Abtak Media Google News

સૌ પ્રથમ વખત એલેક્સા રિમોટ કેપે બિલિટી,લેન વોચ કેમેરા, સીક્સ એરબેગ, વન ટચ ઇલેક્ટ્રીક સન રૂફ, એજાઈલ હેન્ડલિંગ સિસ્ટમ સહિતની અતિ આધુનિક ટેક્નોલોજી સજ્જ મોડેલને સુંદર પ્રતિસાદ મળ્યો છે.

ઓટોમોબાઈલ્સ,હોટેલ,રિયલ એસ્ટેટ અને રિટેઈલ તથા કોમર્સ ક્ષેત્રે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખ્યાતનામ આન ગ્રૂપ દ્વારા આન હોન્ડા ખાતે હોન્ડા સિટી કારનું ફિફ્થ જનરેશન મોડેલ 15 જુલાઇના રોજ શાનદાર રીતે લોન્ચ કરવામાં આવ્યું  હતું.

આ કારના ફીચર જોઈએતો ભારતની ઓટો ઈન્ડસ્ટ્રીમાં એલેક્સા કેપેબ્લિટી ધરાવતી સૌ પ્રથમ આ શ્રેણીની કાર બની રહેશે.આ મોડેલમાં લેન વોચ કેમેરા,વન ટચ ઇલેક્ટ્રીક સન રૂફ, વ્હીકલ્સ સ્ટેબિલિટી આસિસ્ટ વીથ એજાઈલ હેન્ડીલિંગ આસિસ્ટ, અડધો ડઝન એરબેગ સહિતના ફીચર્સ આ શ્રેણીમાં પ્રથમ વખત સમાવેશ કરાયા છે.

Whatsapp Image 2020 07 19 At 2.39.00 Pm
આન હોન્ડાના શ્યામભાઈ રાયચૂરાએ જણાવ્યું હતું કે હોન્ડા શ્રેણીની કાર ગ્રાહકોનો ભરોશો જીતવામાં હમેશા અવ્વલ રહી છે. હોન્ડા કારના ચાહકો તેના નવા મોડેલની રાહમાં હોય છે.આન હોન્ડા દ્વારા ફિફ્થ જનરેશન હોન્ડા મોડેલને લોંન્ચિંગ સાથે જ અપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.હોન્ડાના ફિફ્થ જનરેશન મોડેલના બુકિંગ માટે આન હોન્ડા હેલ્પલાઇન 85111 35111 ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.