Abtak Media Google News

દેશમાં 10થી વધુ ઈફકોની ફેકટરી લાવવાની ઈચ્છા વ્યક્ત કરતા દિલીપ સંઘાણી

 

અબતક, ભરત ગોંડલીયા, અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ અને સહકાર પરિવાર દ્વારા અમરેલી અમર ડેરી ખાતે ઇફકોના નવનિયુક દિલીપ સંઘાણી નો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો અમરેલી અમર ડેરી ખાતે મહાનુભાવો કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોતમ રૂપાલા, આર.સી. મકવાણા, રાઘવજીભાઈ પટેલ, અજયભાઈ પટેલ, શામળજીભાઈ  પટેલ, ડોલરભાઈ કોટેચા, નારણભાઇ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા આ કાર્યક્રમમાં નવનિયુક્ત ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને કેન્દ્રીય કેબિનેટ મંત્રીએ તેમના વિદ્યાર્થી કાળના દિવસો વાગોળ્યા હતા અને ઇફકોના નવનિયુક્ત ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે આજ દિવસ સુધી દેશમાં ફર્ટિલાઇજર મંગાવવામાં સરકારને હૂંડિયામણ ચૂકવવું પડતું હતું…દેશમાં અત્યારે હૈયાત સહકારી સરકારી પ્રાઇવેટ સંસ્થાઓ છે જે 50 % માલ ઉતપન્ન કરે છે અને વિદેશથી આયાત કરવી પડે છે મહત્વની ફર્ટિ લાઇજરની યુરિયા,ડીએટી,ઝીંક વગેરે આયાત કરવું પડતું તેના બદલે નેનો લિકવિડ યુરિયા શોધીને દેશને પૂરું પડે પરંતુ વિદેશને પૂરું થાય ઇફકોના માધ્યમથી કામગીરી કરીશું અને દેશમાં 10 થી વધુ ફેકટરીઓ લગાવીને દુનિયામાં નિકાસ થાય તેવી ઈચ્છા કરી વ્યક્ત…

પરસોતમ રૂપાલાએ પણ જણાવ્યું કે ખેડૂતોની ખાતરની જરૂરિયાતને પુરી કરવાની ઇફકોની છે…વર્તમાન સંજોગોમાં નેનો યુરિયા ટેક્નોલોજીનો પ્રયોગ આવ્યો છે… ટેક્નોલોજીની અંદર વિશ્વમાં પહેલી વખત આ ટેકનોલોજીના પ્રયોગનો શ્રેય ઇફકોના ફાળે છે એ ટેક્નોલોજીનો વ્યાપક પ્રમાણમાં પ્રયોગ કરવાની નવનિયુક્ત ચેરમેન દિલીપ સંઘાણીએ કરી છે પરંતુ મને પણ એવી શ્રદ્ધા છે દિલીપભાઈ જી જાન થી લાગશે દેશના ખેતી ક્ષેત્રની અંદર ખૂબ મોટું પરિવર્તન આવવાની સંભાવનાઓ છે..ખાતરના ક્ષેત્રની અંદર ખૂબ મોટી પરિવર્તનની શક્યતાઓને હું જોઈ રહ્યો છું…નેનો ટેકનોલોજી યુરિયા એકજ નહીં થાય ડીએપી પણ તૈયાર થવા જઈ રહયા છે..ડીએપી પછીના પણ ન્યુટ્રિએન નેનો ટેકનોલોજીના માધ્યમથી ઉપલબ્ધ થશે તો એગ્રીકલચર સેકટર ની અંદર અને ખાતર સેકટર ની અંદર વિશ્વની ક્રાંતિનું નેતૃત્વ ભારત કરે તેવી આશા અને અપેક્ષા રાખું છું અને દિલીપભાઈને શુભકામનાઓ પાઠવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.