નવી ઉદ્યોગનીતિમાં ફર્ટીલાઇઝરના કારખાના માટેની મંજુરી આપો

ગીરીરાજ આયુર્વેદીક પંચગવ્ય ચિકિત્સાલયના રમેશભાઇ ઠકકર દ્વારા સરકારને રજુઆત

હાલમાં જ ચાઇનાથી ગુજરાતમાં જે ઉઘોગોને આમંત્રણ અપાયું તેમાં ફર્ટીલાઇઝર પણ એક વિષય છે. વિશ્ર્વ આખું ઓર્ગેનીક ખેતી તરફ વળી રહ્યું છે તેની ડીમાન્ડ પણ છે. તેનું કારણ કે હાલમાં વપરાતા ફટીલાઇઝર તેમજ પેસ્ટીસાઇડ પર્યાવરણ, જંગલ, પાણી, હવા, માનવ તેમજ પશુજીવનને ખુબ જ નુકશાન કરી રહ્યું છે. પાણી ખરાબ થયા છે. પર્યાવરણ ખરાબ થયું છે. રોગો વધવાથી બીમારી વધી છે. દિનપ્રતિ દિન પ્રદુષણ વધતા માનવ પશુપક્ષી અને જંગલોનો નાશ થઇ રહ્યો છે. અને પાણી પણ પીવાલાયક રહ્યાં નથી. જમીન પણ બંજર થઇ રહી છે. આ તકે રમેશભાઇ ઠકકર દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી છે.

પશુઓના ગોબર-ગૌમુત્ર દ્વારા દેશી ખાતર બનાવવામાં આવે જેમાં ઓર્ગેનીક વેસ્ટ પણ ઉપયોગમાં આવે તે દ્વારા જમીનનું નવનીર્માણ પણ થશે અને ઉપરોકત બધા ગેરકાયદેસરઓ દુર થશે. પાણી, પર્યાવરણ, મનુષ્યનો, પશુઓનો, રોગચાળો ઘટતા દવાઓના ખર્ચ અને સમય બચશે. પાણી પણ ઓછું ઉપયોગ કરવાથી જમીનને સ્તર ઉંચુ આવશે. પાણીનું સ્તર ઉંચુ આવતા પાકને ઝાડ-પાન ફાયદો થશે અને ગરમી ઘટશે.

ઋષી પરંપરાથી ચાલતી આપથી જુની પુરાણી અને વૈદકીય કાળથી ચાલી આવે છે. ગૌ આધારીત ગોબર અને ગૌમૂત્ર જે ખેતરની અંરદ જ બધું મળી રહે છે તેવી જૈવીક (ઓર્ગેનીક) ખેતી જે પોતે જરૂરીયાતના દરેક પોષ્ટીક અને ઔષધિય ગુણો ધરાવતા પાક થકી સાત્વીક પ્રાણવાન જાતવાન અને પૌષ્ટીક છે જેથી મનુષ્ય અને પ્રાણીમાત્ર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પ્રાણવાન અને જાતવાન, શકિતશાળી અને મનની શાંતિ પામે છે. તેવા ખોરાક, શાકભાજી, ફળફળાદી, દૂધ ઉત્પન્ન કરવાના શુભઆશયથી આજે જે લોકો ઘણા વર્ષોથી ગૌ આધારીત ખેતી કરી રહ્યા છે તેમના ઉત્પાદનમાં વર્ષો વર્ષ વૃઘ્ધિ કરી રહ્યાં છે. દેવું નહી પણ દાન કરે છે. દેશને સમાજને અને પોતાની જાતને રાસાયણિક ખાતરો, ઝેરી દવાઓથી દુર રાખી ખર્ચ વગરની ખેતી, નુકશાનકારક ખેતીની બદલે નફાવાળી કરીને ખેડુતોને આપઘાત કે આઘાતમાંથી બચાવે છે.