Abtak Media Google News

લહુ કા રંગ તો લાલ હી હોતા હૈ કોમી એકતાનું બેસ્ટ એકઝામ્પલ

જયારથી ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારથી દેશમાં હિન્દુ-મુસ્લિમ એકતાની વારંવાર અગ્નિપરીક્ષા લેવાય છે. બાબરી ધ્વંશ, રામમંદિર નિર્માણ અને અત્યારે જે જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહ્યું છે તે તેની આડપેદાશો છે.

પરંતુ બોલીવુડની વાત ન્યારી છે. બોલીવુડ ફિલ્મો એ આપણા સમાજનો આઈનો છે. કોમી એકતાનો સંદેશ આપતી ફિલ્મો તો બને જ છે સાથો સાથ અહીં ઘણા એવા કપલ છે જે કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.  સુપરસ્ટાર શાહરુખ ખાન મુસ્લિમ છે પરંતુ તેની પત્ની ગૌરી હિન્દુ (પંજાબી) છે. કિંગ ખાન ઉર્ફે શાહરુખના ઘરમાં નમાઝ અદા થાય છે અને ગાયત્રી મંત્ર પણ ગુંજે છે. ઈદ અને દિવાળી બન્નેને સમાન ન્યાય મળે છે. બાળકો આર્યન, સુહાની અને અબરામને ગળથૂથીમાં આ જ સંસ્કાર મળ્યા છે. મતલબ કે બોલીવુડનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે.  મીસ્ટર પરફેકશનિસ્ટ આમીર ખાન બે સ્ત્રીઓને પરણ્યો અને બન્ને હિંદુ. આમીર હજ યાત્રાએ મકકા-મદીના જઈ આવ્યો પણ તે હિન્દુ ધર્મને એટલું જ માન આપે છે. પહેલી પત્ની રીના દતા હિન્દુ (બંગાળી) અને બીજી કિરણ રાવ પણ હિન્દુ (દક્ષિણ ભારતીય) છે. શ‚આતની ફિલ્મોમાં આમીર ખાનના જમણા હાથમાં નાળાછડી (હિંદુઓનો પવિત્ર ધાગો) બાંધેલી જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.