Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં ભાજપ લીગલ સેલમાં બે ફાડીયા થયા બાદ બંને જુથ્થ આમને સામને ચૂંટણી લડયા હતા. જીનીયસ પેનલના ત્રણ અને સમરસ પેનલના ત્રણ હોદેદારો વિજેતા બન્યા હતા. જ્યારે કારોબારીમાં મહિલા હોદેદાર સહિત દસમાંથી આઠ ઉમેદવાર સમરસ પેનલના વિજેતા બન્યા છે.

જીનિયસના ફાળે પ્રમુખ, સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરી:
સમરસ પેનલના ઉપપ્રમુખ, ટ્રેઝરર અને લાયબ્રેરીયનના ઉમેદવાર જીત્યા

બાર એસોસિએશનની ચૂંટણી જાહેર થઇ ત્યારથી જ જીનીયસ અને સમરસ પેનલ દ્વારા હાઇટેક પ્રચાર શરૂ કર્યો હતો. ચૂંટણીમાં જ્ઞાતિવાદ અને જુથ્થવાદ સહિતના ફેકટર જોવા મળ્યા હતા. ગઇકાલે થયેલા ભારે મતદાન બાદ સાંજે શરૂ થયેલી મત ગણતરી મોડીરાત સુધી ચાલી હતી.

Whatsapp Image 2021 12 18 At 11.35.50

કારોબારીમાં સમરસ પેનલનો હાથ ઉપર રહ્યો: આઠ ઉમેદવારે મેદાન માર્યુ

બાર એસોસિએશનમાં પ્રમુખ સહિત છ મુખ્ય હોદા અને મહિલા અનામત સહિત દસ કારોબારી સભ્ય માટે ગઇકાલે યોજાયેલા મતદાનમાં કુલ 50 ઉમેદવાર માટે મતદાન થયું હતું. પ્રમુખ પદ માટે કુલ પાંચ ઉમેદવારે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ હતું જેમાં ત્રીપાખીયો જંગ ખેલાયો હતો. ઉપપ્રમુખમાં જીનીયસ અને સમરસ પેનલના ઉમેદવાર વચ્ચે સિધ્ધી ટકકર હતી. મહિલા કારોબારીમાં ત્રણ અને પુરૂષ કારોબારીમાં 32 ઉમેદવારે વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.

સૌથી વધુ મત ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજાએ હાંસલ કર્યા:
જીનિયસ પેનલના જોઇન્ટ સેક્રેટરી દિવ્યેશ મહેતા માત્ર બે મતથી વિજેતા બન્યાં

બારની ચૂંટણીમાં વન બાર વન વોટ મુજબ મતદાન થયું હતું. કુલ 3082 મતદાર નોંધાયા છે. જેમાં 2011 વકીલ મતદારોએ મતદાન કર્યુ હતું. મત ગણતરી રાતે 11 વાગે પુરી થઇ ત્યારે ભારે ઉતેજના વચ્ચે જીનીયસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર અર્જુનભાઇ પટેલ (915 મત), સમરસ પેનલના ઉપપ્રમુખ પદના ઉમેદવાર સિધ્ધરાજસિંહ જાડેજા (1069 મત), જીનીયસ પેનલના સેક્રેટરી પદના ઉમેદવાર પી.સી.વ્યાસ (985 મત), જીનીયસ પેનલના જોઇન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર દિવ્યેશ મહેતા (909 મત), સમરસ પેનલના ટ્રેઝરર પદના ઉમેદવાર પારેખ જીતેન્દ્ર (986 મત), સમરસ પેનલના લાયબ્રેરીયન પદના ઉમેદવાર સુમીત વોરા (1034 મત) સાથે વિજેતા બન્યા છે.દસ કારોબારી સભ્ય માટે ત્રણ મહિલા સહિત 35 ધારાશાસ્ત્રીઓએ ઉમેદવારી નોંધાવી હતી.

Whatsapp Image 2021 12 18 At 11.35.58

જેમાં જીનીયસ પેનલના મહિલા વકીલ ચેતનાબેન કાછડીયા અને ડોબરીયા હિરેન વિજેતા બન્યા છે. જ્યારે સમરસ પેનલના અજય પીપળીયા, કેતન મંડ, વિવેક સાતા, નૈમિષ પટેલ, ભાવસાર નુપેન, કિશન રાજાણી અને પંડયા મનિષ વિજેતા બન્યા છે.બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ પેનલના ઉપપ્રમુખના ઉમેદવાર સિધ્ધરાજસિંહ જાડેજા સૌથી વધુ મત મેળવી જીત હાસલ કરી છે. જ્યારે જીનીયસ પેનલના દિવ્યેશ મહેતા માત્ર બે મતથી વિજેતા બન્યા છે.

