Abtak Media Google News

તાત્કાલીક કાર્યવાહી નહી થાય તો આગામી દિવસોમાં ભુખ હડતાલ સહિતના કાર્યક્રમો આપવાની ચિમકી

આપણા દેશની મોટા પ્રમાણમા વસ્તી ખેડુતો પર નિભઁર કરે છે જેમા ખેડુતો ધરતીનો પુત્ર પણ ગણાય છે. જ્યારે હાલ સરકાર દ્વારા ખેડુતો સાથે શોષણની નિતીથી અનેક ખેડુત સંગઠનો દ્વારા સરકાર સામે આંદોલનો છેડ્યા છે. ત્યારે વધુ એક ધ્રાગધ્રા પંથકના ખેડુતો તથા કિસાન એકતા સમિતી દ્વારા સરકાર દ્વારા ખેડુતોને પાકવિમાની રકમ ચુકવેલ નથી તથા હાલમા ખેડુતોને ચોમાસાની સિઝન લેવી ખુબજ મુશ્કેલી બની છે જેના લીધે દેવુ કરી પોતાના ખેતરમા ઉગાડેલ પાક સારા પ્રમાણમા નહિ થવાના લીધે ખેડુતોને દેણાના લીધે મુશ્કેલી પડી રહી છે ત્યારે ધ્રાગધ્રા પંથકના વાવડી, ધૃમઠ, નારીચાણા, અંકેવાડીયા સહિત ગામોના ખેડુતો દ્વારા મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવ્યુ હતુ જેમા ખેડુતોને પાકવિમો ચુકવવા રજુવાત કરાઇ હતી જ્યારે ધ્રાગધ્રા મામલતદારને આવેદન પત્ર આપતા સમયે ધ્રાગધ્રા પંથકમાથી મોટાભાગના ખેડુતો હાજર રહી પોતાને પાકવિમો મળી રહે તેવી ઉચ્ચસ્તરે રજુવાત કરવા જણાવી બાદમા તાત્કાલિક કાયઁવાહી નહિ થાય તો અગામી સમયમા ભુખહડતાલ જેવા કાયઁક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.