Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ફરી એસસી / એસટી અધિનિયમમાં ફેરફારની અને ધરપકડની જોગવાઈનાં ચુકાદાને સ્થગિત કરવા નો ઇનકાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે ના ૨૦ મી ફેબ્રુઆરીના ચુકાદાને અનુસરીને “એસસી / એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ફરજિયાત ધરપકડની જોગવાઈને નકારી કાઢવી, કેન્દ્ર સરકાર દ્વારા કાયદા માં અનુરૂપ ફેરફાર કરીને નવું રુપ આપવું.”

Kk Venugopal
kk venugopal

એટર્ની જનરલ કે કે વેણુગોપાલે જણાવ્યું હતું કે આ ચુકાદો એવો છે કે તેમને કડક શબ્દોનો ઉપયોગ પડી રહ્યો છે અને સત્તાઓ અલગ કરવાની બંધારણીય જોગવાઈ મુજબ કારોબારી અને ન્યાયતંત્ર ને અલગ કરવાની  જોગવાઈમાં “ચેડા” સામે વિરોધ કર્યો હતો. જોકે, કોર્ટ દ્વારા વધુ દલીલો માટે 16 મી મેના રોજ વધુ સુનવણી હાથ ધરાશે.

મજબૂત વ્યક્તવ્ય બનાવી, વેણુગોપાલે જણાવ્યું હતું કે, “અમોને બંધારણે કાયદા ઘડવાની સત્તા, અને વહીવટી અને ન્યાયતંત્ર વચ્ચે સત્તા અલગ કરવા માટે પ્રદાન કરે છે. પરંતુ સુપ્રિમ કોર્ટ, આ કેસમાં, પ્રારંભિક તપાસની રજૂઆત કરીને “કાયદાકીય પર્ક્રીયામાં પ્રવેશ્યા હતા” અને, જ્યારે એફઆઈઆરનું નોંધણી ફરજીયાત કરી અને આગોતરા જામીન આપ્યા જે આ અધિનિયમમાં ગેરહાજર હતી”. વધુમાં, બેન્ચ દ્વારા એ બાબતની જોગવાઈ કરવામાં આવી હતી કે “જો ડી.એસ.પી. દ્વારા પ્રારંભિક તપાસ કર્યા વગર એફઆઈઆર નોંધાઇ, તો તે કોર્ટના તિરસ્કાર માટે જવાબદાર હોઈ શકે. ”

Sc St Act 1989 450

“આ ચુકાદોએ દેશને સંપૂર્ણપણે હચમચાવી દીધો છે.અથવા ખોટી રીતે, લોકો એટલા બગડ્યા છે કે તેથી આઠ લોકોનાં મૃત્યુ થયા છે .જેઓ હજારો વર્ષોથી દલિત છે તેમને એવી લાગણી છે કે એસસી / એસટી એક્ટની ધરપકડની જોગવાઈમાં ઘટાડો આરોપીઓનું રક્ષણ કરે છે.” જોકે જસ્ટિસ આદર્શ કે ગોયલ અને યુ.યુ. લલીટેની બેંચે સૂચન કર્યું હતું કે તેમના ૨૦ માર્ચના આદેશ દ્વારા, “અમે ક્યારેય એવું સૂચન કર્યું નથી કે દોષિતોને ફાંસીથી મુક્ત થવું જોઈએ. અમે સ્પષ્ટતા કરી છે કે જો આરોપી દ્વારા કોઈ હિંસક છે, તો એસસી / એસટી એક્ટ હેઠળ ગુનો સાથે જોડાયેલો છે, પોલીસ પ્રારંભિક તપાસ કર્યા વગર અથવા ઉચ્ચ અધિકારી પાસેથી મંજૂરી મેળવ્યા વગર સીધી ધરપકડ કરી શકે છે.” સુપ્રીમકોર્ટનાં જજ દ્વારા કહ્યું “અમે કહ્યું હતું કે,ખોટી ફરિયાદ દ્વારા નોર્દોષ વિરુદ્ધ રક્ષણ કરવામાં આવ્યું છે. શું સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકાને મૂકીને તેની ધરપકડની સલામતી દ્વારા નિર્દોષ વ્યક્તિના જીવન અને સ્વાતંત્ર્યના અધિકારનું રક્ષણ નહીં કરી શકે? અમે કાયદાની જોગવાઈ બિલકુલ બદલ્યા નથી.”

Suprem_Court
suprem_court

“અમને લાગે છે કે આતંકવાદ વિરોધી કાયદામાં જામીનની જોગવાઈ નથી. તે જુદા જુદા પ્રકાર અપરાધો છે. એસસી / એસટી એક્ટમાં, કાયદો ઘડનારે આ કાયદામાં કોઈ રીતે કોઈ આગોતરા જામીન આપ્યા નથી પરંતુ આરોપીને અદાલતમાં નિયમિત જામીન લેવાની મંજૂરી આપી હતી. કાયદો ઘડનાર હાંસલ કરવા શું ઈચ્છે છે? શું તે ધરપકડ અથવા બીજું કંઈક ભય ઊભી કરવા માંગે છે? ધરપકડ એટલું સહેલું ન હોવું જોઈએ. એટલા માટે અમે પ્રારંભિક તપાસનો ફિલ્ટર મુક્યો છે, જેથી એસસી / એસટી એક્ટ હેઠળ વ્યક્તિને ધરપકડ કરવા પહેલાં કેટલીક અરજીની ચકાસણી થઈ શકે. “સુપ્રિમ કોર્ટની બેચે આશા વ્યક્ત કરી હતી કે “તે ચુકાદાને અટકાવી શકે છે,અને આ ચુકાદાના વિરોધમાં. 2 એપ્રિલના રોજ દેશના ઘણા ભાગોમાં હિંસક વિરોધ થયો હતો.”

વધુમાં વેણુગોપાલે સુપ્રિમ કોર્ટના નિર્દેશમાં પ્રશ્ન કર્યો હતો કે “એફઆઈઆર નોંધાવતા પહેલા, પોલીસને નિમણૂકની સત્તાઅધિકારી પાસે થી મંજુરી મેળવી હોવી જોઈએ જો આરોપી જાહેર સેવક હોય અથવા પોલીસના વરિષ્ઠ સુપરિન્ટેન્ડન્ટ હોય તો ખાનગી વ્યક્તિ તરીકે જ ગણવા.”

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.