Abtak Media Google News

સુત્રાપાડામાં કોળી સમાજ દ્વારા સામાજિક પ્રશ્ર્નોનું નિવારણ કરવા તેમજ કોળી સમાજના બંધારણીય હકકોનું અમલીકરણ બારામાં મામલતદારને આવેદનપત્ર અપાયું જેમાં કોળી સમાજ સાથે થતા અન્યાય અત્યાચાર અટકાવવા તેમજ ગુજરાતમાં સૌથી મોટી વસ્તી કોળી સમાજની છે અને સૌથી મોટો મતદાર વર્ગ પણ કોળી સમાજનો છે. લોકશાહીમાં મતદારનું મૃત્યુ અતિમહત્વનું છે. આ સમાજ કચડાયેલો દબાયેલો હોય મહેનત મજુરી તેમ ખેતી દ્વારા જીવન નિર્વાહ કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે.

તેમજ કોળી સમાજ અવાર નવાર અનેક અત્યાચારો જોર જુલમો અને સામાજિક-રાજકીય ઘોર ઉપેક્ષાઓનો ભોગ બનતો રહ્યો છે.

તા.૨૫/૪/૨૦૧૮થી જે પીપાવાવ જમીન મુકિત ઉપવાસ આંદોલનમાં અમરેલી જીલ્લાના રાજુલા પ્રાંત કચેરી ખાતે છેલ્લા ૬૬ દિવસથી જે લોકો પોતાના ગામના સર્વે નંબરની જમીનો મુકત કરવા બેઠા છે તેમાં ૯૫% ભાઈ-બહેનો કોળી સમાજના છે. તેઓએ આજદિન સુધી ન્યાય મળ્યો નથી. તેમજ કોળી સમાજના જાગૃત યુવાનોની મળેલ મીટીંગમાં ગુજરાતભરના યુવાનોએ રજુ કરેલ વિવિધ પ્રશ્ર્નો સમસ્યાઓ સાંભળતા કોળી સમાજના જાગૃત યુવાનો દ્વારા સમાજના સમયવોથી જાગૃતતા લાવવી તેમજ કોળી સમાજ પર થયેલ અત્યાચારોમાં ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાનો પિછવી અત્યાચાર કાંડ, જાફરાબાદ તાલુકાના ભાડા ગામે થયેલ બળાત્કારકાંડ, ભાવનગર તાલુકાના મઢીયા ગામે થયેલ બળાત્કારકાંડ આવા અનેક અત્યાચાર થાય છે ત્યારે ગુજરાતભરમાં તેમજ સુત્રાપાડા જાગૃત કોળી સમાજના યુવાનો હવે હદ થઈ છે એ સુત્ર સાથે જન આંદોલનને બાલ આપી ગુજરાત સરકાર સામે તમામ બાબતોમાં અસહકારની ચળવળ ચલાવીશું તેમજ આંદોલનને રાજયના ખૂણે-ખૂણે લઈ જઈશું અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજને ન્યાય અપાવીને જ જંપીશું ત્યારે સુત્રાપાડા કોળી સમાજના યુવાનો દ્વારા બહોળી સંખ્યામાં મામલતદારને આવેદનપત્ર અપાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.