Abtak Media Google News

ધો.૧૦નું વિજ્ઞાન અને ટેકનોલોજીનું પ્રશ્ર્નપત્ર સરળ: વિઘાર્થીઓ રાજીના રેડ

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થયો છે. ત્યારે આજે ધો.૧૦માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું જયારે ધો. ૧ર સાયન્સ પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું હતું. અને સામાન્ય પ્રવાહમાં આંકડા શાસ્ત્રનું પેપર લેવાયું હતું. જો કે ધો.૧૦નું વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર એકદરે સરળ નીકળ્યું હતું. ધો.૧૦માં રાજકોટ જીલ્લામાં કુલ ૯૧૨ વિઘાર્થીઓ ગેરહાજર  રહ્યા હતા. અને ભાયાવદરની બોયઝ હાઇસ્કુલમાં એક કોપીકેસ પણ નોંધાયો હતો.

ધો.૧૦માં આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર લેવાયું હતું. વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર સરળ નીકળતા વિઘાર્થીઓ ગેલમાં આવી ગયા હતા. જો કે શિક્ષકોના અભિપ્રાય મુજબ વિજ્ઞાન અને ટેકનોલોજીના પેપરમાં એક એમ.સી.કયુ. થોડો અધરો પૂછાયો હતો. જયારે પાર્ટ-બી થીયરીનો હતો. જેમાં પ૦ માકસની થીયર પુછવામાં આવી હતી. જેમાં ૪૩ માકસના પ્રશ્ર્નો એકદરે સરળ નીકળ્યા હતા. જયારે ૩  પ્રશ્ર્નો થોડા અધરા અને ટવીસ્ટ કરીને પૂછવામાં આવ્યા હતા. રાજકોટના વિજ્ઞાન અને ટેકનોલોજીના એકસ્પર્ટોના જણાવ્યા અનુસાર જે હોંશિયાર  વિઘાર્થીઓ છે તેઓ માટે પેપર સરળ જ હતુ પરંતુ જે નબળા અને મઘ્યમ વિઘાર્થીઓ માટે સાત માકસનુ પેપર અધરુ નીકળ્યું હતું.

ધો.૧૦માં ભાયાવદરમાં એક કોપીકેસ

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષાનો સોમવારથી શુભારંભ થયો હતો. જેમાં આજે ધોરણ ૧૦માં વિજ્ઞાન અને ટેકનોલોજીના પેપરમાં રાજકોટ જીલ્લાના ભાયાવદર માંથી કેઅ કોપીકેસ નોંધાયો હતો. ભાયવારની બોયઝ હાઇસ્કુલમાં એક વિઘાર્થીને સુપરવાઇઝરે કાપલી સાથે ઝડપી પાડયો હતો. મળતી માહીતી મુજબ ધો.૧૦નો વિઘાર્થી રાહુલ મુંઝાભાઇ બઘ્ધ આજરોજ વિજ્ઞાન અને ટેકનોલોજીના પેપર આપતી વેળાએ કાપલીમાંથી ચોરી કરતો હોય સુરપવાઇઝેરનું ઘ્યાન જતા વિઘાર્થી સામે કોપી કેસ દાખલ કર્યો હતો. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના પેપરમાં કુલ ૫૩૧૦૩ વિઘાર્થીઓ હાજર રહ્યા હતા જયારે ૯૧૨ વિઘાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.