Abtak Media Google News

પ્રોકટર એન્ડ ગેંમ્બલના ગ્લોબલ ચીફ ઓપરેટીંગ ઓફીસર બન્યા શૈલેષ જેજુરિકર

ધુ એક ભારતીય હિરલાની બહુરાષ્ટ્રીય કંપનીમાં સર્વોચ્ચ પદે નિમણૂક કરવામાં આવી છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G) એ તેના વૈશ્વિક સીઓઓ એટલે કે ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે શૈલેષ જેજુરીકરની નિમણૂક કરવાની ઘોષણા કરી છે. જણાવી દઈએ કે આ પદ ધારણ કરનાર તેઓ પ્રથમ ભારતીય બન્યા છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ એ કન્ઝ્યુમર ગુડસનું ઉત્પાદન કરતી એક ટોચની કંપની છે.

શૈલેષ જેજુરીકર જ્હોન મોલર ડેવિડ ટેલરનું સ્થાન લેશે. પેલી ઓક્ટોબરથી તેઓ કંપનીના સીઓઓ તરીકેનો ચાર્જ સંભાળશે. આ પી એન્ડ જી- ઇન્ડિયા માટે વધુ સારા સમાચાર સુનિશ્ચિત કરે છે, કારણ કે ભારત વૈશ્વિક સ્તરે પી એન્ડ જી માટે પ્રતિભાનું એક હબ રહ્યું છે અને વૈશ્વિક સ્તરે પી એન્ડ જી માટે ટોચની પ્રતિભાના સૌથી મોટા નિકાસકારોમાંનું એક છે. કંપનીમાં લગભગ 350 મૂળ ભારતીય છે.

સીઓઓ તરીકે, જેજુરીકર પી એન્ડ જીના એન્ટરપ્રાઇઝ બજારો (લેટિન અમેરિકા, ભારત, મધ્ય પૂર્વ, આફ્રિકા, દક્ષિણપૂર્વ એશિયા અને પૂર્વી યુરોપ) માટે નફા અને નુકસાન માટે તેમજ કંપનીના વૈશ્વિક કામકાજ માટે જવાબદાર રહેશે. કંપની માટે માહિતી ટેકનોલોજી, વૈશ્વિક વ્યાપાર સેવાઓ, વેચાણ, બજાર કામગીરી, નવા સાહસ, પ્રાપ્તિ, ઉત્પાદન અને વિતરણ પ્રયાસોનું નેતૃત્વ કરશે.

હાલમાં, શૈલેષ જેજુરીકર પ્રોક્ટર એન્ડ ગેમ્બલના સૌથી મોટા બિઝનેસ સેગમેન્ટ ફેબ્રિક એન્ડ હોમ કેરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. જેમાં પી એન્ડ જીની ઘણી આઇકોનિક બ્રાન્ડ્સ શામેલ છે જે કે ટાઇડ, એરિયલ, ડાઉની, ગેઇન, ફેરેજ, સ્વિફર. કે જે કંપનીના કુલ વેચાણ અને ચોખા નફાનું લગભગ એક- તૃતીયાંશ પ્રતિનિધિત્વ કરે છે.

પીએન્ડજી કંપનીએ જણાવ્યું છે કે શૈલેષ જેજુરીકરે દરેક બજાર અને દરેક વ્યવસાયમાં સતત મજબૂત બિઝનેસ પરિણામો આપ્યા છે અને અમને વિશ્વાસ છે  આગામી સમયમાં પણ સારા પરિણામો આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.