Abtak Media Google News

બાયોસાયન્સ ભવન માટે યુજીસી અને સીએએસ પ્રોજેકટ માટે સાયન્ટીફીક સાધનોની ખરીદી કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઈનાન્સ કમિટીની બેઠક આજરોજ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આજની આ મીટીંગમાં કેમ્પસ દ્વારા વિવિધ ફાયનાન્સીયલ બાબતોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં ખાસ તો એકાઉન્ટ વિભાગની જરૂરીયાત મુજબ કોમ્પ્યુટર સર્વરની ખરીદી કરવા જીઈએમ વેબસાઈટ મારફત કાર્યવાહી કરવા અંગેનો લોયર્સ ખર્ચ રૂ.૩.૭૫ લાખ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો હતો.

Advertisement

ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટર દ્વારા કેમ્પસમાં જુદા-જુદા ભવનોને ઈન્ટરનેટ ફેસેલીટી પ્રોવાઈડ કરવા માટે સાયબર રૂમ ૨૦૦ આઈએનજી ડિવાઈઝડ લાયસન્સ રીન્યુવર કરવા માટે જીઈએન મારફત કાર્યવાહી કરવા લોયર્સ ખર્ચ રૂ.૨.૪૬ લાખ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવન માટે યુજીસી-સીએએસ પ્રોજેકટ અન્વયે સાયનીટીફ સાધનોની ખરીદવા અંગે ફાયનાન્સ કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

મેકસ વિઝન પ્રો.લી. અમદાવાદનો આઉટસોસીંગની કાર્યવાહી અંગેનો કોન્ટ્રાકટ પુન: થતો હોય આ કોન્ટ્રાકટ બે માસ માટે લંબાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. યુનિવર્સિટી કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓ માટે પ્રોવિડન્ડ ફંડની કપાત અંગે નિયમાનુસાર પ્રક્રિયા કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

આજની આ ફાયનાન્સ કમિટીની બેઠકમાં સિન્ડીકેટ સભ્ય ડો.ભાવિન કોઠારી, ડો.જી.સી. ભીમાણી, ડો.વિજય ભટાસણા, ડો.ધરમ કાંબલીયા, કુલસચિવ ડો.ધીરેન પંડયા અને મુખ્ય હિસાબી અધિકારી જે.એન.ખેર તેમજ ઓડિટર લીનાબેન ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.