Abtak Media Google News

અમરેલી જિલ્લામાં ખાનગી હોસ્પિટલમાંમાં સારવાર લેતા કોવિડ દર્દીઓને રેડમેસીવીર ઈન્જેકશન તેમજ ઓક્સિજનનો પૂરતો જથો આપવાની રજુઆત લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી કરવામાં આવેલ છે.

તેઓએ રાજ્ય સરકારને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે કોવિડ દર્દીઓ ગમે તે ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર મેળવી શકશે અને ડોક્ટર તેની પૂરતી સારવાર આપી શકશે. હાલ કોવિડ દર્દીઓની સંખ્યા વધતી જાય છે. જિલ્લાના તાલુકા મથકે આવેલ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનની મુશ્કેલીઓ વધતી જાય કોરોના રિપોર્ટ હજુ ન આવ્યો હોય અને લક્ષણો હોય તેવા દર્દીઓને પણ પૂરતા પ્રમાણમાં રેડમેસીવીર ઈન્જેકશન મળતા નથી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલ અને સિવિલ તેમજ કોવિડ માન્ય હોસ્પિટલને રેડમેસીવીર ઈન્જેકશન આપવામાં આવી રહ્યા છે. અન્ય ખાનગી હોસ્પિટલમાં નહિ હાલ જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન અને ઓક્સિજનનો જથ્થો નહિ મળવાના કારણે મૃત્યુઆંક વધવા લાગ્યો છે ત્યારે આપની જાહેરાત મુજબ નીતિ અન્વયે  રાજ્યની જનતાના હિત માટે રાજ્યની કોઈપણ હોસ્પિટલ કોવિડની સારવાર લેતા દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને ઈન્જેકશન મળે તે જરૂરી  છે તેમજ લાઠી, કુંડલા અને રાજુલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો પ્લાન્ટ સ્થાપવાની મંજુરી પણ ત્વરિત આપવા રજુઆત કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.