Abtak Media Google News

૧૫ દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી.

વઢવાણ તાલુકાનાં ખેડુતોએ પાક વિમાની રકમ ચુકવવા સંદર્ભે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું સાથે જો તેઓની સમસ્યા ૧૫ દિવસમાં હલ કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આવેદનમાં જણાવાયું કે, વઢવાણ તાલુકાના વેળાવદર, રૂપાવટી, ખોડુ, નગરા, પ્રાણગઢ, અધેળી, ચમારજ ગામના ખેડુતોએ જુદી-જુદી રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા અમો ખેડુતોએ પાક ધીરાણ લીધેલ હોય અને પાક ધીરાણ સમયે ખરીફ પાક અંતર્ગત કપાસ (કોટન)ના વાવેતર દરમ્યાન પાક વીમાના પ્રિમીયમના રૂપિયા એકાઉન્ટમાંથી વીમા પ્રિમીયમ પેટે દરેક ખેડુતોના કાપેલા હોય તેવા સંજોગોમાં વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં અતિવૃષ્ટિ થવા પામેલ તેવા સંજોગોમાં અમારો દરેક ખેડુતોએ વાવેલ કપાસ સંપુર્ણ નષ્ટ થયેલ છે.

તેમજ વર્ષ ૨૦૧૭-૨૦૧૮ની સાલમાં સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકામાં ઓછો વરસાદ થવાથી અમો દરેક ખેડુતોને કપાસના વાવેતરની ઉપજ-નિપજ મળેલ નથી અને ખુબ જ મોટુ નાણાકીય નુકસાન થયેલ છે. રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા મેળવેલ પાક ધિરાણના રૂપિયા પણ રીન્યુ કરી શકીએ તેવી પરિસ્થિતિ ન હોય તો પાક વીમાના રૂપિયા દરેક ખેડુતને દિન ૧૫માં મળે તેવી વ્યવસ્થા આપની કક્ષાએથી કરી આપવા એવી માંગ કરાઈ છે. જો દિન ૧૫માં સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંઘ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.