Abtak Media Google News

હજુ દસ દિવસ પહેલા જ રૂ. 2.10 નો ભાવ વધારો કરાયોે હતો: પી.એન.જી.ના નવા ભાવ 46.05 પૈસા થતા સિરામીક ઉઘોગ ઉપર 30 કરોડનો વધારોનો બોજ

એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા ઉજજવલા યોજનાના ગરીબ ઉપભોગતાઓ માટે રાંધણ ગેસમાં ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે.

મોરબી સિરામીક ઉઘોગની મુશ્કેલીઓ ઘટવાને બદલે સતત વધતી રહે છે. ઉઘોગમાં મુખ્ય ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. જેથી ઉઘોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મોરબીના સિરામીક ઉઘોગમાં વપરાતા નેચરલ ગેસની સપ્લાય ગુજરાત ગેસ કંપનીએ આજે ફરી ગેસના ભાવમાં વધારો કર્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં થયેલા વધારાની સાથે સાથે ગુજરાત ગેસ કંપનીના સૌથી મોટા ગ્રાહક એવા સીરામીક ઉધોગને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં પણ રૂપિયા 2.65 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.હજુ દસ દિવસ પહેલા ગુજરાત ગેસ કંપની દ્વારા રૂપિયા 2.10 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો ત્યારે ફરી નેચરલ ગેસમાં કરવામાં આવેલા ભાવ વધારાથી સીરામીક ઉદ્યોગ પર દરરોજનું એક કરોડનું ભારણ વધ્યું છે

વૈશ્વિક બજારમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ પોતાના જોરે અનેક દેશોને ટક્કર આપી રહ્યું છે. ખાસ કરીને વૈશ્વિક મંદીમાં પણ અહીંનો સીરામીક ઉધોગ મહેનત કરી રહ્યો છે. તેવામાં ગુજરાત ગેસ દ્વારા રૂપિયા 2.65 પૈસાનો વધુ એકવાર ભાવ વધારો કરાતા સીરામીક ઉદ્યોગની કમર તોડી નાખી છે. અગાઉ પ્રોપેન ગેસ પ્રમાણમાં સસ્તો હોવાથી ઉધોગો તેના વપરાશ તરફ વળ્યા હતા. પરંતુ પ્રોપેન ગેસમાં એકસાથે 10 થી 12 ટકા નો ભાવ વધારો જીકતા, વપરાશકારો નેચરલ ગેસ તરફ વળ્યાં હતા. અને સીરામીક ઉદ્યોગના આશરે 80%યુનિટો નેચરલ ગેસનો વપરાશ કરતા થઇ ગયા હતા ત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવ વધારા ઉપર ભાવ વધારા કરાતા મોરબીના સીરામીક ઉદ્યોગ ઉપર અસહ્ય માઠી અસર પહોંચી છે.

ગુજરાત ગેસ કંપની દ્વારા પરિપત્ર આપી જાણ કરવામાં આવી હતી કે તા.1 સપ્ટેમ્બરથી ગેસના પ્રવર્તમાન ભાવ રૂ. 43.40 માં રૂપિયા 2.65 ના ભાવ વધારા સાથે એમજીઓ ધારકોને રૂપિયા 46.05 માં ગેસ આપવામાં આવશે તેવી જાણ કરી છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરાતા ટાઈલ્સની કોસ્ટમાં પણ ભારણ વધવાનું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.