Abtak Media Google News

ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવના ત્રીજા દિવસે દિવસભર ભાવિકોએ બાપ્પાના દર્શન માટે લાઈનો લગાવી હતી. સાંજે શહેરના પ્રબુદ્ધજનો, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં ગજાનન ભક્તોએ મહા આરતીનો સુખ શાતા અર્પતા લાભ લીધો હતો. રાજકોટ શહેર પોલીસની સી – ટીમના મહિલા પોલીસ અધિકારી, કર્મચારીઓએ પણ મહા આરતીનો લ્હાવો લીધો હતો.

Advertisement

ક્રાંતિ બેન્ડ શોની ગણેશ ભક્તિ સંગીતમાં ભાલચંદ્રના ભકતો રસતરબોળ

રાજકોટ શહેર પોલીસની તવય ટીમએ મહાઆરતીનો લ્હાવો લીધો

ત્રિકોણ બાગ કા રાજાના સ્ટેજ પરથી સી ટીમએ ઉપસ્થિતોને સી ટીમની કામગીરીથી વાકેફ કરી માર્ગદર્શિત કર્યા હતા. ખાસ કરીને મહિલાઓ બાળકો અને વડીલો માટે ઉપલબ્ધ સી ટીમની સેવા, નિષ્ઠા અને કાર્ય ભૂમિકા જાણી ઉપસ્થિત દર્શક, શ્રોતાઓ ભારે અભિભૂત થયા હતા. મહા આરતી બાદ ક્રાંતિ બેન્ડના શોની સુરાવલીઓમાં ગણેશ વંદનાની ધૂનથી સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિકતાનો સ – ધાર્મિક માહોલ છવાયો હતો.

કાલે નાના બાળકોની શ્લોક સ્પર્ધા અને હનુમાન ચાલીસાના સામૂહિક પાઠથી ગુંજશે ત્રિકોણબાગ ચોક

પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથિરીયા, હંસરાજભાઇ ગજેરા (પૂર્વ અધ્યક્ષ બિન અનામત આયોગ), રઘુવંશી સમાજ મહિલા અગ્રણી જાગૃતિબેન ખીમાણી, કિરણબેન માકડિયા (રાજકોટ શહેર મહિલા મોરચા પ્રમુખ), રીટાબેન સખીયા, શોભાબેન સોમૈયા, રાજકોટ મનપા શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, વિજુડી યુ-ટ્યુબ ચેનલ ફેઇમ ક્રિષ્ના બેસ (કિશુડી) અને દર્શનાબેન બેસ, સી.જે. ગ્રુપના ચિરાગ ધામેચા, જેન્તીભાઇ સાપરિયા, રાજેન્દ્રભાઈ રાઘેલિયા, મનુભાઈ પ્રજાપતિ, હરેશ ડાંગર તથા નીનાબેન વજીર (રાજકોટ શહેર પૂર્વ મંત્રી ભાજપ), ભાજપ મહિલા અગ્રણી દિવ્યાબેન ચૌહાણ, રાષ્ટ્રીય કરણી સેના મહિલા પ્રમુખ દિક્ષિતાબા ચૌહાણ, વિજય ગઢિયા, (ડિરેક્ટર), સંગીતા ગઢિયા (માતૃ મંદિર કોલેજ), સચિન કોટક, હરેશ બોરીચા, અભય નંદા સહિતના આમંત્રિત મહેમાનોએ સંધ્યા મહા આરતીનો લાભ લીધો હતો.

આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો .વલ્લભ કથીરિયાએ તેના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ત્રિકોણબાગ કા રાજાએ જાજરમાન સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવાનું પ્રણેતા છે. છેલ્લા 25 વર્ષથી થતાં આ આયોજનમાં હું પ્રારંભથી જ દર્શન કરવા આવતો રહું છું આજે શુક્રવારે રાતે 8:30 કલાકે મહા આરતી બાદ રાત્રે 9 કલાકે મુંબઈના કલાકારોની સપ્તક સુર સંધ્યા પ્રસ્તુત થશે. જેનો સહપરિવાર આનંદ લેવા આયોજક જીમ્મીભાઈ અડવાણીએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે.

રાજકોટ શહેર પોલીસની શી -ટીમે ત્રિકોણબાગ કા રાજાના હજારો દર્શનાર્થીઓને આપી મહત્વની ટિપ્સ

યુવતીઓ,મહિલાઓ, બાળકો અને વડીલો માટે 24 કલાક સતત કાર્યરત રહેતી રાજકોટ શહેર પોલીસની સી ટીમએ ગુરુવારે ત્રિકોણ બાગ કા રાજા ગણેશ પંડાલની મુલાકાત લઈ સંધ્યા મહા આરતીનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે ટીમના મહિલા અધિકારીએ ઉપસ્થિત જનમેદનીને સી ટીમની કાર્યપ્રણાલી, શહેરીજનો માટે તેનું મહત્વ અને કઈ રીતે કયા સંજોગોમાં તેઓ આ સેવાનો લાભ લઇ શકે છે તે વિસ્તારથી જણાવ્યું હતું. માત્ર 100 નંબર ડાયલ કરવાથી જ બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝન અને વિદ્યાર્થીનીઓની મદદ કરવા ઘડીના છઠ્ઠા ભાગમાં સી ટીમના પોલીસ કર્મચારીઓ શહેરના કોઈપણ ખુણે પહોંચી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.