Abtak Media Google News

આ ટ્રેન ચાલુ થતા પાંચ જીલ્લાના અંદાજિત 40 થી 50 લાખ લોકોને ફાયદો થશે

અમરેલી લોકસભાના સાસદ નારણભાઈ કાછડીયા લોકસભા ગૃહમા હમેંશા એકટીવ રહેતા સાંસદમાના એક સાંસદ છે. ત્યારે તેઓએ ગત તા.16/12/2022ના રોજ લોકસભા ગૃહમા સોમનાથ થી હરીદ્વાર સુધી ડાયરેકટ ટ્રેન ચાલુ કરવા બાબતે રજૂઆત કરેલ હતી.

સાંસદ નારણભાઈ કાછડીયાએ લોકસભા ગૃહમા કરેલ રજૂઆત મુજબ, વર્તમાનમા સોમનાથ થી હરીદ્વાર સુધી ડાયરેકટ એકપણ ટ્રેનની સુવિધા ન હોવાને લીધે અમરેલી જીલ્લાના લોકોને હરીદ્વાર જેવા પવિત્ર તીથેધામ ખાતે દર્શન માટે જવામા ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. સોમનાથ થી હરીદ્વાર સુધી ટ્રેન ચાલુ થતા ફકત અમરેલી જ નહી પરંતુ જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને ગીરસોમનાથ જીલ્લાના લોકોને પણ ખુબ જ ફાયદો થશે. તેથી સોમનાથ થી હરીદ્વાર સુધી વાયા : જૂનાગઢ, જેતલસર, અમરેલી, ઢસા, અમદાવાદ સુપરફાસ્ટ ટ્રેન ચાલુ કરવાની ખુબ જ આવશ્યકતા છે.

સાંસદે વધુમા જણાવેલ હતુ કે, અમરેલી સસદીય ક્ષેત્ર માથી હરીદ્વાર આવન-જાવન કરતા શ્રધ્ધાળુઓની સંખ્યા ખુબ જ વધુ છે. પરંતુ સીધી ટ્રેનની સુવિધાનો અભાવ હોવાના કારણે યાત્રીઓને ફરી-ફરીને લાબી યાત્રા કરવી પડી રહી છે. જેના લીધ તેઓના સમયનો ખુબ જ વ્યય થાય છે સાથે સાથે તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયા છે. તેથી જો સોમનાથહરીદ્વાર સુપરફાસ્ટ ટ્રેન ચાલુ કરવામા આવે તો આ ટ્રેન ઘણા ધાર્મિક સ્થળોને જોડતી એક મહત્વપૂર્ણ ટ્રેન સિધ્ધ થશે.

આપણા દેશના 12 જયોતિલીંગ માથી એક સોમનાથ જયોતિલીંગ છે. તેથી જો સોમનાથ થી હરીદ્વાર સુધી ડાયરેકટ ટ્રેન ચાલશે તો પાચ જીલ્લાના અદાજોત 40 થી 50 લાખ લોકોને આ સુવિધાનો લાભ મળશે. તેથી આ ટ્રેન સત્વરે ચાલુ કરવા બાબતે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ તા. 16/12/2022ના રોજ લોકસભા ગૃહમા રજૂઆત કરેલ હોવાનુ સાંસદ કાર્યાલયની અખબારી યાદીમા જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.