Abtak Media Google News

જૂનાગઢ અને ગીર-સોમનાથમાં રેડ એલર્ટ: કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, સુરેન્દ્વનગર, બોટાદ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં આવનારા 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 3 દિવસ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. જે બાદ 2 દિવસ ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે. સૌરાષ્ટ્રના કાંઠાના શહેરો જામનગર અને દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આવનારા 4 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. તો આજે (શનિવાર) જૂનાગઢ અને  ગીર સોમનાથમાં રેલ એલર્ટ જાહેર કરાયું છે.  દક્ષિણ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે.

Advertisement

શોર ટ્રફ, સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યભરમાં આગામી 3થી 4 દિવસ વરસાદ પડવાનો અનુમાન છે. આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજે અને આવતી કાલે  કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં મૂશળધાર વરસાદની શક્યતા છે.

આજરોજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, ભાવનગર, જામનગર, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસશે.  9 જુલાઈના કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં મૂશળધાર વરસાદ વરસશે.   10 જુલાઈના કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  11 જુલાઈના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેધરાજાની ડબલ હેલી: અવિરત વરસાદ

રાજયમાં છેલ્લા ર4 કલાકમાં 188 તાલુકાઓમાં વરસાદ વરસ્યા બાદ સવારથી 77 તાલુકાઓમાં અનરાધાર

ગુજરાતમાં છેલ્લા એક પખવાડીયાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સામાન્ય રીતે સતત સાત દિવસ વરસાદ વરસે તો તેને હેલી કહેવામાં આવે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં મેધરાજાએ ડબલ હેલી કરી છે. આજે સવારથી રાજયના અનેક તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે હવે વાવણી નિષ્ફળ જવાની ભીતી ઉભી થવા પામી છે.

આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 188 તાલુકામાં હળવા ઝાપટાથી લઇ પાંચ ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છ. દરમિયાન સવારથી પ3 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ર4 કલાકમાં સૌથી વધુ વરસાદ ધંધુકામાં પાંચ ઇંચ જેટલો વરસી ગયો હતો જયારે પોરબંદરમાં સાડા ચાર ઇંચ, જામનગરમાં સાડા ચાર ઇંચ, દાંતીવાડામાં ચાર ઇંચ, પલાસણામાં ચાર ઇંચ, પારડીમાં સાડા ત્રણ ઇંચ, રાણાવાવમાં સાડા ત્રણ ઇંચ, ખેર ગામમાં સવા ત્રણ ઇંચ, જોડીયા, ઘોલેરા, ડિસા, સુત્રાપાડા, ધરમપુર, બોટાદ, બારડોલી, વાપી, અબડાસા, બરવાળા, અને બાબરામાં ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો છે. વ્યારા, કોટડા સાંગાણી, લોધિકા, ગઢડા, વિજયનગર, મહેસાણા, આણંદ, બારડોલીમાં અઢી ઇંચ, અમીરગઢ, લખપત, ચિખલી, ગોંડલ, ધોળકા, વિંછીયા, વીજાપુર, વેરાવળ, કપડવંજ અને ધનસુરામાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો.

જેતપુર, ભાવનગર, નવસારી, માંડવી, જલાબપોર, વિસનગરમાં પોણા બે ઇંચ, ગારિયાધાર, મહુવા, વધઇ, પ્રાંતિજ, ઉમરગામ, કોડીનાર, વડગામ, લાખાણી, પેટલાદ, વાલોટમાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. આજે સવારથી પ3 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં સીઝનનો 100 ટકા, ઉતર ગુજરાતમાં 37.03 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 26.09 ટકા, સૌરાષ્ટ્રમાં 55.53 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 29.52 ટકા જયારે ગુજરાતમાં સરેરાશ 38.28 ટકા  વરસાદ વરસી ગયો છે.

મેધરાજા સતત એક પખવાડીયાથી વરસી રહ્યા હોય હવે વાવણી નિષ્ફળ જવાની પણ ભીતી ઉભી થઇ રહી છે. હજી ત્રણ દિવસ રાજયમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.