Abtak Media Google News

ઋષિ મહેતા 

કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયલ ગુજરાતની મુલાકાતે આવેલ છે. ત્યારે મોરબી ખાતે યોજાયેલ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પિયુષભાઇ ગોયલ , સાસંદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા ,જયંતિભાઇ કવાડીયા તેમજ ભરતભાઇ બોઘરા ઉપસ્થિત રહ્યા હતા.

 

આ તકે બહોળી સંખ્યામા સીરામીક એસોસીયેશન તેમજ સિરામિક ઉધોગકારો હાજર રહ્યા હતા અને સિરામિક ઉદ્યોગકારો દ્રારા તમામ મહાનુભાવોનું સ્વાગત તેમજ અભિવાદન કરવામાં આવ્યુ હતુ. આ મુલાકાત દરમિયાન સિરામિક ઈન્ડસ્ટ્રીઝના એન્ટીડંમ્પીંગ ડ્યુટીના પ્રશ્ર્નો માટે સતત પ્રયત્નો કરી ને હંમેશા ઉધોગના હિતો ની ચિંતા કરતા કેન્દ્રીય મંત્રી પિયુષભાઇ ગોયલ અને સાસંદ મોહનભાઇ કુડારીયા સાહેબ તેમજ રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા નો મોરબી સીરામીક મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.