Abtak Media Google News

જેએનયુને ‘એન્ટિ-નેશનલ’ યુનિવર્સિટીનું ટેગ લાગ્યું, એ વાતને વર્ષો વીતી ગયા. 2016માં ક્ધહૈયાકુમાર, ઉમર ખાલિદ જેવા નામોથી એ સંસ્થા બદનામ થઈ. પરંતુ એની

પહેલા પણ ઘણાં રાજકીય દાવપેચ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ એ કેમ્પસે જોઈ છે

 

Advertisement

ગુજરાત અને યુપીની ચૂંટણીઓ નજીક છે. દરેક દિશાએથી વિવાદોના વાય શરૂ થવાના આરે છે. આ સમયે થોડા સમય પહેલાના એક બહુચર્ચિત ઉંગઞમાં થયેલા વિવાદ વિશે એક ઊંડી સફર કરાવવી છે.

7 ફેબ્રુઆરી 1996. આ એ સમયની વાત છે, જ્યારે કનૈયાકુમાર જેવો જેએનયુનો સૌથી બદનામ ચહેરો હજુ પોતાના બાળોતિયાંમાંથી બહાર નીકળીને કક્કો-બારાખડી શીખી રહ્યો હતો! જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીના જર્મન ડિપાર્ટમેન્ટમાં અસોશિયેટ પ્રોફેસર તરીકેની નોકરી કરી રહેલાં બાદલ ચક્રવર્તી જેએનયુના રજિસ્ટ્રારને એક પત્ર લખી રહ્યા હતાં, જેનો વિષય હતો : પાકિસ્તાનના સાગરિતો દ્વારા જેએનયુ કેમ્પસમાં થઈ રહેલી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ!

હા, એ જ બાદલ ચક્રવર્તી, જેની વાતને આજથી બે દાયકા પહેલા એકપણ વ્યક્તિએ ગંભીરતાપૂર્વક ન લીધી. જેએનયુને ‘એન્ટિ-નેશનલ’ યુનિવર્સિટીનું ટેગ લાગ્યું, એ વાતને વર્ષો વીતી ગયા. 2016માં કનિયાકુમાર, ઉમર ખાલિદ જેવા નામોથી એ સંસ્થા બદનામ થઈ. પરંતુ એની પહેલા પણ ઘણાં રાજકીય દાવપેચ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ એ કેમ્પસે જોઈ છે. તમામ હીન ઘટનાઓની મૂક સાક્ષી બનીને એણે વેઠ્યું છે. અમુક છમકલાં આપણી સમક્ષ આવ્યા, તો કેટલાક જેએનયુની ચાર દીવાલો વચ્ચે જ દબાઈ ગયા. પ્રોફેસર બાદલ ચક્રવર્તીએ આજથી વીસ વર્ષ પહેલા પોતાના પત્રમાં એવી કેટલીક બાબતોનો ઘટસ્ફોટ કર્યો હતો, જેના પરથી મક્કમપણે એવું કહી શકાય કે જેએનયુના કેમ્પસનો દુરૂપયોગ આજકાલથી નહીં, પરંતુ દાયકાઓથી થતો આવ્યો છે!

તેમણે લખ્યું છે કે, કાશ્મીર પડાવી લેવાના પાકિસ્તાનનાં પ્રયાસો હવે બળવત્તર બન્યા છે. પરિણામસ્વરૂપ, જેએનયુના કેમ્પસમાં પોતાના એજન્ટ્સ ઘુસાડવાની એમની સાજિશ ધીરે-ધીરે આકાર લઈ રહી છે. 1995ના 15 નવેમ્બર મહિનાની એક ઘટના યાદ કરતાં તેઓ જણાવે છે કે, મને જાણ છે ત્યાં સુધી ભારતના નવેસરથી ભાગલા પાડવા માટેની એક સંપૂર્ણ જાહેરાત એ દિવસે કરવામાં આવી હતી! અરાવલી અને ગોમતીમાં છુપાઈને રહેતાં એમના આતંકવાદીઓ પણ એ કાર્યક્રમમાં પોતપોતાના હથિયારો સાથે આવી પહોંચ્યા હતાં ! અમુક ત્રાસવાદીઓ સરકાર અને કોલેજની ઑથોરિટીની જાણબહાર હોસ્ટેલમાં વસવાટ કરી રહ્યા છે. તો આ અંગે ઇન્ટલિજન્સ બ્યુરોને સત્વરે જાણ થવી જરૂરી છે.

