Abtak Media Google News

કલેકટરને તર્કબધ્ધ રજૂઆત કરાઈ

માણાવદર નગરપાલિકા ની પ્રમુખપદની ચૂંટણી વેળાસર યોજવા અગિયાર સભ્યો જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા અને કલેકટરશ્રીને કોઇ પણ જાતના રાજકીય દબાણ વગર તાકીદથી ખાલી પડેલી પ્રમુખ ની જગ્યા ભરવા લેખિતમાં રજૂઆતો કરી હતી

માણાવદર નગરપાલિકાના પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા ને ન.પા. અધિ. નિયમની કલમ ૪૦ હેઠળ હોદા પરથી મોકુફ કરવામાં આવ્યા છે. કલમ ૩૭ હેઠળ હોદા ઉપરથી દૂર કરવામાં આવ્યા નથી. જેથી જેથી પ્રમુખપદની ચૂંટણી થઇ શકે નહી પરંતુ મોકુફ કરાયેલ પ્રમુખ પોતે જ સામેથી રાજીનામું ધરી દીધેલ છે. ત્યારે ચૂંટણી નો માર્ગ આપોઆપ ખુલ્લી જાય છે

આ સભ્યો એ કલેકટરશ્રી ને જણાવ્યું છે કે પ્રમુખ નિર્મળસિંહે જાતે જ પોતાનું રાજીનામું ધરી દીધેલ છે ત્યારે કલમ ૩૫ હેઠળ તેમનું રાજીનામું સ્વીકારી કોઇ પણ જાતના રાજકીય દબાણ ને વશ થયા વિના ૨૫ દિવસ ની અંદર પ્રમુખપદની ચૂંટણી માટે નગરપાલિકા જનરલ બોર્ડ બોલાવી ચૂંટણી પ્રક્રિયા આગળ વધારે તેવા હુકમો કરવા જોઇએ અને અધ્ધરતાલ રહેલો આ પ્રશ્ન સુલઝાવો જોઇએ  હોદા પરથી મોકુફ કરાયેલા પ્રમુખે હોદા મોકુફીના હુકમ સામે કોઇ જાતની અપિલ કે રિટપિટીશન કરેલ નથી તેથી આ પ્રશ્ન સંદર્ભે  કોઇ વાદ ચાલું નથી કે બાકી નથી પ્રમુખ ઉપર ફોજદારી કેસ થયેલ છે એ કેસની એફ. આઇ.આર. સામે પ્રમુખે કોઇ કાર્યવાહી કરેલ હોય કે કાર્યવાહી ચાલુ હોય તો એ કેસ અંગેની કાર્યવાહી નગરપાલિકા અધિનિયમ નીચેની કાર્યવાહી માં અડચણ રૂપ નથી તેથી પ્રમુખે આપેલ રાજીનામા નો સ્વીકાર કરવામાં કાયદાકીય પ્રશ્ર્ન નડે તેમ નથી. ચૂંટાયેલા લોક પ્રતિનિધિ ને રાજીનામું આપતા કોઈ સતા રોકી શકે નહી.  આ અગિયાર સભ્યો ના પ્રતિનિધિ મંડળે કલેકટરશ્રી ને જણાવ્યું છે કે મોકુફી કરાયેલા પ્રમુખનું  રાજીનામું આપ કયા કારણસર સ્વીકારતા નથી ?  ફરજ મોકુફ થયેલા પ્રમુખ ના રાજીનામાં બાબતે તકરાર ઉભી થાય તો આપ નિર્ણય કરવા કમિશ્નર ને મોકલી શકો છો. પરંતુ આ પ્રશ્ને કોઇ ત્રાહિત વ્યક્તિ તકરાર ઉભી કરી શકે નહીં. આ પ્રશ્ન પરત્વે આપ નિષ્ઠાથી  રાજીનામું ધર્યોની તારીખથી સ્વીકારી ૨૫ દિવસની અંદર પ્રમુખપદની ચૂંટણી માટે એજન્ડા જાહેર કરવા જોઇએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.