Abtak Media Google News

પૂર્વ કચ્છના અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં  દંપતિને 1,12,20,809ના માદક પદાર્થ હેરોઈન તથા અફીણના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. તેમની સાથે સંડોવાયેલ અન્ય એક આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મેઘપર બોરીચી ગામે પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ દરોડો પાડી હેરોઈન અને અફીણનો જથ્થો કબ્જે કર્યો

રાજસ્થાનના સાંચોરના શખ્સની સંડોવણી ખૂલ્લી: મુળ સુધી પહોચવા તપાસનો ધમધમાટ

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ એસ.ઓ.જી ઇન્ચાર્જ પી.આઇ એન.એન ચુડાસમા, પીએસઆઇ એન.કે ચૌધરી અને સ્ટાફના માણસોએ બાતમીના આધારે અંજાર વિસ્તારમાં આવેલ પુરૂષોતનગર મ.નં.13 મેઘપર(બો) ખાતે રહેણાંકના મકાનમાં રેઈડ કરી તપાસ ક2તા જગદીશ ગંગાવિશન બિશ્નોઈ તથા તેની પત્નિ વિજયરાજે વા/ઓફ જગદીશ બિશ્નોઈ પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં ગે.કા રીતે માદક પદાર્થ હેરોઈન તથા પીળા ક્રીમ કલરનો હેરોઈન તથા કાળો કથ્થાઈ કલરનો ઘટ પ્રવાહી અફીણનો રસ રાખી ગેરકાયદેસર રીતે વેચાણ પ્રવૃત્તિ કરતો હોઇ બંનેને 48,88,000કિમતના 97.970 ગ્રામ બ્રાઉન કલરનો હેરોઈન તથા 12,57,500ની કિંમતનો 125.150 ગ્રામ પીળા કીમ કલરનો હેરોઈન અને 5,309ની કિંમતનો 53.09 ગ્રામ કાળો કથ્થાઈ કલરનો ઘટ પ્રવાહી અફીણનો રસ ઉપરાંત 60,000ની કિંમતના 3મોબાઈલ સહિત કુલ 1,12,20,809/-ના મુદ્દામાલ સાથે ઝડપી  પાડયો  છે. આ ઉપરાંત પોલીસે જણાવ્યું કે તેમની સાથે સંડોવાયેલ અન્ય એક આરોપી સંજય બિશ્નોઈ (રહે.જાનવી ગામ તા.સાંચોર રાજસ્થાન) વાળો પકડવાનો બાકી છે.પોલીસે વધુમાં વિગતો આપતા જણાવ્યું કે ઝડપાયેલ માદક પદાર્થના જથ્થામાંથી સેમ્પલ વધુ તપાસણી અર્થે ઋ.જ.ક ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે. તથા આરોપીઓની અટક કરી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.