Abtak Media Google News

ત્રાસવાદ અને ગુનાખોરી ડામવા શંકાસ્પદ વ્યક્તિઓઓના ફોન પોલીસ દ્વારા ટેપ કરાશે

૨૦૦૪માં તૈયાર કરાયેલા કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સત્તાવાર અમલ શરૂ થતા ઓર્ગેનાઇઝ ક્રાઇમ પર અંકુશ આવશે

આંતકવાદ સામે કડક કાર્યવાહી કરવા માટે ૨૦૦૪માં ગુજરાત માટે ભાજપ સરકાર દ્વારા ખાસ તૈયાર કરાયેલા કાયદાને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવાથી મંજુરી મળી ન હતી. તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્વારા જીસીટીઓસીને મંજૂર કરવામાં આવતા તા.૧ ડિસેમ્બરથી આંતકવાદ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સામે કાર્યવાહી કરવા માટે પોલીસને શંકાસ્પદ વ્યક્તિઓના ફોન ટેપ કરવાની સતાવાર મંજુરી મળી જશે અને ફોન ટેપને કાયદેસરની માન્યતા મળતા ત્રાસવાદ અને ગુનાખોરી પર અંકુશ મેળવવા પોલીસને વિશેષ સતા મળી જશે તેમ ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં મુખ્ય મંત્રી હતા ત્યારે ત્રાસવાદ સામે કડક કાર્યવાહી કરવા માટે જીજકોક કાયદો તૈયાર કરી ૨૦૦૪માં મંજુરી માટે કેન્દ્રમાં મોકલવામાં આવતા તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી અને ત્રાસવાદ સામે ખાસ તૈયાર કરાયેલા કાયદાને કેટલીક ક્ષતિઓ હોવાનું કારણ દર્શાવી મંજુર કરવામાં આવ્યો ન હતો.

ત્રણ વખત જીજકોકને મંજુરી મળી ન હતી.

દરમિયાન કેન્દ્રમાં ભાજપ સરકાર આવ્યા બાદ જીજકોક કાયદાને જીસીટીઓસી નામ આપી મંજુરી માટે મોકલવામાં આવતા રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે જીસીટીઓસી કાયદાને મંજુરીની મહોર મારી હતી. જીસીટીઓસી કાયદા હેઠળ શંકાસ્પદ વ્યક્તિઓની ટેલિફોનિક વાતચીતને કાયદેસરનો પુરાવા તરીકે માન્યાતા મળી છે.

આ કાયદા હેઠળ આંતકવાદ અને કોન્ટ્રાકટ હત્યા, પોઝી યોજના, માદક દ્વવ્યની હેરાફેરી અને વેપાર, ધાક ધમકી દઇ ખંડણી પડાવવી, સાયબર ક્રાઇમ , જમીન પચાવી પાડવી અને માનવ હેરાફેરી જેવા સંગઠીત અપરાધ સામે જીસીટીઓસી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Admin Ajax 2

જીસીટીઓસી કાયદાની જોગવાય મુજબ અપરાધીના પોલીસ દ્વારા કરાયેલા ટેલિફોન ટેપના પુરાવાને કાયદેસર ગણવામાં આવતા પોલીસ દ્વારા શંકાસ્પદ શખ્સોના તા.૧ ડિસેમ્બરથી ટેલિફોન ટેપ કરી શકે તેમ ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવી આ અંગે ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.

જીસીટીઓસી કાયદા હેઠળ ઝડપાયેલા આરોપીઓ સામે ખાસ કોર્ટમાં સુનાવણી થશે અને તેના માટે વિશેષ અદાલતની રચના કરવામાં આવનાર તેમજ ખાસ સરકારી વકીલોની પણ નિમણુંક આપવામાં આમનાર હોવાનું ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવી ગુનેગારો દ્વારા વસાવવામાં આવેલી સંપત્તી પણ ટાસમાં લેવા અને તેના રજીસ્ટ્રેશન રદ કરાવા તેમજ કોના નામે ટ્રાન્સફર કરી હશે તો તે પણ અટકાવવાની પોલીસને આ કાયદા હેઠળ વિશેષ સત્તા આપવામાં આવી છે. તેમજ આરોપી દ્વારા પોલીસ સમક્ષ ગુનાની કરેલી કબુલાતને પણ માન્ય ગણવામાં આવતા ગુનેગારો માટે કાયદાની આટીઘૂટીનો લાભ લઇ છુટવું અઘરૂ બની જશે તેમ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

આ કાયદાનો પોલીસ દ્વારા દુર ઉપયોગ થશે તેમ કહી અગાઉ વિરોધ કરવામાં આવ્યો હોવાથી ૨૦૦૪માં તૈયાર કરાયેલા ત્રાસવાદ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંકુશમાં લાવવાનોના ખાસ કાયદાને હવે સતાવાર મંજુરી મળી છે. આ કાયદા હેઠળ પોલીસ આગામી તા.૧ ડિસેમ્બરથી શંકાસ્પદ શખ્સોના ફોન ટેપ કરવાની મંજુરી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.