Abtak Media Google News

ગઇકાલ કરતાં આજ સારી છે અને આજ કરતાં આવતીકાલ..! આ છે આપણા ભારતની ઉભરતી તસ્વીર..! છેલ્લા બે વર્ષથી વેરણછેરણ થયેલા જનજીવન અને ચિંથરેહાલ થયેલી ઇકોનોમીથી સૌ પરેશાન હતા. પરંતુ હવે આંતરરાષ્ટ્રિય નાણાભંડોળ અર્થાત ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ( આઇ.એમ.એફ) કબુલે છે કે 2021 માં ભારતનો વૄધ્ધિદર 9.5 ટકા જ્યારે 2022માં 8.5 ટકા જેટલો રહેશે.  વર્લ્ડ બેંકનાં તારણ પ્રમાણે વર્ષ 2020 માં જો ભારત વિકાસની બાબતમાં () માઇનસ  7.3 કટા જી.ડી.પી. સાથે વિશ્વમાં સૌથી ખરાબ પર્ફોમન્સ વાળા ટોપ પાંચ દેશોમાં હતું તો એ જ ભારત 2021 તથા 2022 માં વિશ્વમાં સૌથી ઉત્કૄષ્ટ પર્ફોમન્સ સાથે પ્રથમ ક્રમાંકે રહેશે.

દિવાળી આવતા સુધીમાં દેશમાં 100 કરોડ લોકોને કમસેકમ એક વેક્સીનનો ડોઝ લાગી ગયો હશે. ભારતના શેરબજારે 60000 અંકની સપાટી વટાવી છે. આઇ.પી.ઓ મારફતે કંપનીઓ અબજો રૂપિયા ઉઠાવે છે. કંપનીઓની સથે રોકાણકારો પણ કમાય છે. મુડીઝે ભારતનું રેટિંગ નેગેટિવ માંથી સ્ટેબલ કરવાની જાહેરાત કરી છે. છેલ્લા આંકડા પ્રમાણે ભારતનો બેરોજગારીનો દર ઘટીને 6.86 ટકા થયો છે. રોજગાર વધારવામાં ક્ધસ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઐ સિંહફાળો આપ્યો છે. આ બધા અર્થતંત્રના વિકાસનાં એવા પાયા છે જે મોટી ઇમારત ચણવા માટે સક્ષમ છે.

વિશ્લેષકો કહે છે કે જે રીતે શેરબજારો વધી રહ્યા છે તે ગતિ જો જળવાઇ રહી તો 2024 સુધીમાં ભારતનું શેરમાર્કેટ વિશ્વમાં ટોપ-5 માં સ્થાન ધરાવશે. જે 2024 સુધીમાં ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન પાંચ ટ્રિલિયન કરી શકે છે. આગામી ત્રણ વર્ષમાં આઇ.પી.ઓ દ્વારા જ 400 અબજ ડોલર બજારમાં ફરતા થશે. આપણે સૌ જાણીએ છીઐ કે એપ્રિલ-21, મે-21 અને જુન-21 માં ભારતમાં કોવિડ-19 ની બીજી લહેર ચરમસીમાએ હતી. આમછતાં આઇ.પી.ઓ મારફતે 40 જેટલી કંપનીઓએ 64000 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે.

કદાચ આજ કારણ છે કે વર્લ્ડ ઇકોનોકિ ફોરમે હાલમાં જાહેર કરેલા આંકડામાં જણાવ્યું છે કે 2021 માં વૈશ્વિક દર 5.9 ટકા અને 2022 માં 4.9 ટકા રહેવાની ધારણા છે જ્યારે ભારતનું યોગદાન તેમાં અવ્વલ નંબરે રહેવાનું છે. અત્રે ખાસ નોંધનીય છે કે 2021 માં ચીનનો દર 8.0 ટકા અને 2022 માં 5.6 ટકા અંદાજવામાં આવ્યો છે. આજ રીતે અમેરિકાનો દર 2021 માં છ ટકા તથા 2022 માં 5.2 ટકા અંદાજવામાં આવ્યો છે. નિષ્ણાંતો કહે છે કે કોવિડ-19 પહેલાનાં સમયગાળામાં જે રીતે વિશ્વ આગળ વધી રહ્યું હતું તે ગતિ 2022 માં પાછી આવી શકે છે. જ્યારે 2024 માં વિશ્વ 2022 કરતા પણ એક ટકા જેટલો વધારે વિકાસ સાધી શકશે.

હાલમાં ભારતમાં કોવિડ-19 નાં કેસોની સંખ્યા ઉતરતા ક્રમમાં છે. એટલે કે જેટલા દૈનિક નવા કેસ આવે છે એના કરતા ડિસ્ચાર્જ વધારે થાય છે. મુંબઇમાં 17 મી ઓક્ટોબર-21 પ્રથમ દિવસ હતો જ્યારે એપ્રિલ-20 બાદ સૌ પ્રથમ દિવસ હતો જેમાં કોવિડ-19 નાં કારણે એક પણ દર્દીએ જીવ ગુમાવ્યો નહોતો. આઇ.એમ.એફ તથા વર્લ્ડબેંકનાં અધિકારીઓ કહે છે કે 2021નાં અંત

સુધીમાં દરેક દેશમાં ઓછામાં ઓછા 40 કટા નાગરીકોનું સરીકરણ થઇ જવું જોઇઐ અને 2022 નાં પ્રથમ છ મહિના સુધીમાં 70 ટકા રસીકરણ પુરૂં થઇ જાય તો કોવિડ-19 થી થનારા મોતનો આંકડો ઘણો નીચો આવી જશૈ જેનાથી માનવજાતમાં કોવિડ-19 નો ભય પણ ઓછો થશે. જેતે દેશમાં 70 ટકા રસીકરણ થઇ જાય તે દેશની વેક્સીન અન્ય ગરીબ તથા પછાત દેશોમાં મોકલવી શરૂ થવી જોઇએ. આમ થવાથી જ વૈશ્વિક ઇકોનોમીનું સંતુલન જળવાઇ રહેશે.

અત્રે ખાસ નોંધનીય છે કે યુ.એ.ઇ.ની કુલ વસ્તી જેટલા નાગરિકોને તો ભારત દૈનિક વેક્સીન આપે છે. આજે પણ યુ.ઐ.ઇ.માં 80 ટકા લોકોનું બે ડોઝનું વેક્સીનેશન થયું છે જ્યારે 91 ટકા લોકોનું એક ડોઝનું વેકિસનેશન થયું છે. આપણે ત્યાં ઇન્જેક્શનની ખેંચ છે જ્યારે ત્યાં ઇન્જેક્શન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

જે રીતે પરિમાણો બદલાઇ રહ્યા છે તે જોતા ભારતીય ઇકોનોમી  વી ગ્રાફમાં રિકવર થઇ રહી હોવાના સંકેત મળી રહ્યા છે.બસ હવે ધ્યાન રાખવાનું છૈ કોવિડ-19 ની ત્રીજી લહેરનું. આગામી માર્ચ-22 સુધીમાં જો વેકસીનેશન થઇ જાય તો ભારતનો સિતારો ફરી આસમાને ચમકતો હશૈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.