બાદલ ચક્રવર્તીના પત્રમાં પુષ્કળ સંદર્ભો અને વ્યક્તિઓનો ઉલ્લેખ થયેલો છે. એમના લેખો જેએનયુની ઘણી રહસ્યમય લાગતી ઘટનાઓ પરથી પડદો ઉઠાવવાનું કામ કરે છે. કમનસીબી એ છે કે, પૂરતાં પુરાવાઓ અને સાક્ષીની હાજરી વગર એ દસ્તાવેજોને પસ્તી માની લેવામાં આવ્યા છે. આમ છતાં એમાં જે સમય-સ્થળ અને બનાવની જે ચોકસાઈપૂર્વક માહિતી આપવામાં આવી છે, તેને કોઈ કાળે જૂઠ માની શકાય એવી સંભાવના શેષ નથી બચતી.

ગયા વર્ષે જેએનયુની રોજબરોજની કોન્ટ્રોવર્સીથી ત્રસ્ત વિદ્યાર્થીઓએ બાદલ ચક્રવર્તીએ ભેગી કરેલી પ્રેસનોટ, લેખો અને એમના પત્રો યુનિવર્સિટીના જ કેટલાક પ્રોફેસરની મદદ લઈને એડમિનિસ્ટ્રેશનમાં જમા કરાવ્યા. જેમાં 10 એપ્રિલ, 1991ની એક પ્રેસનોટનો કિસ્સો અહીં ખાસ ટાંકવા જેવો છે : દિલ્હી પોલીસે એક બહુ જ મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે જેમાં યુનાઇટેડ કિંગ્ડમ, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, નેપાળના કેટલાક માણસો છુપી રીતે પાકિસ્તાનમાં કામ કરતા હોવાની વાત સામે આવી છે. તેઓ ભારતના જમ્મુ-કાશ્મીરને પડાવી લેવા માટેની પ્રવૃત્તિમાં ફંડ આપતા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. આથી દિલ્હી પોલીસ દ્વારા હિઝાબ-અલ-મુજાહિદ્દીનના ઉપરી ઓપરેટર અસફાક હુસૈન અને જવાહરલાલ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી સહાબુદ્દીન ગોરીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે સહાબુદ્દીન જેએનયુમાં માનવ અધિકારોના રક્ષણની વાત કરતા એક આંદોલનકારી તરીકે આટલા સમયથી છુપા વેશે પોતાનું ઓપરેશન પાર પાડી રહ્યો હતો! જેની પાસેથી અમુક સંવેદનશીલ દસ્તાવેજો અને રૂપિયા 16.27 લાખની માતબર રકમ (એ પણ 1991ની સાલમાં!) બરામત કરવામાં આવી છે.

સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ જેએનયુને ફાળવે છે. બાદલ ચક્રવર્તીના આક્ષેપોને સાવ ખોટા માની શકાય એવું તો નથી જ! હાલમાં જે ફી વધારાનો વિવાદ વકર્યો છે, એમાં મૂળ ફરિયાદ 40 ટકા લોકોને જ છે. 60 ટકા વિદ્યાર્થીઓ એવા છે, જેઓ ફી વધારાને પહોંચી વળવા માટે સક્ષમ છે. સુપ્રીમ કોર્ટ સુધી આ વિવાદ પહોંચ્યો હતો ત્યારે સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું હતું કે ગરીબીરેખાથી નીચે જીવતાં વિદ્યાર્થીઓને 50 ટકા ફી માફી આપવામાં આવશે. આમ છતાં અસંતુષ્ટ તોફાની તત્વોએ પોતાની ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાનું ચાલુ રાખ્યું.

