Abtak Media Google News

કોમ્પ્યુટર, કલબ પ્રિન્ટર અને સ્કેનરની મદદથી ફોટોગ્રાફરે આચર્યુ કૌભાંડ: ૧૭ શખ્સોની ધરપકડ: રૂ. ૩૦૦માં પાસનું વેચાણ કર્યાની કબુલાત

શહેરમાં કોરોનાના કહેર વચ્ચે કૌભાંડ આચરી કાળી કમાણી કરતા વધુ ૧૭ શખ્સોએ ઝડપી લીધા છે. કલર્સ સ્કેનરની મદદથી ભેજાબાજે રૂ. ૩૦૦ મુજબ લોકડાઉન મુકિત પાસ બનાવી અનેક ધાબડી દીધાની ચોકવનારી વિગતો બહાર આવી છે.

લોકડાઉનમાં કલેકટર તંત્ર દ્વાર અપાયેલા પાસ કરતા વધુ લોકો અવર જવર કરતા હોવાનું સ્પષ્ટ દેખાતું હતું પરંતુ તેની કડી મળતી નહોતી, દરમિયાન શહેરની સિંધી કોલોનીમાં આવેલ સ્ટુડીયોમાં પોલીસે દરોડો પાડી સ્ટુડીયો સંચાલક સહિત ૧૧ શખ્સને ઝડપી લઇ નકલી પાસના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ૧૯થી વધુ પાસ પણ જપ્ત કર્યા હતા.

જંકશન પ્લોટ વિસ્તારની સિંધી કોલોનીમાં આવેલા રાજાવીર સ્ટુડીયોમાં કલેકટર તંત્રના નકલી પાસ બનતા હોવાની માહીતી મળતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવી અને પીએસઆઇ ધાંધલીયા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે સ્ટુડીયો સંચાલક અમિત મોટવાણીને ઝડપી લઇ સ્ટુડીયોમાં તપાસ કરતા ત્યાંથી સંક્રમણ નિયંત્રણ ફરજ લખેલા પાસ મળી આવ્યા હતા. પોલીસે અમિતને ઝડપી લઇ આગવીઢબે પુછપરછ કરતા તેણે અન્ય ૧૦ શખ્સના નામ આપતા પોલીસે તે તમામ ૧૦ લોકોને પણ ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સ્ટુડીયો સંચાલક અમિત મોટવાણીના મિત્ર સુનિલને લોકડાઉન દરમિયાન શહેરમાં જવાની જરૂરિયાત ઉભી થઇ હતી ત્યારે તેણે પાસ માટે અમિતને વાત કરતાં અમિતે સ્ટુડીયોમાં ફોટોશોપની મદદથી નકલી પાસ બનાવ્યો હતો જેના બદલામાં સુનિલ પાસેથી રૂ. ૩૦૦ વસુલ્યા હતા. સુનિલને નકલી પાસ મળ્યા બાદ તેણે તેના મિત્રો અને પરિચિતાને પણ આ વાત કરતા અમિત મોટવાણી પાસે નકલી પાસ કઢાવવા માટે લોકોની લાઇન લાગવા પાડી હતી.

Img 20200515 Wa0007

કલેકટર તંત્ર દ્વારા સરકારી કે સેવાકીય સંસ્થાના લોકોને જ પાસ આપવામાં આવતા હતા તે પાસ પર સંક્રમણ નિયંત્રણ ફરજ તેવું લખેલું હતું તેવા પાસની કોપી કરી અમિત મોટવાણીએ નકલી પાસ કૌભાંડ શરૂ કર્યુ હતું અને છેલ્લા એક મહિનામાં સેંકડો પાસ બનાવી લીધા હતા. પોલીસે આરોપીના સ્ટુડીયોમાંથી કમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. પીએસઆઇ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, અમિત મોટવાણી નકલી પાસ બનાવતો હોવાની જાણ હોવા છતાં લોકો તેની પાસે પાસ ખરીદતા હતા, ઇલેકિટ્રશિયન, એ.સી. રિપેર કરનાર તેમજ શ્રમિકોએ પાસ ખરીદ કર્યા હતા. લોકડાઉનમાં ઘરની બહાર નીકળી શકાય તેમજ ઇલેકિટ્રશિયન સહિતનાઓ પોતાનો ધંધો ચાલુ રાખી શકે તે ઇરાદે નકલી પાસ ખરીદ કરતા હતા આ કૌભાંડમાં અન્ય કેટલાક લોકોની સંડોવણી હોવાની પણ શંકા સેવાઇ રહી છે.

પરસાણાનગર શેરી નં. ૧ અમીત જયકિશનભાઇ મોટવાણી, રેલનગર હેડગોવર ટાઉન શીપ જે.કી. નાગદેવ, મોરબી રોડ, મહેશ્વરી પાર્ક સંજયભાઇ બાબુભાઇ, રેલનગર સંતોષીનગર નિલેશ રાઠોડ, પોપટપરા રઘુનંદન સોસાયટી જયેશ વાસુદેવભાઇ અડવાણી, રેલનગર સાધવાણી કુંજ પરેશ મંછારામ પંજાબી, રેલનગર લાલબહારદુશ શાસ્ત્રી મારૂતિ સર્વિસ પાછળ, ભરત બાબુભાઇ પરમાર, પોપટપરા મેઇન રોડ, રઘુનંદન સોસાયટી સુનીલ મોરારજીભાઇ, જંકશન હંસરાજનગર અનીલ મંગવાણી, રેલનગર આસ્થા ચોક, અનીલ મંગવાણી, કોઠારીયા રોડ પટેલ પાર્ક હિતેષ પીઠડીયા, મોરબી રોડ શીવધારા સોસાયટી અલ્પેશ સોજીત્રા, પોપટપરા રઘુનંદન સોસાયટી મહેશ અડવાણી, ગાયકવાડી રામભાઇ લાલચંદ, પોપટપરા રઘુવંદન સોસાયટી નયન વાસુદેવભાઇ અને જંકશન ગાયકવાડી જીજ્ઞેશ મહેશભાઇ નામના શખ્સોની ધરપકડ કરી છે.

Img 20200515 Wa0009

પરસાણાનગરના અમિત જયકીશન મોટવાણી પાસેથી લોક ડાઉન મૂક્તિ પાસ જેઓએ ખરીદ કર્યા હોય તેઓ પોલીસમાં સ્વૈચ્છીક રીતે જમા કરાવી દે અન્યથા તમામ સામે કાયદાદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ પત્રકાર પરિષદમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા, પી.આઇ. એચ.એમ. ગઢવી અને પી.એસ.આઇ. યુ.બી. જોગરાણા સહિતના સ્ટાફે જણાવ્યું છે. ૫ોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ક્રાઇમ બ્રાંચની ટીમને રૂ. ૧૫ હજારનું ઇનામ જાહેર કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.