Abtak Media Google News

આસામ સરહદે ફરજ દરમિયાન જાન ગુમવનાર સપૂતોનો દેહ પંચમહાભૂતમાં વિલિન: દેશ ભકિતના ગીતો સાથે 15 હજાર જેટલા લોકો અંતિમ યાત્રામાં જોડાયા

અમરેલીના અમરાપુર ગામના વતની હાલ આસામ બોર્ડર પર લશ્કરી ફરજ બજાવતા હતા તેઓ પોખરણ રાજસ્થાન યુઘ્ધ અભ્યાસ માટે જઇ રહ્યા હતા ત્યારે રેલવે ટ્રેન પર આર્મી વાહનો સાથે જ પાણીનું ટેન્કર સાથે જોડાયેલ હોવા જયાં તેઓ અનય ચાર જવાનો સાથે પાણી ભરવા માટે ટેન્ક પર ગયા હતા. ટેન્ક સાથે હાઇ પાવરના રેડીયેશનની અસરથી પાંચેય જવાનોને વીજ કરંટ લાગતા ગુજરાતના વીર સુપત મનીષ મહેતા ત્યાં જ મૃત્યુ થતા શહીર થયા હતા આજે ર3મીએ  પિતાની પ્રથમ પુણ્યતિથિ એ આ યુવાન વતન આવવાનો હતો પરંતુ તે પહેલા કાલે આ યુવાનનો મૃતદેહ આવ્યો હતો.

અમરેલીમાં ગઇકાલે શહીરની અંતિમયાત્રા સમયે અમરેલી ધ્રુસકે ચડીયો હતો.

અમરેલીના હનુમાન પર રોડ પર રહેતા મનીષ ગુણવંતભાઇ મહેતા (રાજગોર બ્રાહ્મણ)  યુવાન 16 વર્ષથી દેશની રક્ષા કાજે દેશની વિવિધ બોર્ડર પર ફરજ બજાવેલ છે. મનીષભાઇ મહેતા ગત મહિનેએ રજા પર વતન અમરેલી આવેલા અને 16 ડિસેમ્બરે પરત આસામ ગયેલા ત્યાથી રાજસ્થાન બોર્ડર પર કોઇ લશ્કરી ચળવળમાં ભાગ લેવા 4000 હજાર જેટલા જવાનો કટીહાર રે મંડલ ન્યુ જલપાઇ ગુડી એન.જે.પી. રેલવે સ્ટેશનથી ટ્રેન મારફત પોખરણ રાજસ્થાન યુઘ્ધ અભ્યાસ માટે જઇ રહ્યા હતા.

રેલવે ટ્રેન પર આર્મી વાહનો સાથે જ પાણીનુ ટેન્કર સાથે જોડાયેલા હોય જે રેલવે સ્ટેશન પર એ ટેન્ક ભરાઇ રહ્યું હતું. અન્ય સાથે જવાનો ભોજન લઇ રહ્યા હતા. ને મનીષભાઇ મહેતા અને અન્ય ચાર જવાનો પાણી ભરવા માટે ટેન્ક પર ગયા જવા ટેન્ક સાથે હાઇ પાવરના રેડીએશનની અસરથી પાંચેય જવાનોને વીજ કરંટ લાગ્યો હતો. જયારે ગુજરાતના બ્રહ્મ વીર સપૂણ ત્યાં જ મૃત્યુ પામેલ ને અન્ય ચાર જવાનો ગંભીર કરંટ લાગતા હોસ્પિટલ ખસેડાયેલ.

શહીદ આર્મી જવાનોને રવિવારે રાત્ર પી.એમ. કરી બંગાળ ખાતે આર્મી કેમ્પમાં ગાર્ડઓન ઓર્નર આપી તેમના પાર્થિક દેહને વતન અમરેલી ખાતે રવિવારે સ્પેશ્યલ હવાઇ માર્ગ અમદાવાદ એરપોર્ટ લેવાયો હતા.  તેમના વતન અમરેલીમાંથી તેમની અંતિમ યાત્રામાં ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા, સહકારી નેતા દીલીપભાઇ સંઘાણી અને અશ્ર્વિન સાવલિયા તેમજ રાજકીય અનેક સામાજીક અગ્રણી માજી સૈનિકો તેમજ બ્રહ્મ સમાજ અગ્રણી અને ભારે જન મેદની સાથે ભારે હૈયે આપી હતી વિદાય આ જવાનના પરિવારમાં ત્રણભાઇ અને એક બહેન અને પત્ની અને બે પુત્ર ને ભારે કલ્પાંત છોડી દીધા હતા.અમરેલીના સપૂત બોર્ડ ર પર દેશની સેવા કરતાં વીરગતિને પામ્યા બાદ તેમના વતન અમરેલી ખાતેના પાર્થિવ દેહને લાગતા અમરેલીના લોકો અભૂતપૂર્વ અંજલી આપી હતી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વીર જવાના પાર્થીવ દેહને પંચ મહાભૂતના વિલીન થઇ ગયું છે.

Screenshot 7 18 અંતિમ યાત્રામાં માસૂમ પુત્રના સજળ નયન જોઈ લોકોના હૃદયદ્રવી ઉઠ્યા

લશ્કરી ટ્રકમાં શહેરના માર્ગો પર ફરીને લઇ અંતિમ યાત્રા માટે જવાઇ રહ્યો હતો ત્યાં લોકો જયઘોષ કરી રહ્યા હતા. ત્યારે ટ્રકમાં સાથે રહેલા શહીદ મનીષ મહેતા સાત વર્ષનો દિકરો ટ્રક પર ચડીને તિરંગામાં વીટળાયેલા પિતાના મૃતદેહને એક નજરે જોઇ રહ્યો હતો જે હ્રદય કંપાવી દે તેવું હતું.

Screenshot 8 18 જીવનની સાચી મજા લેવી હોય તો આર્મીમાં જોડાવું

યુવાન તેના મિત્રો અને સમાજ યુવાનોને હંમેશા કહેતા કે નોકરીની સાચી મજા લેવી હોય તો આર્મીમાં જ જોડાવાય નોકરીની સાથે સાથે દેશ સેવા ભોમ માટે શહીદ થવાની મઝા કંઇક અલગ હોય આવી વાત કરતા ર4મી જાન્યુઆરી એ તેમના પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નીમીતે સમાજના ગરીબ દર્દીઓને ભોજન કરાવવા અંગે વાત કરેલ આર્મીમાં જોડાય ને નોકરી છાતી ફુલાવીને કરવાની ને આર્મી રાઇફલ હાથમાં લઇ ને નીકળવાનું ફલીંગ મર્સીડિઝ વાડી ચલાવવા કરતા પણ કંઇક અલગ હોય તેવું મનીષ મહેતા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.