 

ચાર હોદેદારો સહિત 10 સભ્યો ચુંટાવા બદલ વકીલોનો આભાર માનતું સમરસ પેનલ

સમરસ પેનલને બહુમતિથી ચુંટવા બદલ બાર કાઉન્સીલના મેમ્બર દીલીપ પટેલ, સંયોજક અંશ ભારદ્વાજ, સી.એચ. પટેલ તથા તમામ ઉમેદવારોએ તમામ વકીલ મિત્રોનો આભાર માનેલો છે. શહેરમાં બાર એસો.ની ચુઁટણીમાં ફરી એક વખત સમરસ પેનલનો દબદબો રહેલો હતો સમરસ પેનલના કુલ 16 સભયોમાંથી 10 સભ્યો ચુંટાઇ આવેલા અને એક સભ્ય માત્ર બે મતથી પાછળ હોય, ફેર મત ગણત્રી કરવા ચુંટણી કમિશ્નરને ઉમેદવારે લેખીત અરજી આપેલી તે ચુંટણી અધિકારીઓએ મંજુર કરી છે.તમામ બાર એસો. રાજકોટ બાર એસો. ક્રિમીનલ બાર, રેવન્યુ બાર, મહીલા બાર, કલેઇમ બાર, એસો.નો સમરસ પેનલે આભાર માની અને સમરસ પેનલના કાર્યકર્તા નામી અનામી તમામ વકીલોનો આભાર માનેલો છે.

ફેર મતગણતરીમાં પરિણામ પલટાયું: જોઇન્ટ સેક્રેટરી પદ સમરસના ફાળે

બારની પ્રતિષ્ઠા ભરી યોજાયેલી ચુંટણીની મતગણતરીમાં માત્ર બે મતે જુનિયસ પેનલના જોઇન્ટ સેક્રેટરીના ઉમદવાર દિવ્યેશ મહેતા વિજેતા બનતા તેમના પ્રતિસ્પર્ધી અને સમસર પેનલના ઉમેદવાર ધર્મેશ સખીયાએ ફેર મત ગણતરીની માંગ સાથે ચુંટણી અધિકારીને અરજી કરતા જે અરજી ચુંટણી અધિકારી મહર્ષિભાઇ પંડયાએ મંજુરીની મહોર મારતા ફેર મતગણતરી હાથ ધરવામાં આવી છે.

પરિવર્તન ઇચ્છતા હતા તે પ્રમાણે પરિવર્તન થયું: અર્જુન પટેલ
પ્રમુખ સહીત હોદા પર વિજય બનાવવા બદલ જીનીયસ પેનલે માન્યો આભાર

અબતર, રાજકોટ

રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત બંને પેનલ મેદાનમાં ઝંપલાવતાં ચૂંટણી રોમાંચક બની હતી જીનીયસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર અર્જુન પટેલ, જોઇન્ટ સેક્રેટરી પદે પી.સી. વ્યાસ અને મહિલા કારોબારી પદ ઉપર ચેતનાબેન કાછડિયાનો વિજય થયો હતો ચૂંટણીમાં જીનીયસ પેનલના ઉમેદવારોને મત આપનાર તમામ વકીલ મતદારોને આભાર માન્યો હતો બાર એસોસિયેશનની ચૂંટણીમાં જીનીયસ પેનલમાંથી પ્રમુખ પદ ઉપર અપસેટ સર્જી વિજય હાંસલ કરનાર અર્જુન પટેલ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં કોઇ પક્ષની વાત નથી અમારી ટીમ સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની ટીમ હતી.

સામેની સમરસ પેનલે લીગલ સેલ ટેકો જાહેર કર્યો હોવાથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હોવાનું જણાવી મતદારોને ભરમાવ્યા વકીલ મતદારો જે પરિવર્તન ઈચ્છતા હતા જે પરિવર્તન ખરેખર આવી ગયું છે. આ ઉપરાંત છેલ્લા બે ત્રણ વર્ષથી સમસ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં ઉદ્ભવી હોય તેમ નાના વકીલો સાથે ભેદભાવ રાખવામાં આવે છે. નોટરી અને સરકારી વકીલો માં પણ પોતાના વકીલોની નિમણૂક કરતા હતા જેથી નાના વકીલોને આ કાર્યવાહી પસંદ ન હોવાથી વકીલોની ઘણી બધી માંગણી હતી પૂરી કરવામાં આવશે જેમ સેક્રેટરી પદે વિજય મેળવનાર પી.સી.વ્યાસે જણાવ્યું હતું જીનીયસ પેનલના વિજેતા ઉમેદવારો અનિલ ભાઈ દેસાઈ, પિયુષભાઈ શાહ ,કમલેશભાઈ શાહ ,ભગીરથસિંહ અને રક્ષિત કલોલા સહિત વકીલોનું માર્ગદર્શન મળ્યું હતું. વિજય બનાવવા બદલ જીનીયસ પેનલે સિનિયર જુનિયર વકીલો નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.