Abtak Media Google News

અંજારમાં રહેતાં ટીમ્બરના વેપારીના 19 વર્ષના પુત્રનું કોઈ શખ્સ અપહરણ કરીને સવા કરોડ રૂપિયાની ખંડણી માંગતા પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે . ઘટના અંગે પૂર્વ કચ્છ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ સહિત વિવિધ 10 ટૂકડીઓએ ગહન તપાસ હાથ ધરી છે

કોલેજે જવા નિકળેલા યુવકની માતાના મોઇબાલમાં અપહરણકર્તાએ સવા કરોડની માંગણી કરી સીસી ટીવી કુટેજમાં આદિપુર નજીક એકિટવામાં જોવા મળ્યા: સીમ કાર્ડ ડમી નામનું હોવાની શંકા

અંજારના મેઘપર બોરીચીમાં આવેલી મંગલમ રેસિડેન્સીમાં રહેતો 19 વર્ષનો યશ સંજીવકુમાર તોમર સવારે 10 વાગ્યે નિત્યક્રમ મુજબ એક્ટિવા લઈ ઘેરથી કોલેજ જવા નીકળ્યો હતો . જે સાંજે 5 વાગ્યા સુધી પરત આવ્યો નહોતો . જેથી તેની માતાને અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે યશનું અપહરણ કર્યું હોવાનું જણાવી છોડાવવા માટે સવા કરોડ રૂપિયાની ખંડણી માગી હતી

ઘટનાના પગલે યશની માતા મોડી રાત્રે 11 વાગ્યે અંજાર પોલીસ સ્ટેશને દોડી ગઈ હતી . પોલીસે અજ્ઞાત શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે . યશના પિતા ટીમ્બરના વેપારી અને બ્રોકર છે . બનાવ સમયે તેઓ ધંધાર્થે દિલ્હી હતા અને આજે પરત આવી ગયા છે .

મોડી રાત્રે અપહરણ અને ખંડણીનો બનાવ ધ્યાને આવતા અંજાર ઙઈં એસ.ડી. સિસોદીયા તુરંત હરકતમાં આવી ગયા હતા . બનાવ અંગે તત્કાળ વડા અધિકારીઓનું ધ્યાન દોરવા સાથે તમામ પોલીસ મથકોમાં જાણ કરી દેવાઈ હતી . બનાવને ગંભીરતાથી લઈ એસ.પી.  સાગર બાગમાર અને નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીએ  એલ.સી.જી. એસ.ઓ.જી. અને આસપાસના પોલીસ મથકના અધિકારીઓ કર્મચારીઓની વિવિધ 10 ટીમ બનાવી ગહન તપાસ શરૂ કરાવી છે . પોલીસ સૂત્રોએ સીસી ટીવી ચેક કરતા લાપતા યશ છેલ્લે આદિપુર સંતોષી માતાના મંદિર નજીક સ્પોટ થયો હતો . તે સમયે તેની પાછળ અજાણ્યો શખ્સ પણ બેઠેલો જણાય છે . પોલીસે જે નંબર પરથી ફોન આવેલો તે નંબર ટ્રેસ કરતા તે નંબર ગાંધીધામના જ એક છૂટક ફળફળાદિ વેચતા શખ્સનો હોવાનું બહાર આવ્યું છે . પોલીસે તેને ઉપાડીને પૂછતાછ કરતા તેણે આ મામલે કોઈ જ જાતની જાણ ન હોવાનું જણાવ્યું હતું . આ શખ્સની આઈડીના આધારે ભળતી વ્યક્તિએ જ સીમ કાર્ડ કઢાવ્યું હોવાની શક્યતા છે .

પોલીસે લાપતા યશની સાથે અભ્યાસ કરતા મિત્રો જોડે પણ ચર્ચા કરી , પરંતુ કોઈ વિશેષ કડી મળી નથી . યશનો મોબાઈલ ફોન સતત સ્વીચ ઓફ છે . તેનું વાહન પણ મળ્યું નથી . જે નંબરથી ખંડણી માંગવામાં આવી હતી , તે નંબર પણ બંધ થઈ ગયો છે અને ફરી ફોન આવ્યો નથી . પોલીસ વિવિધ એંગલ 52 ગહન તપાસ કરી રહી છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.