજ લે તેમજ નવી લોનો ઝડપથી મળે તેવી આશા રાખી છીએ શ્રમિકો પોતાના વતન જતા રહ્યા છે. પરંતુ હવે પાછા આવી શકે તેમ નથી. તેમને મદદ કરવા કલેકટરની મંજૂરી પણ લઈએ છીએ.

કુવાડવા જીઆઈડીસીને ધમધમતું કરવા ફક્ત પાયાની સવલતોની જરૂરીયાત: ન્યુ રામદેવ ટ્રેડીંગ

Vlcsnap 2020 05 12 15H15M45S081

ન્યુ રામદેવ ટ્રેડીંગના વનમાળીભાઈ તન્નાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે હાલ મજૂરો મર્યાદીત પ્રમાણમાં મળે છે. મજૂરો કામ કરવા માટે ખુશ નથી અહી પાણીનો પ્રશ્ર્ન વર્ષોથી છે. કેટલા સમયથી વીજપૂરવઠો અવ્યવસ્થિત છે. અમારા એસોસીએશન પણ સતત કાર્યરત છે. અમરા પ્રશ્ર્નોને લઈ સરકારને અવાર નવાર રજૂઆત કરવામાં આવે છે. અહી કોમોડીટીના ઉદ્યોગ છે.

Vlcsnap 2020 05 12 15H15M26S063

લોખંડના ઉદ્યોગમાં અમારે અહીં જ માલની ખરીદી થવા લાગી છે. પહેલા એ વેચવા માટે બહાર મોકલવા પડતા હતા. બીજા જી.આઈ.ડી.સી. કરતા કુવાડવા જી.આઈ.ડી.સી.ને ખૂબ સારી તકો મળેલ છે.

સંપૂર્ણ ઈન્ડસ્ટ્રીઝ કાર્યરત થવા કર્મચારી અને રો-મટીરીયલ અત્યંત જરૂરી: આલીમ સરદાર (મેનેજર)

Vlcsnap 2020 06 10 17H11M33S536

પરફેકટ ટેકનોલોજીના મેનેજર આલીમભાઈ સરદાર એ અબતકની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુકે, સંપૂર્ણ ઈન્ડસ્ટ્રીઝને કાર્યરત થવા હાલ રોમટીરીયલ અને કર્મચારીઓની પુષ્કળ પ્રમાણમાં જરૂર છે. અમારી પાસે થોડાક સમય મર્યાદા સુધી ચાલે તેટલો રો મટીરીયલ છે. હાજર રોમટીરીયલથી શકય તેટલુ કાર્ય કરી રહ્યા છીએ. પરીવહનને સંપૂર્ણ પણે મંજૂરી પ્રાપ્ત થઈ શકે અને છૂટછાટ મળે તો ઈન્ડસ્ટ્રીઝને ખૂબ મોટી રાહત મળી શકે છે. કુવાડવા જી.આઈ.ડી.સી. એ ટ્રાન્સપોર્ટેશન માટેનું હબ ગણી શકાય અહી અમદાવાદ હાઈવે એ અત્યંત ફાયદાકારક ગણી શકાય. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ અમે ઈન્ડસ્ટ્રીઝ ને કાર્યરત રાખી છે.

Vlcsnap 2020 06 10 17H11M12S243

દરેક કામ સાવચેતી અને સલામતીની તકેદારી રાખીને કરવામાં આવી રહ્યું છે. હાલ ૩૦% કર્મચારીઓ થકી ઈન્ડસ્ટ્રીઝને શરૂ કરવામાં આવી છે. આવનારા સમયમાં નવા ઉદ્યોગ સાહસીકો અને કર્મચારીઓ માટે ઉજળી તક માટે કુવાડવા જીઆઈડીસી ખૂબ સારૂ લોકેશન ગણી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.