Abtak Media Google News
મોરબી LCB પોલીસે માળીયા(મી)ના અણીયારી ટોલનાકા પાસેથી દારૂ અને બીયરના જથ્થા સાથે એકને પકડી પાડયો

રૂ.૩૩.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત

દારૂનો વેપલો કરતા બૂટલેગરોએ મોબાઈલ નંબર ટ્રેસ ન થાય તે માટે એપ્લીકેશન મારફતે વિદેશી કોડ વાળા નંબર ઉપયોગ કરવાનું શરુ કર્યું

મોરબી એલસીબી દ્વારા હળવદ માળિયા હાઇવે પરથી આશરે રૂ.૨૧.૪૬ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે ત્યારે એક આરોપી સાથે કુલ રૂ.૩૩.૬૬ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ત્યારે અન્ય બે આરોપીઓને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

F268B12D 21F8 482D A2D9 Ba3E49Fd34Bf

આ અંગે મળતી વધુ માહિતી મુજબ હળવદ માળિયા હાઇવે રોડ પર આવેલ ખાખરેચી ગામની સીમ પાસે આવેલ અણીયારી ટોલનાકા પાસે જીજે-૦૬-વિવી-૮૬૯૯ રજીસ્ટ્રેશન નંબર વાળો ટ્રક વિદેશી દારૂનો જથ્થો લઈ આવતો હોય ત્યારે તેમને અટકાવવામાં આવ્યો હતો ત્યારે ટ્રકની તપાસ કરતા ટ્રક અંદર વાસના બાબુ ભરી ઠાઠામાં ચોરખાનું બનાવી તેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની તથા બિયરનો જથ્થો પર પ્રાંતમાંથી આયાત કરી ખોટી બીલટી ઈવે બિલ તથા ઇન્વેસ્ટ બીલ બનાવી રજૂ કરી વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરવામાં આવતો હોય.ત્યારે ટ્રકની અંદર તપાસ કરતાં ટ્રકમાંથી કિંગ્સ ગોલ્ડ સ્પે.વ્હીસ્કીની બોટલો નંગ- ૧૧૬૪ કિ.રૂ.૩,૪૯,૨૦૦, મેગ્ડોવેલ્સ ૦૧ કલેકશન વ્હીસ્કીની બોટલો નંગ-૨૩૨૮ કિ.રૂ. ૬,૯૮,૪૦૦ , રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૧૫૬૦કિ.રૂ.૮,૧૧,૨૦૦ મળી કુલ બોટલો નંગ-૫૦૫૨ કુલ કી.રૂ.૧૮,૫૮,૮૦૦ તથા, ગીન્સબર્ગ પ્રિમીયમ સ્ટ્રોંગ બીયરના ૫૦૦ મીલીના ટીન નંગ- ૨૮૮૦કિ.રૂ. ૨,૮૮,૦૦૦ મળી દારૂ અને બિયરની કુલ કિ.રૂ.૨૧,૪૬,૮૦૦નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ઉપરાંત ગુન્હામાં વપરાયેલ ટ્રક કી.રૂ.૧૨,૦૦,૦૦૦ મોબાઈલ નંગ ૧ કી.રૂ.૫૦૦૦, તેમજ રોકડ રકમ ૧૪,૬૪૦ મળી કુલ કિંમત ૩૩,૬૬,૪૪૦ ની કિંમતનો મુદ્દામાલ પકડી પડવામાં આવ્યો છે. ત્યારે એલસીબી દ્વારા ટ્રક ડ્રાઇવર સોનારામ દુદારામ લુંબારામજી કડવાસરા( ઉંમર વર્ષ ૨૮ મૂળ બાડમેર રાજસ્થાન) વાળાને પકડી પાડવામાં આવ્યો છે.

6D4Dc41D A965 4Efa A1Af D15F6Abb7C43

આ અંગે ઝડપાયેલ આરોપીની પ્રાથમિક પુછપરછ કરતાં એલસીબી ની ટીમને જાણવા મળ્યું હોય કે ટ્રક ડ્રાઇવર સોનારામ પોતાના હવાલા વાળું અશોક લેલન ગાડી રજીસ્ટ્રેશન નંબર જીજે-૦૬-વિવી-૮૬૯૯ માં આરોપી નંબર અરવિંદજી જાટ (રહે જોધપુર રાજસ્થાન )વાળા એ આ વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે મોકલેલ હોય ત્યારે આ કામમાં આરોપી શ્રવણરામ મદારામ જાટ (રહે બાડમેર રાજસ્થાન )વાળાએ ટ્રકમાં આ વિદેશી દારૂનો જથ્થો ભરી આપ્યું હોય બાદ આ ટ્રકને અહીં મોકલવામાં આવ્યો હોય. ઉપરાંત મોબાઈલ ટ્રેસ ના થઈ તે માટે એપ્લિકેશન મારફતે +1(816)424-4989 અને +1(705)413-2863 જેવા નંબર નો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે એલસીબી દ્વારા આ તમામ જથ્થાની અટકાયત કરી લેવામાં આવી છે ઉપરાંત સ્થળ પરથી ટ્રક ડ્રાઇવર સોનારામને પકડી પાડવામાં આવે છે ત્યારે અન્ય બે આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.