જેએનયુને મળતી ગ્રાન્ટ વિશે બાદલ ચક્રવર્તીએ હ્રદયપૂર્વક ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મને દુ:ખ તો એ વાતનું છે કે આ કેમ્પસમાં ઉછરીને મોટા થઈ રહેલા આતંકવાદીઓ સરકારના પૈસે તાગડધીના કરી રહ્યા છે! રાજકોષમાંથી ફાળવવામાં આવતી રકમને અહીં કેવા પ્રકારના કામો માટે ઉપયોગમાં લેવાઈ રહી છે, એ સત્તાધીધોએ જોવું જોઈએ.

એપ્રિલ, 2000ના અરસામાં બનેલો એક બનાવ આજે જેએનયુમાં ભણતા વિદ્યાર્થીઓ માટે દંતકથા બની ગઈ છે. એવું કહેવાય છે કે, કારગીલના યુદ્ધ બાદ ઇન્ડો-પાક મુશાયરાનું આયોજન જેએનયુ કેમ્પસમાં કરવામાંઆવ્યું હતું. એ કાર્યક્રમમાં આમંત્રિત બે આર્મી જવાનોએ જે દ્રશ્ય જોયું એ તેમના લોહીને ગરમ કરી નાંખનારું પૂરવાર થયું. સિવિલ ડ્રેસમાં આવી પહોંચેલા બંને દેશભક્તોએ જેએનયુના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત થયેલા એ કાર્યક્રમમાં પાકિસ્તાન તરફી નારાઓ સાંભળ્યા! તેમણે આ અંગે પોતાનો પ્રબળ વિરોધ નોંધાવ્યો, જેથી જેએનયુના વિદ્યાર્થીઓએ એમની ખૂબ પિટાઈ કરી. અલબત્ત, તેમના પ્રાણને કોઈ સંકટ ન પહોંચ્યું પરંતુ તેઓ દિવસો સુધી હોસ્પિટલના બિછાના પર જ રહ્યા!

બાદલ ચક્રવર્તીએ પેશ કરેલા પુરાવાઓમાં જૂના પોસ્ટર્સ અને ફોટોકોપીનો સમાવેશ થાય છે. આ એવી ઝેરોક્ષ પ્રિન્ટ્સ છે, જેમાં લખાયું છે : ‘તુમ કિતને અફઝલ મારોગે? ઘર ઘર સે અફઝલ નીકલેગા!’ આતંકવાદી અફઝલની પહેલી મૃત્યુતિથિ પર જેએનયુના વિદ્યાર્થીઓએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી એ વેળા આ કાગળો બરામત થયા હતાં. ‘કાશ્મીરને હૂંફની જરૂર નથી. કાશ્મીર તો આઝાદી માંગે છે!’ જેવા વિધાનો કંઈ કેટલાય પોસ્ટર્સ પર લખવામાં આવ્યા હતાં! અને બાદલ ચક્રવર્તીએ જેએનયુના વિદ્યાર્થીઓને કસૂરવાર ઠેરવ્યા છે એવું નથી. મુઝફ્ફરાબાદમાં બે દિવસ માટે ભરાયેલી ઇન્ટરનેશનલ કાશ્મીર કોન્ફરન્સમાં જેએનયુના પ્રોફેસર્સનું સામેલ થવાની ઘટનાનો પણ એમાં ઉલ્લેખ છે.

