Abtak Media Google News

ફિલ્મની સ્ટારકાસ્ટ અબતકની શુભેચ્છા મુલાકાતે

સામાન્ય લોકોના જીવન સાથે કયાંકને કયાંક સંકળાયેલી વાર્તા પરથી બનેલી રોમેન્ટીક લવ ગુજરાતી મૂવી આગામી તા.૧૭મીના રોજ રીલીઝ થવા જઈ રહી છે.આ ફિલ્મ અંગે રસપ્રદ વિગતો આપવા ‘અબતક’ની મુલાકાતે ફિલ્મના કલાકારો આવ્યા હતા. ફિલ્મ અંગે જણાવાયું હતું કે, લવની ભવાઈ ખુબ જ રોમેન્ટીક ફિલ્મ છે. જેમાં એક અલગ જ લવ સ્ટોરી વણી લેવામાં આવી છે. ફિલ્મમાં એકટ્રેસ આરોહી આરજે અંતરાનું પાત્ર ભજવી રહી છે. જેના પ્રોગ્રામનું નામ લવની ભવાઈ ફિલ્મનું બીજું એક મહત્વનું પાત્ર પ્રતિક ભજવી રહ્યો છે. જેઓ અગાઉ રોંગ સાઈડ રાજુ અને બે યારમાં અભિનય આપી ચૂકયા છે. તેમનું પાત્ર લેપટોપમાં ગુંચવાઈ રહેતા યુવકનું છે જયારે બીજુ એક અગત્યનું પાત્ર છેલ્લો દિવસ ફેમ મલ્હાર ભજવે છે. જે લવની ભવાઈ મૂવીમાં ખુબ જ નિર્દોષ યુવાનનું તાગ ભજવી રહ્યા છે. આ યુવાન અવાર-નવાર યુવતીના પ્રેમમાં પડી જાય છે. ફિલ્મનું સંગીત સચિન જીગર દ્વારા અપાયું છે. સામાન્ય રીતે પ્રેમ માટે સલાહ આપતી વ્યકિતને જીવનમાં સાચે જ પ્રેમ થઈ જાય ત્યારે શું સ્થિતિ ઉભી થાય તે વાર્તા ફિલ્મમાં રજુ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.