Abtak Media Google News

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની સફળ રજૂઆત: ખીરસરા જીઆઇડીસીની સામે ખાલી પડેલી જગ્યામાં ઓદ્યોગિક એકમોને ૫૦ ટકા રાહત ભાવે ૫૦૦૦ ચોમીનાં પ્લોટ ફાળવવાની પણ માંગ

રાજકોટના ખિરસરા જી.આઇ.ડી.સી.ની સામે ખાલી પડેલ જગ્યામાં ઔદ્યોગિક એકમોને ૫૦% રાહત ભાવ સાથે ઓછામા ઓછા ૫૦૦૦ ચો.મી.ના પ્લોટની ફાળવણી કરવાની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મુખ્યમંત્રી તથા જીઆઇડીસીના ચેરમેન અને કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતને ધ્યાને લેતા નિર્ણય કરવામાં આવ્યો છે કે જીઆઇડીસીના પ્લોટ ધારકો હવે ૩૦ સપ્ટેમ્બર સુધી ડાઉનપેમેન્ટ કરી શકશે.

સરકાર દ્વારા એમએસએમઇની વ્યાખ્યા બદલી એનએસએમઇને વધુને વધુ લાભ મળી શકે તેવા પ્રયાસો હાથ ધરાયેલ છે. અને સરકાર દ્વારા આવા ઔદ્યાગીક એકમો માટે ઘણા રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવેલ છે. તે આવકારદાયક છે. તેને ધ્યાને લઇ ખિરસરા જીઆઇડીસીની સામે ખાલી પડેલ જગ્યામાં ઔદ્યોગિક એકમોને ૫૦% સુધીના રાહત ભાવ સાથે ઓછામાં ઓછા ૫૦૦૦ ચો.મી.ના પ્લોટની ફાળવણી કરવામાં આવે તેવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, જીઆઇડીસી ચેરમેન બળવંતસિંહ રાજપૂત તથા કલેકટર રેમ્યા મોહનને રજૂઆત કરવામાં આવી હતી.

વધુમાં રાજકોટ ચેમ્બરની રજુઆતને ધ્યાને લઇ ખિરસરા જીઆઇડીસી ખાતે ફાળવેલ પ્લોટ ધારકોને જી.આઇ.ડી.સી.ના પત્ર મુબજ ડાઉન પેમેન્ટ ભરવાની છેલ્લી તા.૩૦ જૂન આપી હતી. કોરોના જેવી વૈશ્ર્વિક મહામારીને ધ્યાનમાં રાખી પ્લોટ ધારકોને ડાઉન પેમેન્ટ ભરવાની મુદત તા.૩૦ સપ્ટેમ્બર સુધી વધારી આપવામાં આવેલ છે. આમ રાજકોટ ચેમ્બરની માંગણીનો માનનીય મુખ્યમંત્રીએ સ્વિકાર કર્યો છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.