Abtak Media Google News

 

અબતક, નવી દિલ્હી:

કોરોના બાદ ઝડપભેર ખેતી ક્ષેત્ર વિકસિત થઇ રહ્યું છે ત્યારે કેન્દ્રે ચાલુ વર્ષમાં આશા સેવાઇ રહી  છે કે ખરીફ પાકનું ઉત્પાદન ભારત દેશમાં દોસ્તો મિલિયન ટન સુધી પહોંચી શકશે જાતો સાથ ગત વર્ષની સરખામણીમાં કઠોળનું જે ઉત્પાદન નોંધાયું હતું તેમાં પણ વધારો થઈ ઉત્પાદન 9 મિલિયન ટન સુધી પહોંચે તો નવાઈ નહીં સારા ચોમાસાનાં પગલે ખરીફ પાકનું ઉત્પાદન પર થાય એ દિશામાં સરકાર તમામ પ્રયત્નો કરી રહ્યું છે. બીજી તરફ શેરડી અને કપાસનું પણ ઉત્પાદન વધુ થશે તેવી શક્યતા છે તો સામે ઓઈલસિડ અને સીરીયલના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી શકે છે.

ગત વર્ષની સરખામણીમાં કઠોળના ઉત્પાદનમાં પણ વધારો થવાની શક્યતા, ચાલુ વર્ષે 9 મિલિયન સુધી પહોંચવાની કેન્દ્ર અને આશા

ખરીફ પાકમાં ડાંગરનું ઉત્પાદન વધુ ને વધુ થાય તે દિશામાં ખેડૂતો મહેનત કરતાં હોય છે અને ખેડૂતો દ્વારા તેનું બી ચોમાસાની શરૂઆતમાં જ વાવવામાં આવતા હોય છે અને તેને મેળવવાની કામગીરી ઓક્ટોબરમાં શરુ કરાઈ છે જેથી સારુ ઉત્પાદન ડાંગરનું મળી શકે. ખેત મંત્રી નરેન્દ્રસિંહ તોમરે માહિતી આપતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક ઉત્પાદન ખરીફ પાકમાં જોવા મળશે. સામે એ વાતની પણ શક્યતા છે કે તુવેર નું ઉત્પાદન ગત વર્ષે 4.28 મિલિયન ટન જેટલું થયું હતું જેમાં વધારો થઈ તે પણ 4.43 મિલિયન ટન સુધી પહોંચે તો નવાઈ નહીં.

બીજી તરફ કપાસમાં પણ બમ્પર ઉત્પાદન થવાની શક્યતા જોવા મળી રહી છે જે ગત વર્ષની સરખામણીમાં પણ વધુ થાય તો નવાઈ નહીં આંકડાકીય માહિતી અનુસાર કપાસનું ઉત્પાદન ચાલુ વર્ષે 36.22 મિલિયન ગાડી નું થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.