Abtak Media Google News

આપણે રોજીંદા જીવનમાં ખૂબ જ કામ કરીએ છીએ, થાકીએ છીએ અને મોટાભાગે તળીયામાં દુ:ખાવો થાય છે. તળીયાનાં દુ:ખાવા માટે અનેક કારણો જવાબદા હોઇ શકે છે અને એટલે જ તળીયામાં થતી બળતરા, સોજા કે દુ:ખાવાના ઇલાજમાં બોટલ મસાજ થેરાપી ખૂબ જ ઉપયોગી નીવડે છે. તો આવો જાણીએ કે ક્યાં કારણોથી પગનાં તળીયાના દુ:ખાવા થાય છે.અને કેવી રીતે તેને દૂર કરી શકાય…..!

પ્લાંટર ફૈસ્કીટિસ એક જાડી અને મોટ સ્નાયું છે જે પગની નીચે આંગળીઓ અને પીંડીની વચ્ચે આવેલી છે. પ્લાન્ટટ ફૈસ્કીટિ પગથી જોડાયેલી એક મુખ્ય ઓર્થોપેડિક સમસ્યા છે. જેમાં પગના ટીશ્યુમાં સોજાો આવે છે. જે પગના તળિયાથી લઇ ઘુટણ સુધીના ભાગમાં સખત દુ:ખાવો સર્જે છે.

ફ્રેક્ચર અને સ્ટ્રેસ ફ્રેક્ચર : હાડકું ટુટે તો ફ્રેક્ચર કહેવાય છે. ફ્રેક્ચર પ્રત્યક્ષ આધાતનું પરિણામ છે. સ્ટ્રેસ ફ્રેક્ચર વારે વારે અથવા સશક્ત સ્ટ્રેચ જેમ કે રનીંગ અને જં૫ીગનાં કારણે થાય છે. ફ્રેક્ચરનાં કારણે પગનાં તળીયામાં અચાનક દુ:ખાવા શરુ થાય છે. અને સ્ટ્રેસ ફ્રેક્ચરર થોડા થોડા દુ:ખાવાથી શરુ થઇ વધે છે.

મસાજ : પગને મસાજ કરવાથી આરામ મળે છે. મસાજ કરત સમયે બંને પગનાં  તળીયાની તરફ અંગુઠાની નીચે આવેલાં પોઇન્ટને દબાવો….

બોટલ મસાજ : પ્લાસ્ટીકની બોટલને ૧/૩ પાણીથી ભરી લો અને ફ્રીઝરમાં જામાવી લો. જ્યારે બોટલમાં બરફ જામી જાય છે ત્યારે બોટલને એક ટુવાસ પર રાખી એક ખુર્શી પર બેસી તળીયા નીચે બોટલ રાખો. અને બોટલને તળીયાની  મદદથી આગળ પાછળ કરો. આ પ્રકારે દિવસમાં અનેક વખત કરવાથી તળીયાનાં દુ:ખાવામાં રાહત મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.