Abtak Media Google News

ફિલ્મ ‘ફન્ને ખાન’નું ટ્રેલર જ્યારથી રીલીઝ થયું છે ત્યાર થી જ આપણે આ ફિલ્મમાં કેવી ધમાલ મચવાની છે એ અંદાજો લગાવી લીધો છે ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં ધમાલ મચાવવા માટે અનિલ કપૂર, શમ્મી કપૂર, અને મુહમ્મદ રફી જોવા મળશે.

ફિલ્મ નિર્માતાઓએ આજે ફિલ્મ ‘ફન્ને ખાન’નું ‘બદન પે સિતારે’ સોંગ રિલીઝ કર્યું છે. આ ફિલ્મમાં અનિલ કપૂર આપણને શમ્મી કપૂર અને મોહમ્મદ રફીના મિક્સ્ચરના રૂપમાં જોવા મળશે. જે બંને ને ભગવાનની જેમ પુજે છે અને એની આરાધના કરે છે.

આ ફિલ્મમાં અનિલ કપૂરનો રોલ પોતાના એરિયામાં એક ઓર્કેસ્ટ્રા ચલાવતા નજર આવશે. જે લોકોની સામે મોહમ્મદ રફી દ્વારા શમ્મી કપૂર માટે ગવાયેલા ગીતો લોકોની સામે પર્ફોમ કરશે. આજે નિર્મતાઓ દ્વારા જે સોંગ રીલીઝ કરવામાં આવ્યું છે તે આનો જ એક નજારો છે.

ફિલ્મ ‘ફન્ને ખાન’માં ગવાયેલુ સોંગ ‘બદન પે સિતારે લપેટે હુએ’ સોનું નિગમે ગાયેલું છે. સોનું નિગમ ઘણા લાંબા સમયથી બૉલીવુડ સાથે જોડાયેલા છે. અને બોલિવૂડને એક થી એક ચઢિયાતાં સોંગ અર્પિત કર્યા છે. અનિલ કપૂરના અંદાજમાં અને સોનું નિગમના આવાજમાં ગવાયેલુ આ સોંગ સાંભડીને તમે નાચવા પર મજબૂર થઈ જશો.

ફિલ્મ ‘ફન્ને ખાન’ એક લાઈફ ઓફ સ્લાઈસ ફિલ્મ છે. જેમાં અનિલ કપૂર, રાજકુમાર રાવ અને એશ્વર્યા રાય બચ્ચન જોવા મળશે. ફિલ્મને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.