Abtak Media Google News

અબતક, રાજકોટ

Advertisement

આંતરરાષ્ટ્રીય ફળ-શાકભાજી વર્ષ નિમિત્તે બાગાયત સહાય લક્ષી યોજનાઓ થકી મહત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહત્તમ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનમાં વધારો કરીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે.

નવા ફળપાકનો વાવેતર વિસ્તાર વધારવા સહાય, ફળપાક પ્લાનિંગ મટીરીયલ સહાય, ટીસ્યુ કેળ, પપૈયા અને ખારેકની ખેતીમાં સહાય, હાઇબ્રીડ શાકભાજી તથા ફૂલપાક ઔષધીય સુગંધિત પાકોના વાવેતરમાં સહાય, વેલાવાળા શાકભાજીમાં ટેકા/મંડપ સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમા સહાય, બાગાયતી પાકોમાં પી.એચ.એમ માટે પેકીંગ મટીરીયલમા સહાય, ટુલ્સ ઇક્વિપમેન્ટ તથા ગ્રેડીંગના સાધનોમા સહાય, બાગાયતી ખેતી માટે પાવર ટીલર અને ટ્રેકટર માઉન્ટેડ સ્પેયરની ખરીદી સહાય, જેવી અનેકવિધ યોજનાઓ મારફતે સહાય આપવામાં આવે છે.

બાગાયતદારો માટે ઉપરોક્ત તમામ તથા અન્ય બાગાયતી યોજનાઓનો લાભ તેમજ જાણકારી માટે www.ikhedut.gujarat.gov.in  વેબસાઈટ પર મોબાઈલ, ઈ-ધરા કેન્દ્ર, ગ્રામ પંચાયત કે સાયબર કાફેમાંથી ઓનલાઈન અરજી તા. 30/09/2021 સુધીમાં તથા પ્રોજેક્ટ બેઈઝ ઘટકો માટે 31/12/2021 સુધીમાં અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ જિલ્લા કચેરીએ પુષ્ટિ કરવાની રહેશે. વધુ માહિતી માટે રાજકોટ જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન 3, રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.