Abtak Media Google News

૧૭મી એ ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશન પ્રક્રિયા હાથ ધરાશે

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ૧૯૧૩ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૩૧૯૩ મળી કૂલ પ૧૦૬ શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા સંભવત: તા.૧પ-૦૧-ર૦ર૦ થી હાથ ધરવામાં આવશે.

Advertisement

રાજયની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયાના તબકકા અને કાર્યવાહી અંગેની સુચિત તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ ઉમેદવારો તા.૦૮-૧ર-ર૦૧૯ સુધી ઓનલાઇન અરજી પત્રકોમાં સુધારા કરી શકશે. ઉમેદવારોએ ભરેલી વિગતોના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-૧ (PML-૧) તા.૧ર-૧ર-ર૦૧૯ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. (PML-૧)માં સમાવેશ પામેલા ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા તા.૧૭-૧ર-ર૦૧૯ ના રોજ હાથ ધરાશે.

7537D2F3 3

ડોકયુમેન્ટ વેરીફીકેશનના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-ર (PML-૨) તા.ર૦-૧ર-ર૦૧૯ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. મેરીટ બાબતે ઉમેદવારોને જો કોઇ વાંધા હોય તો વાંધા અરજીઓ તા.ર૭-૧ર-ર૦૧૯ સુધી કરી શકાશે. વાંધા અરજીઓના આધારે ઉપલબ્ધ જગ્યાઓ મુજબ વિષયવાર અને કેટેગરીવાર પસંદગી યાદી અને જગ્યાઓના ર૦ ટકા મુજબ તા.૩૦-૧ર-ર૦૧૯ સુધી વેઇટીંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.  પસંદગી યાદીમાં સમાવેશ પામેલા ઉમેદવારોની ઓનલાઇન સ્થળ પસંદગી પ્રક્રિયા તા.૩૧-૧ર-ર૦૧૯ થી તા.૦પ-૦૧-ર૦ર૦ સુધી હાથ ધરવામાં આવશે. તા.૦૭-૦૧-ર૦ર૦ના રોજ ઉમેદવારોને સ્થળ પસંદગી મુજબના સ્થળ માટે ભલામણ પત્ર આપવામાં આવશે. ભલામણ પત્ર મેળવેલ ઉમેદવારોએ નિમણૂંક હુકમ માટે સંબંધિત જીલ્લા શિક્ષણાધિકારીનો તા.૧૦-૦૧-ર૦ર૦ સુધીમાં સંપર્ક કરી નિમણૂંક હુકમ મેળવવાનો રહેશે. નિમણૂંક હુકમ મેળવેલ ઉમેદવારોએ સંબંધિત શાળામાં દિન-૦૭માં હાજર થવાનું રહેશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.