Abtak Media Google News

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 યોજાનાર હોય ચૂંટણી દરમિયાન પ્રચારના હેતુસર સભા કે સરઘસો યોજી તેમાં માઇકનો ઉપયોગ કરી અવાજનું પ્રદુષણ રોકવા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી અવાજના પ્રદુષણને રોકવા અને ધ્વનિ પ્રદુષણથી લોકોની તંદુરસ્તીને વિપરીત અસર ન પહોંચે, લાઉડ સ્પીકરના ઉપયોગથી સામાન્ય જનતાને ખલેલ ન પડે તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33ની પેટા કલમ-1 (આર) અન્વજયે જાહેરનામુ બહાર પાડ્યુ છે.

પરવાનગી સિવાય ચૂંટણી પ્રચાર કે વાહન પર માઇક રાખી વગાડી શકાશે નહિ. સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવ્યા બાદ જ સવારના 06 થી રાત્રિના 10 કલાક સુધી જ માઇકનો ઉપયોગ કરવાનો રહેશે. નિયત થયેલા સમય સિવાય ઉપયોગમાં લેવાયેલ કોઇપણ લાઉડ સ્પીકર કે અન્ય જોડાયેલ ઉપકરણો સહિત જપ્ત કરવામાં આવશે. વાહનોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો કે કાર્યકરોએ લાઉડ સ્પીકર વાપરવા માટેની પરવાનગી આપતા સત્તાધિકારીશ્રીઓને આ વાહનોની નોંધણી/ઓળખ નંબરો જણાવવા અને પરવાનગીપત્રો પર નોંધ કરવાની રહેશે.

લેખિત પરવાનગી વિના જે વાહનમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે વાહન, ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર અને તમામ ઉપકરણો સહિત જપ્તા કરવામાં આવશે. ઉમેદવાર કે કાર્યકરે આ મુજબની પરવાનગી મેળવી ચૂંટણી અધિકારીશ્રી અને સ્થાનિક પોલિસ અધિકારીને તે અંગેની જાણ કરવાની રહેશે. કોઇપણ મતવિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલ સમય પૂર્વે 48 કલાક દરમિયાન વાહન પર ગોઠવેલ કે અન્ય પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.