Abtak Media Google News

રાજ્યના નગરો અને મહાનગરોને 2024 સુધીમાં રૂા.8086 કરોડ ફાળવાશે

મુખ્યમંત્રીએ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્ષ સુધારવાના હેતુસર શહેરી ક્ષેત્રોની માળખાકીય સુવિધાઓ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કુલ 79 કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 3 મહાનગરો-1 નગરના આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટે 59.30 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. વડોદરા માટે 37.07 કરોડના 16 કામો, ભાવનગર માટે 11.67 કરોડના 37 કામો, જામનગર માટે ર.30 કરોડના કામો જ્યારે અમરેલી માટે 8.ર6 કરોડના રપ કામો મંજૂર કરાયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 4 શહેરી વિસ્તારોના આઉટગ્રોથ વિસ્તારોમાં પાણી પૂરવઠા, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, રસ્તાઓ જેવા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના કામો માટે પ9.30 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની સુવિધાઓ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આવી રકમ ફાળવવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ હેતુસર શહેરી વિકાસ વિભાગે જામનગર, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ અમરેલી નગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામોની દરખાસ્ત રજૂ કરી હતી.

તદ્દઅનુસાર, વડોદરા મહાનગરપાલિકામાં આઉટગ્રોથ વિસ્તારના પાણી પૂરવઠા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ અને રોડ-રસ્તાના 16 કામો માટે 37.07 કરોડના કામો માટે મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ ઉપરાંત, ભાવનગર મહાનગરપાલિકામાં આવા આઉટગ્રોથ વિસ્તારના પેવર રોડ, આર.સી.સી. રોડ, મેટલ ગ્રાઉન્ડીંગ સહિતના રૂ. 11.67 કરોડના 37 કામો, જામનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારમાં રોડ મેટલીંગ અને આસ્ફાલ્ટ કાર્પેટ માટે ર.30 કરોડ રૂપિયાના કામોને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

તેમણે અમરેલી નગરપાલિકાના આવા આઉટગ્રોથ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સી.સી.રોડ વગેરેના ર0 કામો માટે રૂ. 8.ર6 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વિકસીત ગુજરાતના સંકલ્પ સાથે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્ષ સુધારવાના હેતુથી આ વર્ષના બજેટમાં શહેરી ક્ષેત્રોની માળખાકીય સગવડો માટે 37 ટકાનો માતબર વધારો સૂચવવામાં આવ્યો છે.

એટલું જ નહિ, નગરો-મહાનગરોમાં આવી પાયાની માળખાકીય સુવિધાઓ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રૂ. 8086 કરોડની જોગવાઇ સાથે ર0ર4 સુધી લંબાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.