Abtak Media Google News

આંતરિક બદલી કેમ્પમાં ભાગ લેનારા શિક્ષકોએ પુનઃઓનલાઇન અરજી કરવી પડશે

રાજ્યના પ્રાથમિક શિક્ષકોની બદલીને લઇને વધુ એક સમાચાર સામે આવ્યા છે. બદલીને લઈને જાહેર થયેલ મોટી અપડેટ અગાઉ કરેલી ઓનલાઇન બદલી માટેની અરજીઓ રદ કરવામાં આવશે. તેવો નિર્ણય કરવામા આવ્યો છે. જેના ભાગરૂપે આંતરિક બદલી કેમ્પમાં ભાગ લેનારા શિક્ષકોએ પુનઃઓનલાઇન અરજી કરવી પડશે. સાથે જ પ્રથમ તબક્કાના બદલી કેમ્પ માટે ઓનલાઇન અરજી 2 જૂનથી 7 જૂન દરમિયાન કરી શકાશે.

શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર આંતરિક બદલી કેમ્પ માટેનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આંતરિક બદલી કેમ્પમાં ભાગ લેનારા શિક્ષકોને 30 જૂન અને પહેલી જુલાઇના રોજ ઓર્ડર ઇશ્યુ કરી દેવાશે. તેવી નોંધ કરાઈ છે. એજ રીતે આંતરિક કેમ્પ માટેના નિયમો પણ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. સાથે શિક્ષકો માટે આંતરિક બદલી કેમ્પનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય કરી નવા બદલીના નિયમની જાહેરાત કરાઈ હતી, શિક્ષણ વિભાગના નિર્ણયથી 40 હજારથી વધુ શિક્ષકોમાં આનંદની લાગણી છે. નવું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય તે પહેલા બદલી કેમ્પ પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.એપ્રિલ 2022માં સરકારના સુધારા ઠરાવ સામે વાંધો ઉઠાવ્યો હતો. સરકારના નિર્ણય વિરુદ્ધ શિક્ષકો કોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટમાં 250થી વધુ પિટીશન કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયા પણ બદલી કેમ્પ મોકુફ રહેતા અટકી પડી હતી. શિક્ષકોની  બદલી અંગે શિક્ષક સંઘે પણ સરકાર સાથે 6 બેઠકો કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.