Abtak Media Google News

હાલ ડેમમાંથી 645 કયુસેક પાણી છોડવામાં આવ્યું

ધારી તાલુકાના ધારી ગામ પાસે શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર સિંચાઈ યોજનામાં પાણીની આવક થતા સોમવારે બપોરે 13.00 વાગ્યાની સ્થિતિએ જળાશય 96.83 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં પાણીની આવક શરૂ હોઇ નિર્ધારિત સપાટી જાળવી રાખવા ડેમનો 1 દરવાજો 0.25 મીટર ખોલવામાં આવ્યો હોવાથી નીચાણવાળા  ગામોના લોકોને કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા વિનંતી છે. હાલ ડેમાંથી 645 કયૂસેક પાણી છોડવામાં આવ્યું છે.  આ સ્થિતિમાં મામલતદાર ડીઝાસ્ટર અમરેલી દ્વારા અમરેલી અને ભાવનગર જિલ્લાના 46 ગામોને સતર્ક રહેવા સૂચના

આ જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર – જવર ન કરવા માટે અનુરોધ કરવામા આવ્યો છે.

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારી તાલુકાના ધારી, આંબરડી, ભાડ, પાદરગઢ, બગસરાના હાલારીયા, હુલરીયા, અમરેલી તાલુકાના સરંભડા, નાના માંડવડા, મેડી, તરવડા, બાબાપુર, વાંકીયા, ગાવડકા, પીઠવાજાળ, વિઠ્ઠલપુર, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લીલીયા તાલુકાના કણકોટ, આંબા, ક્રાંકચ, બવાડા, બવાડી, ઇંગોરાળા, લોકા, લોકી, શેઢાવદર, સાવરકુંડલા તાલુકાના બોરાળા, જુના સાવર, ખાલપર, મેકડા, ફિફાદ, આંકોલડા ઘોબા, પીપરડી વિસ્તારમાં વસતા હોય તે તમામને સતર્ક અને સાવધ રહેવા અપીલ છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ઠાંસા, જૂના ગુજરડા, મનાજી, રાણીગામ, સતાપડા, પાલીતાણા તાલુકાના ચોક, ડુંગરપુર, હાથસણી, જાલીલા, જીવાપર, રાણપરડા અને રોહિશાળા સહિતના ગામોમાં તેની અસર થઈ શકે તેમ છે, વાયરલેસ ઓપરેટર, અમરેલી ફ્લડ સેલ દ્વારા સૂચના જારી કરવામાં આવી છે.  આ સ્થિતિએ ડેમાં 645 ક્યૂસેક પાણીની આવક હોવાથી ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.