પાકિસ્તાન-ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે)માં યોજાયેલી ઇન્ટરનેશનલ કાશ્મીર કોન્ફરન્સમાં ભારતીય અફસરો અને અન્ય નોકરિયાતોને આવવાની સખત મનાઈ ફરમાવવામાં આવી હતી. આમ છતાં પ્રોફેસર અનુરાધા શેનોય અને કમલ શેનોય ત્યાં ઉપસ્થિત રહ્યા! જેનો સીધો મતલબ એમ થાય કે આ બંને પ્રોફેસર્સનું કનેક્શન પાકિસ્તાનના આતંકવાદી સંગઠન અને રાષ્ટ્રવિરોધી જૂથ સાથે હોવું જોઈએ. અનુરાધા અને કમલ ઉપરાંત જેએનયુના અન્ય કર્મચારી નિવેદિતા મેનન, રંજની મઝુમદાર અને કુમકુમ રોય પર પણ આવા જ આક્ષેપો લગાડવામાં આવ્યા હતાં. તેની સત્યતા કેટલી એ અંગે આજસુધી સૌકોઈ અંધારામાં છે!

એક સમયે જેએનયુની હોસ્ટેલમાં 300થી પણ વધારે આતંકવાદી, માઓવાદી અને પાકિસ્તાનના કાશ્મીરી ઘુસણખોરો ગેરકાયદેસર વસવાટ ધરાવતાં હતાં  એવું બાદલ ચક્રવર્તીનું કહેવું છે. જેઓ સમય-સમયાંતરે ગૌમાંસ ખાવા ઉપરાંત નવરાત્રિ દરમિયાન મહિષાસુર દિવસની ઉજવણીનું આયોજન પણ કરતા હતાં. દેવની જગ્યાએ દાનવોની પૂજા કરવાની આ રીત ખરેખર એમની વિકૃત માનસિકતાનું પ્રદર્શન કરતી હતી. તેઓ છાશવારે જેએનયુ કેમ્પસમાં રાષ્ટ્રવિરોધી સેમિનાર્સ અને લેક્ચર્સ ગોઠવતાં હતાં, જેથી ત્યાંના વિદ્યાર્થીઓમાં નફરતની ભાવના હંમેશા પ્રજ્વલિત રહે!

પોતાની વાતનું સમાપન કરતી વેળાએ બાદલ ચક્રવર્તી છેલ્લે લખે છે, વિદ્યાનું આ મંદિર હવે સેક્સ-રેકેટ કૌભાંડ ચલાવતું એક કૂટણખાનું બની ગયું છે. અહીંના પ્રધ્યાપકો, હોસ્ટેલ કર્મચારીઓ, નોકરો અને દિલ્હીના કેટલાક બ્યુટી પાર્લર પણ આ ધંધામાં સંડોવાયેલા છે. જેનું મૂળ ઠેકાણું દિલ્હીનું મુનિરકા ગામ છે! ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ યુનિયન (ડીએસયુ), ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ફેડરેશન (ડીએસએફ) અને ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોશિયેશન (એઆઇએસએ) જેવા પ્રમુખ સંગઠનોના કાર્યકર્તાઓ આ તમામ ગોરખધંધાનું સંચાલન કરે છે.

કનૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય જેવા તત્વોને જેએનયુમાંથી કાઢી નંખાયા પછી પણ તેઓ પોતાની હરકતો નથી ત્યજી રહ્યા. 1969ની સાલમાં જેએનયુને દેશની સર્વોચ્ચ યુનિવર્સિટી બનાવવાના સ્વપ્ન સાથે શરૂ કરવામાં આવી હતી, જેને આજે પાંચ દાયકાથી વધુ સમય વીતી ગયો છે. રાષ્ટ્રપતિના હસ્તે 2017માં ‘બેસ્ટ યુનિવર્સિટી’નો અવોર્ડ મળવા છતાં જેએનયુને વાસ્તવમાં ભારતની સર્વશ્રેષ્ઠ કોલેજમાં સ્થાન આપી શકાય કે નહીં એ યક્ષપ્રશ્ન છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.