Abtak Media Google News

કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓએ ધોરાજી પ્લાસ્ટિક રિસાયકલીંગ યુનિટોની વિઝિટ કરી માહિતી મેળવી

સમગ્ર વિશ્વએ હાલ પ્લાસ્ટિક રિસાયકલિંગ તરફ દોટ મૂકી છે ત્યારે ધોરાજી ખાતે વર્ષોથી પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગો આવેલા છે.જેની નોંધ હાલ છેક કેન્દ્ર સરકાર સુધી લેવામાં આવતા તાજેતરમાં જ કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓએ ધોરાજી પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટોની વિઝીટ કરી તમામ માહિતી મેળવી હતી.ત્યાર બાદ ગતરોજ પ્લાસ્ટ વિઝન ૨૦૨૦ નામે મુંબઈ ખાતે આવનાર જાન્યુઆરી માસે યોજાનારા કાર્યક્રમની ટીમે પણ ધોરાજીની મુલાકાત લઈ પ્લાસ્ટિક ઉદ્યોગકારો માટે સેમિનારનું આયોજન કરેલ હતું.

Advertisement

7537D2F3 3

પ્લાસ્ટ વિઝન ૨૦૨૦ની ટીમનું ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ દલસુખભાઈ વાગડીયા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.ત્યાર બાદ ટિમ દ્વારા આવનાર જાન્યુઆરીમાં યોજાનારા એકઝીબિશન અંગે માહિતી આપી ધોરાજીના ઉદ્યોગકારોને તેમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું સાથોસાથ તેઓ દ્વારા  એકઝીબિશનમાં ભાગ લેવાથી બીઝનેસ છેત્રે થતા વિકાસનું પણ મહત્વ સમજાવવામાં આવ્યું હતું.પ્લાસ્ટ વિઝન ટીમ ૨૦૨૦ના હોદ્દેદારોની વાતને ટેકો આપતા ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ દલસુખભાઈ વાગડીયાએ જણાવેલ કે ધોરાજીના ઉદ્યોગકારોએ ફક્ત ધોરાજી તથા આસપાસના છેત્ર પૂરતો વેપાર સીમિત ન રાખી આવનાર સમયમાં યોજાનારા એકઝીબિશનમાં ભાગ લઈ વેપારનું છેત્ર વિકસાવવું જોઈએ. સાથોસાથ રજત વિનાયલસ વાળા વિમલભાઈ વૈષ્ણવે પણ ઉમેર્યું હતું કે કોઈપણ એકઝીબિશનમાં આપણે વિઝીટર તરીકે નહિ પણ એકઝીબીટર તરીકે ભાગ લઈએ ત્યારે આપણા વ્યવસાયના વિકાસને નવી દિશાઓ મળે છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ તરીકે દલસુખભાઈ વાગડીયા ધોરાજી ખાતે મરણ પથારીએ પડેલા પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગને બેઠો કરવા માટે ખરી જહેમત ઉઠાવી રહ્યા છે.ત્યારે સરકારે પણ તેની નોંધ લઈ તેનું પ્રતિનિધિ મંડળ મોકલતા આવનારા સમયમાં ધોરાજી પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ દેશભરમાં ડંકો વગાડશે તે ચોક્કસ છે.પ્લાસ્ટ વિઝન ૨૦૨૦ દ્વારા યોજાયેલ કાર્યક્રમને સફળ બનાવવા પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ દલસુખભાઈ વાગડીયા, ગૌતમભાઈ વઘાસીયા સહિત તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.